અમારા ચુંટેલા અમને નડે છે…કવિતા
Posted by પરાર્થે સમર્પણ on January 16, 2012
અમારા ચુંટેલા અમને નડે છે…કવિતા
====================================
ચુંટણીમાં શીરા પુરીની પંગત જમાડી
પૈસા કપડાં વહેચી ને દારૂ પીવડાવી
મતો ઉઘરાવીને દિલ્હી દોડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી
એક બીજાને આક્ષેપોથી નવડાવી
રેલીમાં ને સભામાં પથરા પડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
ચુંટાયા પછી સુરત (મોઢું) ના દેખાડી
ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી
પાંચ વર્ષે લોકોની પાછળ પડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
ધર્મો ને કોમોના પ્રશ્નો જગાવી
અનામત માટે લોકોને લડાવી
અખંડતા ને એકતાની રાડો પાડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
રેલીઓ અને યાત્રાઓમાં ભીડ જમાવી
ટ્રાફિકમાં નિર્દોષ જનતાને ફસાવી
હવે ખૂણે ખાંચરે શોધ્યા ના જડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
ચુંટાયા પછી એ મહેલોમાં પહોંચી
કુટુંબ સાથે પરદેશના ચક્કરો કાપી
ફક્ત વેતન ને ભથ્થાં માટે લડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
રાહુ અને કેતુ તો સૌને નડે છે
આ જીવતા ભૂતો છાતી પર ચડે છે
‘સ્વપ્ન’ નું વ્યથિત અંતર રડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
=======================================================
મિત્રો આ વિચાર અને કવિતા નવ નિર્માણ અને કટોકટીના સમય ની છે
સ્વપ્ન જેસરવાકર
Arvind said
આજના રાજકારણ પર સુંદર કટાક્ષ કરતી કવિતા.
પરાર્થે સમર્પણ said
આપનો ખુબ ખુબ આભાર.
chandu said
ગોવિંદ રાજા,
ચુંટણીની મોસમ ફૂલ ભરમાં ખીલી છે. અહી ભારતમાં બધા તમને ખુબ યાદ કરે છે.
ચુંટણીનો ચકરાવો જબરો રચ્યો છે.. જલ્દી ભારત આવો.
પરાર્થે સમર્પણ said
શ્રી ચંદુભાઈ,
ખુબ ખુબ આભાર આપનો. મારું મન પણ યુપી જવા તલપાપડ થઈ રહ્યું છે.
nabhakashdeep said
આપણા પ્રતિનિધિઓની આ ઓળખાણ અળખામણી થાય તેની રાહ જોઈએ.
સુંદર કવન …શ્રી ગોવિંદભાઈ’ સ્વપ્ન’નું.
રમેશ પટેલ(આકાશદીપ)
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
આપના આશીર્વાદ સહ ભારતની મુલાકાતે આવતી કાલે જઈ રહ્યો છું.
આ ચુટાયેલા ચહેરાઓને કદાચ મળવાનું થશે.
આપના સંદેશ બદલ ખુબ આભાર.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ said
શ્રીમાન. ગોવિંદભાઈ
વાહ, ખુબ જ સરસ રસદાર રચના
સુંદર કટાક્ષમય પંક્તિ ભાઈ………….!
” ધર્મો ને કોમોના પ્રશ્નો જગાવી
અનામત માટે લોકોને લડાવી
અખંડતા ને એકતાની રાડો પાડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.”
પરાર્થે સમર્પણ said
શ્રી કિશોરભાઈ
આપના અમુલ્ય સંદેશ બદલ ખુબ ખુબ આભાર.