પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

સિંદુર આજ ઘોળી લાવ્યો છું….

Posted by પરાર્થે સમર્પણ on August 16, 2010


સિંદુર  આજ  ઘોળી લાવ્યો છું
===================================================================
દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું,
વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું,

કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,
તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું,

દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,
સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,

પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ,
ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,

ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું,
હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,

પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી,
આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,

સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું,
દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,

પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,
લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,

ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,
કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ.

===============================================================================

- એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )

===============================================================================
 
સંકલન: ’ સ્વપ્ન’  જેસરવાકર  ( ગોવિંદ પટેલ)

6 Responses to “સિંદુર આજ ઘોળી લાવ્યો છું….”

  1. ’પ્રમથ’ said

    સુંદર અને હૃદયસ્પર્શી રચના!

  2. સુંદર,હૃદયસ્પર્શી રચના

    • આદરણીય શ્રી કિશોરભાઈ
      આપે તો એક આદર્શ શિક્ષક છો. આપના પ્રતિભાવથી હરખ થાય જ ને
      આપના સુન્દર પ્રતિભાવ બદલ ખુબ આભાર.

  3. nice
    દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,
    સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers