મારા વિષે
મિત્રો બ્લોગ જગતમાં મારા પ્રવેશ ટાણે મારા વડીલોને
પ્રેમપૂર્વક વંદન. માતાઓ અને બહેનોને નમસ્કાર અને
યુવાન મિત્રોને કેમ છો.
નામ== ગોવિંદ પટેલ ( ” સ્વપ્ન ” જેસરવાકર )
વતન= જેસરવા તા. પેટલાદ. જીલ્લો. આણંદ
પ્રાથમિક શિક્ષણ= જેસરવા ( ધોરણ= ૧ થી ૪ )
૫ થી ૭ પેટલાદ.
માધ્યમિક શિક્ષણ= એન. કે. હાઇસ્કુલ . પેટલાદ.
શિક્ષક ટ્રેનીગ = વલ્લભ વિદ્યાલય=બોચાસણ .
શિક્ષક તરીકે ૧૯૬૯આ માનપુરા ( પેટલાદ ) થી
શરૂઆત કરી .તરકપુર- ભાટીયેલ ખભાત બ્રાંચ-૬અને ઓ.એન જી સી ખંભાતમાં નવી ગુજરાતી
શાળા ચાલુ કરી.
પ્રેમપૂર્વક વંદન. માતાઓ અને બહેનોને નમસ્કાર અને
યુવાન મિત્રોને કેમ છો.
નામ== ગોવિંદ પટેલ ( ” સ્વપ્ન ” જેસરવાકર )
વતન= જેસરવા તા. પેટલાદ. જીલ્લો. આણંદ
પ્રાથમિક શિક્ષણ= જેસરવા ( ધોરણ= ૧ થી ૪ )
૫ થી ૭ પેટલાદ.
માધ્યમિક શિક્ષણ= એન. કે. હાઇસ્કુલ . પેટલાદ.
શિક્ષક ટ્રેનીગ = વલ્લભ વિદ્યાલય=બોચાસણ .
શિક્ષક તરીકે ૧૯૬૯આ માનપુરા ( પેટલાદ ) થી
શરૂઆત કરી .તરકપુર- ભાટીયેલ ખભાત બ્રાંચ-૬અને ઓ.એન જી સી ખંભાતમાં નવી ગુજરાતી
શાળા ચાલુ કરી.
૧૯૯૦ માં અમેરિકામાં આગમન ……………
શિક્ષક તરીકે ૫ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા અ રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો અને ૨ રાજ્ય
કક્ષાના યુવા મહોત્સવ. ભાલ વિસ્તાર અને મોરબી પુર હોનારતમાં સક્રિય મદદ અને રાહત
કાર્ય. ૨૫ ગ્રામ આરોગ્ય અને સફાઈ શિબિર. મહા ગુજરાત= નવ નિર્માણ=અને કટોકટી ના
આંદોલનમાં સક્રિયતા. દુષ્કાળ રાહત કાર્ય. માતૃશ્રી સુરજબા ના ” પરાર્થે સમર્પણ ” ના
કાર્યને આગળ ધપાવવાનો ઉદેશ્ય . ગામમાં ૧૯૯૯ થી ” સુરજબા કન્યા વિદ્યાલય” શરુ કરી
બાળાઓ ને વિના મુલ્યે શિક્ષણ તદુપરાંત બાળાઓને કપડા- ચંપલ= બુકો- નોટ બુકો
કમ્પાસ =પેન =પેન્સિલ આપવામાં આવતું. બાળકોમાં દેશ પ્રેમ જાગે એ હેતુથી પેટલાદ
તાલુકાની ૧૮૫ શાળાઓને ૧૮ X ૧૨ ની સાઈઝના ભારતના રાષ્ટ્ર ધ્વજ સ્ટેન્ડ આપ્યા.
૪ X ૬ ની સાઈઝના ૧૦૦ અમદાવાદ અને ૧૦૦ ડઝન આણંદ જીલ્લામાં આપ્યા. જેસરવામાં
સયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોના રાષ્ટ્ર ધ્વજ ૧૯૨ દેશના છે. પ્રદર્શન માટે શાળાઓ ઉપયોગ
કરે છે. ચારૂતર વિદ્યામંડળ ૨ X ૩ ના ૧૯૨ દેશના ધ્વજ આપ્યા છે. ઉપરના તમામ ધ્વજ
અમેરિકાથી ખરીદીને મોકલેલા છે. ગુજરાતની સૂરન જયંતી પ્રસંગે ગુજરાતના નકશામાં એક
બાજુ ગાંધીજી= સરદાર=રવિશંકર મહારાજ તો બીજી બાજુ મેઘાણી =નર્મદ=ઇન્દુચાચા ના ફોટા
સાથે ચીનમાં ૬૦૦૦ ધ્વજ બનાવડાવી અમેરિકા મંગાવી ભારત મોકલ્યા.જેનું ૧૦ મેં ૨૦૦૯ માં
પેટલાદ સ્વામી સચ્ચિદાનંદ ના હસ્તે અનાવરણ કરવી ગુજરાત અને ભારતમાં વિતરણ કારવ્યું.
અમેરિકાથી કેનેડા=ઓસ્ટેલિયા= ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ મોકલ્યા. સાથે ગુજરાતના પ્રથમ પ્રધાન
મંડલ અને રવિશંકર ના ૧૯૬૦ ના ફોટા મોકલ્યા. કુંટુંબ કથા= અમે બે ભાઈ અને ત્રણ બહેનો.
ભાઈ શ્રી ચીમનભાઈ, અને તેની પત્ની લીલાબેન,
કક્ષાના યુવા મહોત્સવ. ભાલ વિસ્તાર અને મોરબી પુર હોનારતમાં સક્રિય મદદ અને રાહત
કાર્ય. ૨૫ ગ્રામ આરોગ્ય અને સફાઈ શિબિર. મહા ગુજરાત= નવ નિર્માણ=અને કટોકટી ના
આંદોલનમાં સક્રિયતા. દુષ્કાળ રાહત કાર્ય. માતૃશ્રી સુરજબા ના ” પરાર્થે સમર્પણ ” ના
કાર્યને આગળ ધપાવવાનો ઉદેશ્ય . ગામમાં ૧૯૯૯ થી ” સુરજબા કન્યા વિદ્યાલય” શરુ કરી
બાળાઓ ને વિના મુલ્યે શિક્ષણ તદુપરાંત બાળાઓને કપડા- ચંપલ= બુકો- નોટ બુકો
કમ્પાસ =પેન =પેન્સિલ આપવામાં આવતું. બાળકોમાં દેશ પ્રેમ જાગે એ હેતુથી પેટલાદ
તાલુકાની ૧૮૫ શાળાઓને ૧૮ X ૧૨ ની સાઈઝના ભારતના રાષ્ટ્ર ધ્વજ સ્ટેન્ડ આપ્યા.
૪ X ૬ ની સાઈઝના ૧૦૦ અમદાવાદ અને ૧૦૦ ડઝન આણંદ જીલ્લામાં આપ્યા. જેસરવામાં
સયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોના રાષ્ટ્ર ધ્વજ ૧૯૨ દેશના છે. પ્રદર્શન માટે શાળાઓ ઉપયોગ
કરે છે. ચારૂતર વિદ્યામંડળ ૨ X ૩ ના ૧૯૨ દેશના ધ્વજ આપ્યા છે. ઉપરના તમામ ધ્વજ
અમેરિકાથી ખરીદીને મોકલેલા છે. ગુજરાતની સૂરન જયંતી પ્રસંગે ગુજરાતના નકશામાં એક
બાજુ ગાંધીજી= સરદાર=રવિશંકર મહારાજ તો બીજી બાજુ મેઘાણી =નર્મદ=ઇન્દુચાચા ના ફોટા
સાથે ચીનમાં ૬૦૦૦ ધ્વજ બનાવડાવી અમેરિકા મંગાવી ભારત મોકલ્યા.જેનું ૧૦ મેં ૨૦૦૯ માં
પેટલાદ સ્વામી સચ્ચિદાનંદ ના હસ્તે અનાવરણ કરવી ગુજરાત અને ભારતમાં વિતરણ કારવ્યું.
અમેરિકાથી કેનેડા=ઓસ્ટેલિયા= ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ મોકલ્યા. સાથે ગુજરાતના પ્રથમ પ્રધાન
મંડલ અને રવિશંકર ના ૧૯૬૦ ના ફોટા મોકલ્યા. કુંટુંબ કથા= અમે બે ભાઈ અને ત્રણ બહેનો.
ભાઈ શ્રી ચીમનભાઈ, અને તેની પત્ની લીલાબેન,
મારા ધર્મ પત્ની સવિતાબેન, બે દીકરી ભાવિશા અને મીનલ,
દીકરો બ્રિજેશ અને પુત્રવધુ પૂર્વી, ભત્રીજો દીપેશ અને ભત્રીજી જસ્મીના,
અને નાના ભૂલકાઓ આર્યન, રોહન, સીયારાની, રોનિત અને ટેનીયું કિશન.
કુટુંબનો પરિચય એટલા માટે છે કે સામાન્ય રીતે નાની મોટેલમાં જોબ કરું છું અને ટુકા પગારમાં
જનસેવાના કામ કરું છું તેમાં કુંટુંબ મને સાથ સહકાર આપે છે. બસ છેલ્લે જેસરવાનો પાણી વેરો
અને નાના ભૂલકાઓ આર્યન, રોહન, સીયારાની, રોનિત અને ટેનીયું કિશન.
કુટુંબનો પરિચય એટલા માટે છે કે સામાન્ય રીતે નાની મોટેલમાં જોબ કરું છું અને ટુકા પગારમાં
જનસેવાના કામ કરું છું તેમાં કુંટુંબ મને સાથ સહકાર આપે છે. બસ છેલ્લે જેસરવાનો પાણી વેરો
૧૯૯૩ થી અમારા માતૃશ્રીની યાદમાં અમો ભરીએ છીએ અને ચૈત્ર માસમાં ખંભાત પંથકમાંથી ડાકોર
પગપાળા જતા સઘને દહી લાવી વલોવીને છાશને ઠંડી કરીને આપવી, તેમજ થાક માટે પગચંપી જેવી
વ્યવસ્થા ૧૪ વર્ષથી “સુરજબા મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ જેસરવા” તરફથી કરવામાં આવે છે. સ્વપ્ન છે
મારું કે દુનિયા મારા આ નાનકડા ગામને જાણે- ઓળખે.
સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા, પણ ગુજરાતીએ વિવેક દેખાય.
સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા, પણ ગુજરાતીએ વિવેક દેખાય.
જય જય ગરવી ગુજરાત === સ્વર્ણિમ ગુજરાત
આપનો== ” સ્વપ્ન ” જેસરવાકર
Dilip Gajjar said
સ્વપ્ન જેસર વાકર , આપના બ્લોગનું જ નામ આટલું સુંદર છે તો વિચાર અને વૃત્તિ કેવા સુંદર હશે અને તે જ આપ આચારમાં લાવવા યત્ન કરતા હશો ..હું શું પ્રેરણા આપું ..આપને જીવન જ પ્રેરણા આપે જે તમને મને પરમાત્માએ આપ્યું છે ..સ્વ કરતા પર શ્રેષ્ઠ અને પર કરતા પરમ પછી કોઈ પર અર્થાત બીજો નથી માટે પરાર્થે સમર્પણ ..કેટલું સૂચક શબ્દ છે ..આપનો પરિચય વાચ્યો ..ખુબ આદર થયો આપે રાષ્ટ્ર માટે ખુબ ઉદ્દાત કાર્ય કર્યું અને ગામ માટે પણ આપનું ગામ અને નામ વિશ્વ સુધી પહોચશે જ તેવી શુભેચ્છા આપું છું .
પરાર્થે સમર્પણ
જુઓ દિલનું દર્પણ
વસે છે તે ભીતર
અને બ્હાર કણકણ
બધે તેનું દીધેલ
કરું તેને અર્પણ
હું જેના લીધે છું
કરું તેને તર્પણ
નથી સ્વાર્થી બનવું
પરાર્થે સમર્પણ
બને સ્વપ્ન સાકાર
નડે ના જ અડચણ
Dilip Gajjar
પરાર્થે સમર્પણ said
મુરબ્બી શ્રી દિલીપભાઈ,
આપ શ્રી એ ” પરાર્થે સમર્પણ” વિષે જે અમુલ્ય અને મોઘેરો પ્રતિભાવ આપ્યો છે .
તે અંગે દિલથી ખુબ જ આભાર.
આપે ” પરાર્થે સમર્પણ” નો કાવ્યાસ્વાદ દ્વારા જે શબ્દાર્થનો અનુભવ કરાવ્યો છે.
તે પ્રમાણે બનવા અચૂક પ્રયત્ન કરીશ. અને મારા જીવનમાં- વિચારમાં- અને
વર્તણુકમાં ઉતારવા હર હમેશ પ્રયત્નશીલ રહીશ.
આપે “આદિલ ની ષષ્ઠીપૂર્તિ ” વિશેનું કાવ્ય વખાણ્યું તે બદલ ખુબ આભાર.
આપનો = ” સ્વપ્ન ” જેસરવાકર .
અક્ષયપાત્ર/Axaypatra said
આ બ્લોગની મુલાકાતથી આનંદ થયો. સુંદર કાર્યો! ધન્યવાદ.
પરાર્થે સમર્પણ said
શ્રી રેખાબેન,
અક્ષયપાત્રના ના માધ્યમ દ્વારા આપે મારા બ્લોગની મુલાકાત
લઈને આપના અમુલ્ય અભિપ્રાય વડે ઋણી બનાવ્યો તે બદલ
ધન્યવાદ.
સ્વપ્ન
Ramesh Patel said
આદરણીય ગોવિંદભાઈ
આપના દિલમાં વહેતી સંસ્કારોની પાવન ધારા અને કઆર્યોની
સુવાસ ,એક પ્રેરણા સમાન છે.જેમ જેમ પરિચય મળતો જાય છે
એક અહોભાવ વર્તાય છેકે એક માનવતાના પ્રકાશ દેતા કુટુમ્બનો
ન્યાતો જોડાયો.
રમેશ પટેલ(આકાશદીપ)
પરાર્થે સમર્પણ said
શ્રી રમેશભાઈ,
આપના અજોડ અને અપ્રતિમ અભિપ્રાય બદલ ખુબ ખુબ આભાર.
આપ રમેશ એટલે રમા ના ઈશ == રમા પતિ ઈશ કહેવાઓ.
ઉપરાંત આકાશ ના દીપ કહેવાઓ . જો રમેશ અને આકાશદીપ
બંને મારા આંગણીયામાં પગલા પડે પછી જે ફક્ત “સ્વપ્ન ” જ
છે તે હકીકત બની જાય એટલે આજે હું ધન્ય બની ગયો.
ફરી એક વાર આપ શ્રીનો ખુબ આભાર.
” સ્વપ્ન ” જેસરવાકર
nilam doshi said
આપની ઉદાત્ત ભાવનાને સલામ…ખૂબ ખૂબ અભિનંદન….
સૌ સ્વપ્નો સાકાર બને એવી શુભેચ્છાઓ….
પરાર્થે સમર્પણ said
શ્રી નીલમબેન ,
આપના અપ્રતિમ અને ઉત્સાહ ભર્યા વિચાર રૂપી સંદેશ મળ્યો .
ખુબ આનંદ થયો. આપની ભાવનાની કદર કરું છું.
હજી બ્લોગ જગતમાં એક માસ થયો છો. એટલે નવો સવો છું.
આપજ જેવાના અમુલ્ય સૂચનો પ્રેરણા રૂપ બતા જાય છે.
આભાર……. આભાર….. આભાર…
” સ્વપ્ન “
Sujit Chovatiya said
આપના બ્લોગ ની મે મુલાકાત મે લિધી ખુબ સુદર રીતે બનાવેલ છે.તમે ખુબ મોટી પ્રગતી મેળવી છે. તેમજ તમારો દેશ પ્રત્યે નો પ્રેમ પણ દેખાય આવેલો છો .તેને જાળવી રાખજો.ખુબ ખુબ ધન્યવાદ
પરાર્થે સમર્પણ said
શ્રી સુજીતભાઈ,
આપના અપ્રતિમ અને ઉત્સાહ ભર્યા વિચાર રૂપી સંદેશ મળ્યો .
ખુબ આનંદ થયો. આપની ભાવનાની કદર કરું છું.
હજી બ્લોગ જગતમાં એક માસ થયો છો. એટલે નવો સવો છું.
આપજ જેવાના અમુલ્ય સૂચનો પ્રેરણા રૂપ બનતા જાય છે.
આપે જે દેશપ્રેમની વાત જણાવી તે તો એક યુવાનો અને
બાળકોમાં દેશદાઝ જગાવ્વનો પ્રયત્ન કરું છું.
આભાર……. આભાર….. આભાર…
” સ્વપ્ન “
ગોવીંદ મારુ said
ગોવીંદભાઇ, ખુબ જ સરસ બ્લોગ છે. આપની દેશ દાઝ અને ઉદાત્ત ભાવનાને ‘અભીવ્યક્તી’ની નત મસ્તક સલામ !!!!!
પરાર્થે સમર્પણ said
શ્રી ગોવિંદભાઈ,
આપના અનમોલ અને અમુલ્ય પ્રતિભાવ બદલ આપનો
ખુબ ખુબ આભાર. આવી જ રીતે અવાર નવાર પ્રતિભાવ
રૂપી શિખામણ આપતા રહેશો. જેથી લેખન પ્રવૃત્તિ સુધરે.
આભાર… આભાર.. આભાર…
amit pisavadiya said
સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા, પણ ગુજરાતીએ વિવેક દેખાય.
abhinandan…
પરાર્થે સમર્પણ said
શ્રી અમિતભાઈ,
આપના અનમોલ અને અમુલ્ય પ્રતિભાવ બદલ આપનો
ખુબ ખુબ આભાર. આવી જ રીતે અવાર નવાર પ્રતિભાવ
રૂપી શિખામણ આપતા રહેશો. જેથી લેખન પ્રવૃત્તિ સુધરે.
આભાર… આભાર.. આભાર…
Chirag said
વન્દે માતરમ…
પરાર્થે સમર્પણ said
શ્રી . ચિરાગભાઈ,
આપના પુનિત પગલા દ્વારા બ્લોગે ધન્યતા અનુભવી.
આપના અમુલ્ય વિચારોનું પ્રદાન કરવા બદલ ખુબ
ખુબ આભાર. અવારનવાર પગલા પાડતા રહેશો તેવી
ઈચ્છા.આપને પણ ” વંદે માતરમ ”
સ્વપ્ન
રાજની ટાંક said
આદરણીય ગોવિંદકાકા,મજાનો બ્લોગ છે.ખૂબ ખૂબ અભિનંદન
લખતા રહો તેવી જ શુભકામનાઓ……..
જય હિન્દ,જય ગરવી ગુજરાત
પરાર્થે સમર્પણ said
શ્રી રજનીભાઈ,
આપનો અમુલ્ય અને અપ્રતિમ સંદેશો મળ્યો. વાંચીને આનંદ થયો .
આપનો ખુબ ખુબ આભાર.
સ્વપ્ન .
praheladprajapati said
દેશ પ્રેમ, કુટુમ્બ પ્રેમ, અને સમાજ સેવા માટે લાખ લાખ અભિનંદન
prahalaad prajaapati
પરાર્થે સમર્પણ said
મુરબ્બી શ્રી પ્રહલાદભાઈ,
આપના અમુલ્ય અને પ્રેમભર્યા સંદેશ બદલ ખુબ ખુબ આભાર.
અવારનવાર માર્ગદર્શક બની મને સંદેશ આપતા રહેશો એવી
લાગણી સભર અપીલ.
સ્વપ્ન
Jay said
તમારો જીવન પ્રત્યેનો સંપૂર્ણ હકારાત્મક અભિગમ, અદ્ભુત દેશપ્રેમ, અને કુટુંબપ્રેમ —
અમારા સૌ માટેપ્રેરણારૂપી આધારસ્તંભ છે.
વાંચીને ખુબ જ આનંદ થયો.
પરાર્થે સમર્પણ said
શ્રી જયભાઈ,
આપનો પ્રેમ અને વ્હાલથી ભરપુર અમુલ્ય સંદેશ મારા જીવનનું એક
પ્રેરક સંભારણું બની ‘બંસીનાદ’ જેમ સદાય ગુંજતો રહેશે. આભાર.
સ્વપ્ન
ભરત સુચક said
આપની દેશપ્રેમ ની ભાવના અને સમાજ માટે કાર્ય કરવાની ભાવના અને આપનાં વિચારો પોતાના ગામ માટેનો પ્રેમ ને સલામ …ખૂબ ખૂબ અભિનંદન….ભગવાન આપના સૌ સ્વપ્નો સાકાર કરે એવી શુભેચ્છાઓ
પરાર્થે સમર્પણ said
શ્રી ભરતભાઈ,
આપના સુંદર અને પ્રેરણાદાયક સંદેશ મારા જીવનનો અમુલ્ય ભાગ બની
સતત પ્રેરણા આપતો રહેશે અને તેને મારું અહોભાગ્ય સમજી આગેકુચ
કરતા રહેવાની ખેવના કરતો રહીશ . ખુબ આભાર.
nirupam avashia said
૨૨.૦૮.૨૦૧૦
સ્નેહી શ્રી ગોવિંદભાઈ,
ખુબજ સુંદર બ્લોગ.અદભુત વતન /માતૃભાષા પ્રેમ.
“સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા, પણ ગુજરાતીએ વિવેક દેખાય.”
જય જય ગરવી ગુજરાત === સ્વર્ણિમ ગુજરાત
મેં પણ બ્લોગ બનાવવા નાનો એવો પ્રયાસ કરેલ છે.શક્ય હોય તો આપના લિસ્ટ માં સમાવવા વિનંતી છે બ્લોગ ની લીંક છે.
—–http://vatsalya-nirupam.blogspot.com/
શુભેચ્છાઓ…..આભાર..
નિરુપમ અવાશિયા
પરાર્થે સમર્પણ said
શ્રી નીરુપમજી,
આપના વ્હાલા અને વાત્સલ્ય ભર્યા સંદેશ બદલ ખુબ ખુબ આભાર.
આપના બ્લોગને ચોક્કસ સમાવી લઈશું.
ધન્યવાદ.
Depesh Patel said
Great posts…Keep up the Great work and keep on posting great thoughts about Gujarat and about INDIA…MERA BHARAT MAHAN! Jai Hind…Need more people like you in this world and in every community looking out for the community and posting great thoughts.
પરાર્થે સમર્પણ said
શ્રી દિપેશભાઇ,
આપના અમુલ્ય સંદેશ માટે ખુબ ખુબ આભાર.
Bhupendrasinh Raol said
નાના ભુલકાઓમાં ભગવાન દેખાય આપને,દિલ માં ભરી છે ઉત્તમ દેશદાઝ.
ગામસેવા એજ દેશ સેવા,માનવસેવા પરાર્થે સમર્પણ નો છે નિરાળો અંદાઝ.
પરાર્થે સમર્પણ said
મુરબ્બી શ્રી ભુપેન્દ્રસીહજી ,
આપ શ્રેણ પ્રેમ અને અનોખા , અવિસ્મરણીય સંદેશ દ્વારા
મન મોહ્યું ને કઈક અનોખું કરવાની પ્રેરણા મળી આ બદલ
હું આપનો સદાય ઋણી રહીશ . સહ હદય થી આપનો
ખુબ ખુબ આભાર .
jjkishor said
એક શિક્ષકને શોભે એવી તમારી તમામ પ્રવૃત્તિઓ પ્રેરણા આપે તેવી છે. ખૂબ જ સભર જીવન જીવી રહ્યા છો.
પરાર્થે સમર્પણ said
શ્રી જુગલકિશોરભાઈ,
આપના પ્રેમ અને ઉષ્મા સભર સંદેશ બદલ આપનો ખુબ ખુબ આભાર.
laaganee said
મુરબ્બી શ્રી ગોવિંદભાઈ ,
આપનો પરિચય મેળવી ખુબ જ આનંદ અને ગર્વની લાગણી થઇ. માભોમ, માતૃભાષા અને મા તરફની આપની સમર્પણની ભાવના ખુબ જ ઉચ્ચ છે. આપે કહ્યા મુજબ પરિવારના સાથ વગર સખાવત શક્ય નથી. આપના પરિવારનો પણ ખુબ – ખુબ આભાર કે તેઓ સાચે જ આપના હમસફર છે. ઈશ્વર આપના બધા સ્વપ્નો સાકાર કરે અને આપની દેશભક્તિ તથા માતૃભૂમિનાં વિકાસની સુંદર ભાવના નો ચેપ સૌને લગાડે તે શુભકામના . આપનો બ્લોગ અવિરત વિકસતો રહે ને આપ અવનવા મહેમાનો માણતા રહો……!!!
પરાર્થે સમર્પણ said
શ્રી મોસમીબહેન,
આપના મારા વિશેના અભિપ્રાય માટે આભાર. માતૃ ઋણ
ચૂકવવાનો અવસર મળ્યો અને તેમના આશીર્વાદ થકી
કૈક કરવાની પ્રેરણા મળે છે. ૫ વર્ષની ઉમરે પિતૃ છાયા
ગુમાવી અને માતૃ શ્રીના અથાગ પરિશ્રમના પરિપાક રૂપે
જીવન જીવવાની અનોખી તક મળી છે તે અને તેમના
પરાર્થે સમર્પણની ભાવનાનું ઋણ ચુકવવા પ્રયત્ન કરું છું.
બીજું તો આપ જેવાના આશીર્વાદ પણ ફળે છે.
આપનો દિલથી ખુબ આભાર.
chandravadan said
Dear Govindbhai,
May be 1st time to your Blog !
Nice Blog !
Welcome to Gujarati Webjagat !….ALL THE BEST ALWAYS !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Govindbhai…Hope to see YOU on my Blog Chandrapukar soon !
Happy Navaratri !…Just read the Post on KHODIYAR MATA ( our Kuldevi)
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી ડો. ચંદ્રવદનજી ,
આપ જેવા મહાનુભાવના પુનીત પગલા મારા બ્લોગમાં થયા
અને અનન્ય આશીર્વાદ મળ્યા. આપના બ્લોગની જરૂર મુલાકાત
લઈશ. આવો લાખેણો લ્હાવો ચૂકાય નહી. અને મીઠી શીતલ પ્રકાશ
દેનાર ” ચન્દ્રપુકાર ” થતો હોય ત્યાં જવાનું કોને મન ના થાય.
નવરાત્રીની શુભકામના. જય ખોડીયાર.
Depesh said
Thank you, It’s great reading your blog and now reading about you amazing…I always feel proud that Bapuji is Gujarati and God made me Gujarati, and now when I read about people like you makes me feel more proud that there are still people like you in this world. Thank you keep up the great work…always great to read you thoughts and amazing post that you post, love visiting your blog. Thank you.
પરાર્થે સમર્પણ said
ભાઈ શ્રી દીપેશ,
આપના મારા વિશેના અભિપ્રાય અને બ્લોગ ના અભ્પ્રાય બદલ ખુબ ખુબ આભાર.
ગુજરાતી છો એજ ભાગ્યની વાત છે. ગુજરાતી હંમેશા ગરવો ,સાહસિક અને ઉદાર
ભાવના વાળો હોય છે. જય જય ગરવી ગુજરાત.
સુનીલ શાહ said
પ્રિય ગોવિંદભાઈ,
તમારા વિશે– વિશેષત: તમારી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે જાણ્યું. ખૂબ આનંદ થયો.
માતૃભૂમિ માટેના તમારા પ્રેમને સલામ..!
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી સુનીલભાઈ શાહ,
આપના પ્રેમ અને હુંફ ભર્યા અવર્નીય
સંદેશ માટે દિલથી ખુબ આભાર.
પંચમ શુક્લ said
પહેલી વાર આ બ્લોગની મુલાકાત થઈ લાગે છે. એક શિક્ષકની લગની અને તળભોમના માણસની સંવેદના સભર બ્લોગ. આવું મઝાનું કામ આગળ વધતું રહે એવી શુભેચ્છાઓ.
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી પંચમભાઈ,
આપના પાવન પગલાં અમ દ્વારે થયાં ને અમુલ્ય પ્રતિભાવ દર્શાવ્યો
તે બદલ આભાર. આપ જેવાના આશીર્વાદ થાકી આવું કાર્ય થાય છે.
dhavalrajgeera said
Welcome to Hasyadarbar…
We love to put your blog and comment for other surfers and Gujarati.
Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,
આપના પ્રેમ સભર આવકાર પામીને હું ધન્ય બની ગયો.
અમ આંગણે આપ પધાર્યા તે બદલ ખુબ ખુબ આભાર..
“હાસ્ય દરબારે હાસ્યના ડંકા વાગે, નિરાશા ને મુશ્કેલીઓ દુર ભાગે,
હસવાથી શરીર સુખ વધે અને હાસ્યથી જીવન ધમધમ થતું જાગે. “
harshida trivedi said
Enjoyed your poems and your full site. I am very thankful to you for giving me the opertunity for this.I am the winner of the “pararthe sahitya spardha –first ”
thanks
HARSHIDA TRIVEDI
પરાર્થે સમર્પણ said
શ્રી હર્ષિદાબહેન ,
આપના પુનીત પગલા મારા પરાર્થે સમર્પણમાં થયા તે બદલ ખુબ ખુબ આભાર.
આપ “પરાર્થે સમર્પણ સાહિત્ય સ્પર્ધા ” ના પ્રથમ વિજેતા બન્યા તે બદલ ખુબ ખુબ
અભિનંદન.. આપનો સુંદર પ્રતિભાવ એક અલભ્ય સંભારણું બની રહેશે.
koobavat said
Doing great, a great person with great family.
Regards to all your loving family members.
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી ડોક્ટર સાહેબ,
આપના પ્રેમ અને હુંફ ભર્યા આશીર્વાદ બદલ આપનો ખુબ ખુબ આભાર.
બસ અવાર નવાર પ્રેમ વરસાવતા રહેશોજી.
Dr.Kishorbhai M. Patel said
આદરણીયશ્રી.ગોવિંદભાઈ
પટેલ ( સ્વપ્ન )
આપના બ્લોગમાં જતાં જ જાણે આજે મારા નવા ઘરમાં મારા વડીલ ભાઈને મળ્યાના આનંદની અનુભૂતિ થઈ,
તમારા બ્લોગમાં તમારા વિશે વાંચીને અનહદ આનંદ મંગલ થયો.
હું એટલો બધો અજાણ હતો કે તમારા વિશે કશુંજ ડિટેઈલમાં જાણતો ન હતો. હું ધન્ય બની ગયો કે આપે મને તમારા પ્રેમ સાગરનો એક હિસ્સો બનાવ્યો. આ દુનિયામાં એક સારા મળવા લાયક માણસની મુલાકાત થઈ.
કારણ કે આપ વર્ષોથી અમેરિકા હોવા છતાં આપની માતૃભુમિ, જન્મભૂમિ ન ભુલ્યા. ગામની સેવા, શાળાઓ શરુ કરવી, વિદ્યાર્થિઓને મદદરુપ થવું, આપે શિક્ષકની ભુમિકા ભજવી, વિજ્ઞાનમેળામાં મહ્ત્વની સિધ્ધિઓ હાંસલ કરી.દેશપ્રેમ, રાષ્ટ્ર ધ્વજ વિતરણ કરી દેશના લોકોને નવો સંદેશ આપ્યો છે.
આપનો વિશાળ પરિવારનો સાથ સહકાર, આપના માતા-પિતાના સંસ્કારો દેખાઈ આવે છે.
ઍંતે એક વાત કહેવી છે.
” વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવન છે કે નહિં તે શોધે છે,
પરંતુ માનવ પોતાના જીવનને મંગલ કેવી રીતે બનાવી શકાય તે શોધતો નથી.”
ખરેખર આપના વિશે વધારે વાંચ્યું ત્યારે જીવનને મંગલ બનાવવાના ઉપાયો મળ્યા.
આપનો નાનો ભાઈ,
કિશોરભાઈ એમ.પટેલ
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી કિશોરભાઈ,
આપનો હુંફાળો પ્રેમથી ભરપુર અકલ્પનીય અદ્ભુત જે સંદેશો
મળ્યો હૈયું આનદ વિભોર થઈ નાચી ઉઠ્યું. આપ મારા નાના
ભાઈ છો અને હર હમેશ રહેશો. બસ મુલાકાત બદલ ખુબ આભાર.
MARKAND DAVE said
પ્રિય શ્રીગોવિંદભાઈ,
ખૂબ સુંદર મનોભાવ તથા અનુકરણીય આચરણ.
એક શિક્ષક જીવ પાસે સમાજને આજ અપેક્ષા હોય છે.
આનંદ થયો.
માર્કંડ દવે.
પરાર્થે સમર્પણ said
શ્રી માર્કંડભાઈ
આપના પ્રેમ સ્નેહથી ભરપુર ઉત્સાહ વર્ધારિત સંદેશ બદલ ખુબ ખુબ આભાર.
પરાર્થે સમર્પણના AAGNE આપનાં પાવન પગલાં થયાં અમો ધન્ય બની ગયા.
Dhaval Navaneet said
વ્હાલા ગોવિંદ ભાઈ ..!! આપના અંતરનો આ આઈનો ખુબ ચંચળ અને મનભાવન છે આપના મુલ્યવાન કાર્યો અમોને હરખ અપાવે છે અને આપથી પ્રેરણા પણ મળે છે ..આપ દ્વારા મોકલેલા હિંદના ધ્વજ શ્રી કિશોર ભાઈ એ અમોને મોકલ્યા છે જેનો અમોને ખુબ આંનદ છે આપનો અને શ્રી કિશોરભાઈ નો ખુબ ખુબ આભાર ..
પરાર્થે સમર્પણ said
શ્રી ધવલભાઈ,
અમારા ભાઈશ્રીનો પ્રેમથી ભરપુર પ્રતિભાવ મળ્યો ને અંતર છલકી ઉઠ્યું.
આપને પણ ૨૦૧૧ નું વર્ષ સર્વ પ્રકારે સિદ્ધ નીવડે તેવી અંતરની
લાગણી. આપ પણ સુનદર કાર્યો દ્વારા ગુજરાત અને ગુજરાતીની ખુબ
અનેરી અનોખી અને અમુલ્ય ઉતમ સેવા બજાવી ઉપયોગી માહિતી
પૂરી પાડો છો તે બદલ આપનો અંતરની લાગણીથી આભાર.
અંતે…………… આપનો ખુબ ખુબ આભાર.
વેદાંગ એ. ઠાકર said
ગોવિંદ એ કૃષ્ણ નું એક સુંદર નામ છે, અને કૃષ્ણ એ પ્રેમ નું પ્રતિક છે.
ગોવિંદકાકા, આપે આ પ્રેમ ના પ્રતીકરૂપ નામ ધારણ કરેલ છે, એટલે સ્વાભાવિક રીતે આપના માં પ્રેમ અને સમર્પણ ની ભાવના અખૂટ રેહવાની.
જે આપના જીવનચરિત્ર ની ઝાંખી માં સ્પષ્ટ દેખાઈ આવે છે, જ્યાં તમે નાની બાળાઓ ને મહાદાન એવું વિદ્યાદાન કરી ને તમારો કર્મભૂમિ પ્રેમ બતાવ્યો, રાષ્ટ્રધ્વજ ની સેવા આપીને તમે દેશપ્રેમ દર્શાવ્યો, અને અંતે કુટુંબ ના નાના મોટા દરેક સભ્યો ને માન આપીને કુટુંબ પ્રેમ બતાવ્યો.
ગોવિંદકાકા, પરાર્થે સમર્પણ તો છેજ, પણ તમે તો તમારા જીવનચરિત્ર થકી કર્માંર્થે સમર્પણ રજુ કર્યું છે, જે ખરેખર આદર્શ વ્યક્તિત્વ ની છબી રજુ કરે છે. આપને વંદન અને નમસ્કાર
પરાર્થે સમર્પણ said
શ્રી વેદાંગભાઈ
આપના સુંદર અને પ્રેમમય અર્થો દ્વારા જે સંદેશ પાઠવ્યો છે
તેને સ્વીકારી આપનો ખુબ જ આભાર.
નુતન વર્ષ ૨૦૧૧ ની શુભેચ્છા. આપનો બ્લોગ વિકસે તેવી શુભ કામના
Dr.Kishorbhai M. Patel said
આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન )
અમેરિકા અને જેસરવાકર, ગુજરાત
નમસ્કાર
ખરેખર આજે તમે મને વિશ્વના ૧૯૩ દેશોના ફલેગની બહુમૂલ્ય ભેટ આપી તે બદલ
આપના દરિયાદીલી સ્વભાવને તથા આપનો દેશપ્રેમ દાદ માંગી લે છે.
મે ઘણાં વ્યક્તિઓને પરદેશમાં જોયા છે. પરંતુ આપ ઍક વિશેષ માટીના બનેલ છે.
સાહેબ,મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે આજે શબ્દો જ ખુટી ગયા છે.
મારી પાસે કોઈ ઍવી ચીજ નથી કે હું તમને તેની ભેટ આપી શકું.
સિવાય ભગવાન પાસે દુવા, મને ઍ પણ ખબર નથી કે આપણે કોઈક્વાર
મળીશું.
બીજુ કે સાહેબ આપના ગામ જેસરવાકર ખાતે શ્રી.સુરજબા ચેરિટેબલ ટ્રસ્ટના
પ્રમુખશ્રી તથા ઍક સમયના આપ પ્રાથમિક શિક્ષક છો, આપ દ્વારા રચાયેલા
પ્રાથમિક શિક્ષણના પાયા પર અમો આજે મોટા બાળકોને ભણાવીઍ છીએ.
પ્રાથમિક શિક્ષણ ઍ માણસમાં રહેલ માનવતાના આધાર સ્તંભો છે.
ખરેખર ઍક કહેવત છે કે દેશની સેવા તન, મન અને ધનથી કરવી જોઈઍ.
તે આપે આજે ફલિતાર્થ કરેલ છે.
” તનનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણમાંથી મળે,
મનનું શિક્ષણ માધ્યમિક શિક્ષણમાંથી મળે,
અને ધનનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણમાંથી મળે ”
ઍ ઉક્તિને આજે બદલીને તમે ઍ સાબિત કરી બતાવ્યુ કે
સાચુ શિક્ષણ એ દેશપ્રેમ,માતા-પિતાના સંસ્કાર, રાષ્ટીય ઍકતા,
ભાઈચારાથી મહાન આજે કોઈ નથી.
બસ અંતે આપ આપના પરિવાર સાથે આનંદ મંગલ રહો ઍવી મારી અંતરની
મનોકામનાઓ.
લિ.કિશોરભાઈ પટેલ
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી કિશોરભાઈ,
આપના પ્રેમ અને ઉત્સાહ પૂર્ણ સંદેશ દ્વારા ઉરનો આનંદ છલકાઈ ઉઠ્યો.
આપ જેવા શિક્ષણના મહારથી દ્વારા અંતરના ઉમળકાથી લખયેલ સંદેશથી
મનના ભાવો છલકી ઉઠ્યા. આપનો ખુબ જ આભાર.
Harshad / Madhav said
શ્રી ગોવિંદકાકા,
મેં તમને ઈ-મેઈલ થી મારો નંબર મોકલાવેલો છે.
પરાર્થે સમર્પણ said
શ્રી માધવભાઈ ,
આપનો મેજિક પ્રતિભાવ મળ્યો ખુબ ખુબ આભાર.
nitin patel said
આદરણિય ગોવિંદકાકા .. આપનો પરિચય વાંચ્યો.. ટુકા પગાર મા આપ જનસેવા નુ કાર્ય કરિ માભોમ નિ સેવા કરિ રહ્યા છો એ જાણિ ખુબ ખુબ આનંદ થયો.. આપ જેવા વડિલો ને જોય સૌને પ્રોતસહન મળો એવિ પ્રાર્થના.. આપ જેવા શિક્ષકો સાચા અર્થ મા ગુરુદેવ છો..
પરાર્થે સમર્પણ said
શ્રી નીતિનભાઈ,
આપના જેવા અનેકના આશીર્વાદ અને શુભ કામના થકી આવું શક્ય હોય તેવું કાર્ય
પ્રભુ પ્રેરણા થકી થાય છે તેમાં આપ જેવા અનેકની પ્રાર્થના સમાયેલી છે.
આપ મારા બ્લોગ પર પધાર્યા અને સુંદર પ્રતિભાવ બદલ આભાર.
Daxesh Contractor said
સરાહનીય કાર્ય … દેશપ્રેમ અને ગુજરાતી ભાષાનો પ્રેમ વિદેશની ભૂમિ પર પણ જાળવી રાખ્યો તે પ્રસંશનીય વાત છે. આપનું પરાર્થે સમર્પણ – અન્યોને એવું કરવાની પ્રેરણા પૂરી પાડે …
પરાર્થે સમર્પણ said
શ્રી દક્ષેશભાઈ,
આપના પુનીત પવન પગલે અનેરો એક સંદેશ લાવ્ય તે બદલ આપનો ખુબ ખુબ આભાર.
Batuk Sata said
આદરણીય ગોવિંદભાઈ,
આજે આપના બ્લોગ ની મુલાકાત લીધી .ખુબજ સુંદર બ્લોગ છે.આપનો દેશપ્રેમ અને વતન પ્રેમ ને સો સો સલામ.આપ શિક્ષક હતા તે જાણી બહુજ ગર્વ મેહસૂસ થયો.આપ જેવા શિક્ષકો જ આપણી સંસ્કૃતિ ની ધરોહર છે. એક શિક્ષક ની શક્તિ શું હોય અને શિક્ષક ધારે તો શું બદલાવ લાવી શકે તેનું જીવતું જાગતું મિશાલ ચાણક્ય છે.
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી બટુકભાઈ,
આપ જેવા મહાનુભાવના પવન પગલાં મારા બ્લોગ પર થયા ખુબ આનદ થયો
આપના લાગણી સભર સંદેશ બદલ ખુબ ખુબ આભાર.
SHAKIL MUNSHI said
વડીલ શ્રી ગોવિંદકાકા
નમસ્કાર આપનો પરિચય વાંચી ખૂબ જ આનંદ થયો,આપની રાષ્ટ્ર ભાવના દેશપ્રેમ સેવાકીય પ્રકૃતિ દરેક વ્યકિત પ્રત્યે નો પ્રેમ-માન સન્માન શું લખવું ? શબ્દો નથી. સુરજદાદા ને દીવડો થોડો દેખાડાય !
આપના બધાં સપનાં સાકાર થાય તેવી પ્રાર્થના સાથે શુભેચ્છા
પરાર્થે સમર્પણ said
શ્રી શકીલભાઇ,
અમારા ધન્યભાગ કે મુનશીજી અમ આગને પધાર્યા ને સુનદર ભાવ ભર્યો સંદેશ લાવ્યા
આપના પ્રેમ અને ઉત્સાહ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર.
રમેશ સરવૈયા said
આદરણીય શ્રી ગોવિંદભાઈ આપના બ્લોગ ની મુલાકાત (ખરેખર તો દર્શન કર્યા )લીધી
તમારા હદય મા સેવા અને સહકાર નો જે દરિયો હિલોળા લઈ રહ્યો છે એમા કદી પણ ઓટ ન આવે હર હંમેશ ભરતી જ આવ્યા કરે એવી હદય પુર્વક પર્ભુને પ્રાર્થના
મે પણ અનેરી દુનિયા નામ નો બ્લોગ શરુ કર્યો છે આપની અનુકુળતાએ મુલાકત લેશો આભાર સહ …..રમેશ સરવૈયા
પરાર્થે સમર્પણ said
શ્રીમાન રમેશભાઈ સરવૈયા
આપ અમારે આગને પધાર્યા ને અમુલ્ય સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર.
આપની અનેરી દુનિયામાં અવનવું જાણવા મળશે અને એ જાણકારી મેળવવા
અમે જરુ એ અનેરી દુનિયાની સફરે નીકળીશું …આભાર
hemapatel said
પરદેશમાં રહેવા છતાં પણ આપના દિલની અંદર સ્વદેશ પ્રેમ અને જન્મભૂમિની સેવા દેખાઈ આવે છે .આપ બહુજ સરસ માનવ સેવા માટેના કાર્યો કરી રહ્યા છો.શુભ કાર્યો
કરવા માટે પ્રભુ આપને વધારે શક્તિ આપે એવી શુભેચ્છા.
ખરેખર બહુજ સુન્દર બ્લોગ .
પરાર્થે સમર્પણ said
શ્રી હેમાબહેન
આપ જેવા અનેક મહાનુભાવોના આશીર્વાદ અને શુભ કામના થકી આવા કાર્યો થાય છે
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
ઇન્દુ શાહ said
આપના સ્વદેષ પ્રેમને સલામ , આપના કુટુંબ પ્રેમ માતૃ પિતૃ પ્રેમને ધન્યવાદ.
ગોવિંદભાઇ આજ આપના બ્લોગની મુલાકાત લિધી આનંદ અનુભવ્યો.
ઇન્દુના જૈ શ્રી કૃષ્ણ
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી ઈન્દુબહેન
આપના પાવન પગલાંના સ્પર્શ થકી અમારું આગણું ધન્ય બની ગયું.
આપ જેવા સાહિત્યના ઉપાસક મારા માટે આશીર્વાદનો સંદેશ પાઠવે એ બદલ હું લાગણીના શબ્દો દ્વારા આભાર વ્યક્ત કરું છું
સુરેશ said
આજે તમારો પરિચય મેળવ્યો. બહુ સરસ કામ કરો છો. જાણીને બહુ આનંદ થયો.
હવે સર્ફિંગ ઓછું કરી નાંખ્યું છે – અંદર સર્ફિંગ વધારે થાય છે.! આથી ફરી તરત ન આવી શકું , તો માઠું ન લગાડતા.
પરાર્થે સમર્પણ said
આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
આપના પાવન પગલાં અમ દ્વારે થયા અતિ આનદ સાથે આશીર્વાદ મળ્યા તેથી આગનું પાવન થઇ ગયું.
ઘણા સમય પહેલા આપે પૂછેલું ક્યા રહો છો.આદરણીય શ્રી રમેશભાઈ (આકાશદીપ)ના નજીક હોઈ આપ વિષે
ઘણું સાભળેલું છે. .આપના દર્શનની તમન્ના આજે પૂરી થઇ.
આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.
બીના said
આદરણીય ગોવિંદકાકા,
પરદેશમાં રહેવા છતાં પણ બહુ સરસ કામ કરો છો. આપના બ્લોગની મુલાકાત લિધી આનંદ અનુભવ્યો. ખુબજ સુંદર બ્લોગ! બીના.
પરાર્થે સમર્પણ said
શ્રી બીના બહેન,
આપના સુંદર સંદેશ બદલ ખુબ જ આભાર.
dhaval1112 said
jay shri krishna govind kaka……. :-) :-) :-)
પરાર્થે સમર્પણ said
શ્રી ધવલભાઈ,
આપના પાવન પગલાં બ્લોગમાં પાડી સુંદર સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર.
Chetu said
Jayshrikrushn ..! saras blog ..Abhinandan ..
પરાર્થે સમર્પણ said
શ્રી ચેતુભાઈ,
આપના પાવન પગલાં સાથે સુંદર સંદેશ બદલ ખુબ આભાર.
સુરેશ said
ડાકોર
પગપાળા જતા સઘને દહી લાવી વલોવીને છાશને ઠંડી કરીને આપવી,
—————–
જેસરવા તો અમારા સંઘના રસ્તે આવતું નો’તું પણ આ નાસ્તિક જણ પણ જનક મહારાજના સંઘમાં બે વાર જોડાયેલો, અને ત્યારથી જ પુનિત મહારાજનાં ભજનોનો આશક બની ગયેલો.
એ નાસ્તિકના ડાકોર પદયાત્રાના બે અનુભવો ….
ડાકોર પદયાત્રા , ભાગ – ૧
http://gadyasoor.wordpress.com/2009/02/28/dakor_jorney/
ડાકોર પદયાત્રા : ભાગ – ૨
http://gadyasoor.wordpress.com/2009/07/15/dalor_yatra_2/
પરાર્થે સમર્પણ said
આદરણીય વડીલ મુરબ્બી શ્રી સુરેશ કાકા
આપના ડાકોર પદયાત્રાના અનુભવો જરૂરથી વાચીશ આપ જેવા વડીલોના અનુભવોમાંથી ઘણું જાણવાનું મળે છે.
બસ હમેશની માફક આપનો અમુલ્ય આશીર્વાદ મેળવી ઘન્ય થઇ ગયો તે બદલ નમસ્કાર અને આભાર.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ said
આજના મંગલ પ્રભાતે આપને
તથા આપના કુટુંબીજનોને
૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના
પરાર્થે સમર્પણ said
માનનીય શ્રી કિશોરભાઈ,
આપના અનન્ય ભાવ ભરેલા સંદેશ બદલ ખુબ આભાર.
kirtida parikh (dubai) said
આદરણિય ગોવિન્દભાઇ
આપે મારા બ્લોગ ની મુલાકાત લિધી આનંદ થયો. આપના વિષે વાચીને આનંદ થયો. મનુષ્ય જન્મવું ત્યાં જ માનવતા ના ગુણો હોય તો જ મનુષ્ય જ્ન્મ સાર્થક ગણાય .પરન્તુ આજના આ કળિયુગમાં આ માનવતા સાચા અર્થમાં મળવી મુશ્કેલ છે. આપના અંગે વાચી ને ખરેખર આનંદ થયો .વ્યક્તિ જ્યારે પોતાના હિત કરતાં બીજાનું હીત કે મદદ ની ભાવના કરે એ ઉતકૃષ્ઠ ગુણ કહેવાય. આપ આ ગુણો સાથે જ્ન્મ્યાં છો અને આજ સુધી કાર્યરત છો .આપ જેવા વડિલ અંગે જાણકારી મેળવી આનંદ થયો .
નવા વર્ષની શુભ કામના.
કીર્તિદા (દુબઈ)
પરાર્થે સમર્પણ said
શ્રી કીર્તિદાબહેન,
આપ અમારા આગણે પધારી સુંદર સંદેશ લાવ્યા ખુબ ખુબ આભાર.
Himmatlal Joshi said
ગોવિંદ ભાઈ
તમારા વિષે મેં આજેજ જાણ્યું .અરે તમે એક શિક્ષક ,અમેરિકા આવ્યા અહી પણ તમે સાધારણ પૈસા કમાઓ છો છતાં તમે પૈસાને ગળે વળગાળ્યા વિના ગામને માટે દેશને માટે ઘણા ઉત્તમ કર્યો કરી રહ્યા છો .તમને શાબાશી આપું એટલી ઓછી છે .કેટલા બધા ઉત્તમ કાર્યો કર્યા , તમારા પાસેથી માલદારોને શીખવાનું છે. અને પૈસા સદમાર્ગે વાપરવાના છે. એક દોહરો
લખું છું. નામ રહંતા ઠકરા નાણાં નો રહંત
કીરત હુંદા કોટડા ઈ પાડ્યા નો પડંત તમારી કીર્તિનો કળશ ઝળ હળતો રહે . એવા અતાઈ આતાના આશિષ.
પરાર્થે સમર્પણ said
આદરણીય વડીલ શ્રી હિમતલાલ આતા
આપના પાવન પગલાં મારા વિશેમાં થયા તે બદલ હું અને બ્લોગ ધન્ય થઇ ગયા.
આ બધી પ્રવૃતિઓ મારા સ્વ. માતૃ શ્રી સુરજબા અને આપ જેવા વડીલ મહાનુભાવોના આશીર્વાદ થાકી શક્ય બને છે.
મારા બા કહેતા કે બીજા માટે પણ જીવતા શીખો . અને પાંચ વર્ષે પિતૃ છાયા ગુમાવી ત્યાર બાદ માતૃ ભાવને અનુસરી
ચાલ્યો છું. તેમના બીજાના માટે જીવવાના મંત્ર થાકી મેં બ્લોગ ને “પરાર્થે સમર્પણ” નામ આપ્યું છે.
બસ આવા અનંત આશીર્વાદ વરસાવતા રહેશો એવી પ્રાર્થના સાથે વંદન કરી આભારી છું.
gujaratisampradayo said
સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા, પણ ગુજરાતીએ વિવેક દેખાય.
જય જય ગરવી ગુજરાત === સ્વર્ણિમ ગુજરાત
Hindi is not a Rashtra bhasha.
http://laxmirangam.blogspot.com/2011/12/national-language-or-official-language.html#comment-form
If we can write Sanskrit in Gujarati Why not Hindi??
પરાર્થે સમર્પણ said
સાચી વાત છે જય ગરવી ગુજરાત…સ્વર્ણિમ ગુજરાત
આપના અમુલ્ય સંદેશ બદલ ખુબ આભાર.
Vinod R. Patel said
પ્રિય ગોવિંદભાઈ પટેલ,
આપના બ્લોગની મુલાકાત લઈને અને આપનો પરિચય વાંચીને ખુબ જ આનંદ થયો.
પરદેશની ભૂમિ પર રહીને પોતાના વતનના લોકો માટે ચિંતા કરનારા બહુ ઓછા નજરે પડે
છે.આપની દેશ માટેની ભાવના અને વતનપરસ્તી સરાહનીય છે.આપના સ્વાસ્થ્ય માટે
અને ઉન્નતી માટે મારી શુભેચ્છાઓ.
પરાર્થે સમર્પણ said
આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,
આપ અમારે આગણે પધારી ખુબ સરહનીય સંદેશ લાવ્યા તે બદલ ખુબ જ આભાર
બસ આમ જ અમ બાલ પર પ્રેમ વરસાવતા રહી માર્ગ દર્શક બનશો એવી આશા છે.
શ્રી કરજાળા પ્રાથમિક શાળા said
ગોવિંદકાકા, તમારો પરિચય વાચ્યો. તમારા વિચારો અમારા જેવા યુવાનો માટે પ્રેરણારુપ છે.ખુબખુબ આભાર.
પરાર્થે સમર્પણ said
ભાઈ શ્રી મુકેશભાઈ તેમજ શિક્ષક ગણ,
આપના પ્રેમ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર.
kantilal1929 said
પરાર્થે સમર્પણ, આભાર. આપના ઈમેલ માટે અને ખાસ તો આપની સાઈટની જાણ કરી માટે. હું ફક્ત ગુજરાતી કમ્પયુટર પર પ્રેક્ટીસ કરવા મનગમતા પુસ્તકનો ઉતારો કરૂં છું. હું લેખક નથી છતાં આપ જેવા સાક્ષરોનો સંપર્ક થાય એમાંથી ઘણું જાણવા સમજવા મળે એ માટે સૌને વંદન.
કાંતિલાલ પરમાર
હીચીન
kantilal1929@yahoo.co.uk
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી કાન્તિલાલ,
આપ અમારા આગણે પધારી અમને પવન કર્યા અને સાથે શુભેચ્છા ભર્યો સંદેશ લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર
Vipul Desai said
સ્નેહી ગોવિંદભાઈ,
તમારો સંદેશો મારા બ્લોગ પર આવ્યો એટલે તમારો પરિચય થયો. મોટેલમાં કામ કરીને જે કામ આપે કર્યું છે જે મોટા ઉદ્યોગપતિઓ પણ કરી નથી શકતા. મા-બાપ માટે તો જે કંઈ કરીએ તે ઓછું પડે. એજ સંસ્કારો આપણા છોકરાઓમાં આવે છે. જેવું વાવીએ તેવું ઉગે. મેં પણ વર્ડપ્રેસમાં બ્લોગ શરુ કર્યાને ૮-૧૦ મહિના થયા છે. મારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. હું તો તમારા જેવો સાક્ષર નથી, એટલે જે કંઈ મળે તે ભેગું કરીને રજુઆત કરું છું.
વિપુલ એમ દેસાઈ
પરાર્થે સમર્પણ said
આદરણીય વિપુલભાઈ
આપનો સુરતના સ્વાદિષ્ટ ઊંધિયા જેવો અનેરો સંદેશ પ્રાપ્ત થતા ખુશી ઉપજી.
“શિક્ષણ સરોવર”ના સર્જક શ્રી કિશોરભાઈ સુરત ઉચા ટેકરાની સ્કુલમાં છે તે મારા મિત્ર છે.
આપના ખુબ ભાવના સભર સંદેશ બદલ ખુબ જ આભાર