પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

અમે ભારત માતાનાં બાળકો રે… કવિતા

Posted by પરાર્થે સમર્પણ on January 28, 2012


અમે ભારત  માતાનાં બાળકો રે… કવિતા

====================================================================
 
           ચિત્ર માટે ગુગલનો આભાર
=======================================================
 
અમે  ભારત માતાનાં  બાળકો રે
 
                       જેનો  ગરવો  ગણાય  ઈતિહાસ રે….  અમે ભારત.
 
જેને  શિરે  હિમાલય  શોભતો   રે
 
                        જેમાં  ગંગા  નદીનો   નિવાસ  રે…… અમે ભારત.
 
વેદ ગીતા લખાયા જેની ગોદમાં રે
 
                       મહા ભારત  રામાયણ   સાથ  રે……  અમે ભારત.
 
રામ કૃષ્ણ  ને  બુદ્ધ ની   ભોમકા રે
 
                       વિનોબાજી જ્યાં દેતા  પ્રકાશ રે …… અમે ભારત.
 
જેમાં ગાંધી ગોપાળ ને તિલક થયા રે
 
                      જેમાં જન્મ્યા   જવાહરલાલ  રે ……… અમે ભારત.
 
થયા  રાણા પ્રતાપ ને  સુભાષ  જયાં  રે
 
                     થયા  શિવાજી  સરીખા  મહાવીર  રે…. અમે ભારત.
 
જેમાં ભગતસિંહ ને  સુખદેવ  થયા રે 
 
                     થયા  આઝાદ શા એકલવીર   રે…….  અમે ભારત.
 
કર્યું   છે  અખંડ ભારત  જેમણે   રે
 
                     થયા  છે એવા સરદાર શુરવીર રે…… અમે ભારત.
 
આવે છે પ્રજાસતાક દિન  અનેરો રે
 
                    લખીએ  અનેરો અમર ઈતિહાસ રે……. અમે ભારત.
 
=================================================================================
 
સ્વપ્ન”  જેસરવાકર  

4 Responses to “અમે ભારત માતાનાં બાળકો રે… કવિતા”

  1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

    સરસ રચના

    ભારતમાતાના બાળકો પર સુંદર રચના

    હવે ભારત માતાના બાળકો પર હવે સમગ્ર લાજ રાખવાનો સમય

    આવી ગયો છે.

  2. ભારતમાતાના… સુંદર રચના

    પ્રજાસતાક દિન લખીએ અનેરો અમર ઈતિહાસ.

    Ramesh Patel(Aakashdeep)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers