સનેડો હો લાલ સનેડો…. કટાક્ષ કાવ્ય
Posted by પરાર્થે સમર્પણ on October 9, 2011
સનેડો હો લાલ સનેડો…. કટાક્ષ કાવ્ય
==========================================
મિત્રો નવલી નવરાત્રીમા રૂમીઝુમીને ગરબે મહાલ્યા.
હવે શરદ પૂર્ણિમા આવશે તો ચાલો શરદના રાસ રમવા
એક નવતર પ્રકારનો સનેડો માણીએ….
=========================================
સનેડો સનેડો સનેડો હો લાલ સનેડો
સમજી વિચારીને હાંભળજો રાજ લાલ સનેડો………………..હો રાજ સનેડો
ગુણલા ગાવો બાપુના ને ગાંધીજીએ એ રાખી લાજ
અંગ્રેજોને હચમચાવ્યા ને, એમણે આંચકી લીધાં છે રાજ…….હો રાજ સનેડો
ભાઈ ઓ ભાઈ બરાક ને તમે સાંભળો ને વાત જરાક
મંદીનો માર ઝીલાય નહિ, હવે મિશેલ કહે ઓ-ભામા………હો રાજ સનેડો
ઝરદારી તો ઝકડાઈ ગયા ને પડ્યો છે બે બાજુનો માર
સેના આઈ.એસ.આઈ ગાંઠે નહિ, હવે ગાદી ખોવાનો સાર………હો રાજ સનેડો
કેમરૂન તો ક્રોધે ભરાયા ને બ્રિટન બની ગયું છે બેહાલ
સૂર્ય હવે આથમી ગયો છે, હવે એતો આજે તૂટે કે કાલ ……..હો રાજ સનેડો
બાંગ્લા દેશમાં બહુ થયું ને સાંભળો શેખ હસીના
માગ્યું તે આપ્યું છે અમે, હવે તમે ના બનશો કમીના………….હો રાજ સનેડો
ગદાફી તો ગાંડો થયો ને ખુબ કર્યો છે નર સંહાર
આંતર વિગ્રહ ફાટી નીકળ્યો, એણે હવે છોડ્યા ઘરબાર ……….હો રાજ સનેડો
નેપાળમાં પાળ બંધાઈ ને પ્રગટ્યું છે માઓ રાજ
રાજાશાહી ખતમ થઇ ,જોજો તમે પ્રજા થાશે તારાજ …………હો રાજ સનેડો
દિવાળી તો ડોકિયા કરતી ને ના મળતું ટીપું તેલ
પ્રજા વલખાં મારે, આતો વેપારી ને સરકારનો ખેલ ……………હો રાજ સનેડો.
સરદાર ને કેમ વિસરીએ એ છે ભારતના ભડવીર
દેશને તો એક જ કર્યો , એમણે રાજાઓનાં નમાવ્યા શિર……….હો રાજ સનેડો

જવાહરલાલજી જબરા એમને વહાલું ગુલાબનું ફૂલ
શાંતિ દૂત ભલે થયા ,પણ કાશ્મીરમાં કરી છે ભૂલ……………..હો રાજ સનેડો
ગાય શીખે ને સાભળે આ અનોખો સનેડો આજ
નર નારી હરખે ભર્યા, ગુણ ગાયે ગોવિંદ રાજ ………………હો રાજ સનેડો.
==================================================
નોધ-= કોઈ વ્યક્તિ પાસે પૈસા ના હોય અગર કોઈ મહેમાન આવે
ત્યારે ઘરમાં ખાંડ કે ચા અગર દૂધ ના હોય ત્યારે ઘરના મહિલા
વાત કરતા કહે કે “ હું તો વસ્તુ વિના ઓભાતી હતી
આ ઓભાવું શબ્દ ચરોતરમાં ખાસ વપરાય છે. એટલે ફસ્ટ લેડી મિશેલ
ઓબામા ને કહે છે….ઓ- ભામા એટલે કે ઓભાઈશ નહિ.
===============================================
સ્વપ્ન જેસરવાકર
અશોક મોઢવાડીયા said
શરદપૂનમની રાતડી ને ચાંદો ચઢ્યો આકાશ,
પરાર્થે સમર્પણના ચોકમાં, થાય સનેડો ઝક્કાસ …..હો રાજ સનેડો..
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી અશોકભાઈ,
શરદ પૂનમની રાતડીએ ઝક્કાસ સનેડો થશે.
આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ આભાર.
nabhakashdeep said
સનેડો દ્વારા આજના યુગને આપે રંગભરી રીતે ગરબે ઘૂમાવ્યો.
સરસ રચના…શ્રી ગોવિંદભાઈ
રમેશ પટેલ(આકાશદીપ)
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી રમેશભાઈ,
હમેશની માફક આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ said
શરદ પુનમને દિને આપનો ચોરો
વધુ પ્રકાશમાન બન્યો સાહેબ
સરસ પંક્તિઓ
” પ્રજા વલખાં મારે, આતો વેપારી ને સરકારનો ખેલ ……………હો રાજ સનેડો.
સરદાર ને કેમ વિસરીએ એ છે ભારતના ભડવીર………….! “
પરાર્થે સમર્પણ said
માનનીય શ્રી કિશોરભાઈ,
સનેડો ગાવા ફરી પધારજો.
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર.