મુક્તકો…….
Posted by પરાર્થે સમર્પણ on October 6, 2010
મુક્તકો ……
====================================
ચાલતાં જ્યાં પડછાયો તમારો પડતો હતો,
પાગલ હતો હું એ જ જમીનને ચૂમતો હતો.
પણ ક્યાં હતી તમને કદીય ફિકર લાગણીની ,
હું તમને જીવનમાં ક્યાંય પણ નડતો હતો.
==============================================
જીવન જીવવાની કળા તમારી અજબ છે,
પ્રેમના ઢોંગ કરવાની તમારી કળા ગજબ છે.
તમારા પ્રેમ ખાતર બદનામી ભોગવી જેણે,
તેને તરછોડવાની કળા પણ લાજવાબ છે.
===============================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )