પિચકારી મને ના મારશો…….
Posted by પરાર્થે સમર્પણ on July 9, 2010
આદ્ય કવિ નરસિંહ મહેતા ગુજરાતના પ્રથમ કવિ છે. તેમનું રચેલું
હોળીના સમયે ગવાતું એક પદ રજુ કરું છું………………………..
=========================================================================
= પિચકારી મને ના મારશો=
===========================================
પિચકારી મને ના મારશો,
ના મારશો હો નંદ લાલ રે , પિચકારી મને ના મારશો.
મારે માથે છે પાણીનું બેડલું,
મારી કેડે છે નાનેરા બાળ રે , પિચકારી મને ના મારશો.
ઘેર સાસુ અમારાં ખીજશે,
કંઈ નણંદલ દેશે ગાળ રે, પિચકારી મને ના મારશો.
ઘેર નાનો દીયેરીયો લાડકો ,
પરણ્યો છે વિખનું ઝાડ રે, પિચકારી મને ના મારશો.
મુખ માંજું ને આંજું રે આંખડી,
બળવંતા ના બાંધું બે હાથ રે, પિચકારી મને ના મારશો.
લ્યો ને અબીલ ગુલાલ ખોળા ભરું,
તે લઈ છાંટો હો નંદલાલ રે, પિચકારી મને ના મારશો.
મે’તા નરસીના સ્વામી શામળા ,
તમે વેગળા અહીંથી જાવ રે , પિચકારી મને ના મારશો.
==========================================================================
પદના રચયિતા===== આદ્ય કવિ નરસિહ મહેતા..==================

સ્વપ્ન જેસરવાકર ====== ગોવિંદ પટેલ

સ્વપ્ન જેસરવાકર ====== ગોવિંદ પ
ડો. કિશોરભાઈ એમ. પટેલ said
આદરણીયશ્રી. ગોવિંદભાઈ
ઘેર નાનો દીયેરીયો લાડકો
ભાઈ ખુબ જ સરસ
કિશોરિયો
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી કિશોરભાઈ,
આ ભજન વસંત પંચમીથી ધૂળેટી સુધી ગવાય…. આપના પ્રતિભાવ બદલ આભાર.