જોજો અમારે પનારે પડતા… કાવ્ય
Posted by પરાર્થે સમર્પણ on February 17, 2012
જોજો અમારે પનારે પડતા… કાવ્ય
============================
કાઢી પાસપોર્ટ પરલોકનો ચિત્રગુપ્તે મોકલી દીધો છે
ને યમરાજે પણ વિઝાનો સંદેશ મને પાઠવી દીધો છે
ઘર મારું રોજ ખોળે છે નિત્ય મને પરલોક લઇ જવા
કદીક ભારતમાં તો ક્યાંક અમેરિકામાં મને શોધી રહ્યો
નથી ખબર યમરાજને કે છીએ અમારા નેતાઓ જેવા
કોર્ટ ભાગેડુ જાહેર કરે તો પણ સમારંભમાં ખાઈએ મેવા
અમારા માટે તો કોર્ટ પોલિસ કે ચુંટણી પંચ છે મગતરાં
આ બધાને ખિસ્સામાં રાખી ને માગીએ જમીન આગોતરા
આ બધા અમને રોજ જુએ ને જાણે તોય અમે ના ગણતા
યમરાજ ભૂલભુલામણીમાં પડશો જોજો અમારે પનારે પડતા
============================================
સ્વપ્ન જેસરવાકર
સુરેશ જાની said
સ્વપ્ન = સત્યવાન !! યમરાજાને ઘેરથી પાછા આવે તેવા.
સાવિત્રીબેનને વંચાવજો !!!
પરાર્થે સમર્પણ said
આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
સત્ય વાત હમણાં ભારતની સફરેથી પાછો આવ્યો . નીકળવાના ચાર દિવસ પહેલાં તબિયત એવી બગડી હતી કે ના પૂછો. અને આવીને પણ
જાણે યમરાજ આટાં મારતા હોય તેવો અનેરો અનુભવ થયેલો તે વિચારીને જ આ કાવ્ય સ્ફૂર્યું હતું.
આપના આશીર્વાદ સમ ભાવવાહી સંદેશ બદલ ખુબ ખુબ આભાર.
nabhakashdeep said
ગોવિંદભાઈ એટલે લોક-પરલોકના અહેવાલના હવાલાનો નારદજી પાસેથી પરવાનો ધરવતા
લાડીલા લાખેણા કવિ અને લેખક.
રમેશ પટેલ(આકાશદીપ)
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી રમેશભાઈ (આકાશદીપ)
આપના સ્નેહ અને પ્રેમથી ભરપુર આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ said
શ્રીમાન. ગોવિંદભાઈ
યમરાજ અને ગોવિંદભાઈ આ શક્ય જ નથી.
તબિયત તો હવે બગડે અને સુધરે…!
કાળજી રાખશોજી.
આપણે બસ લખ્યા જ કરવાનું.
કમ્પ્યુટરનો ઉપયોગ થોડો ઓછો કરવાનો સાહેબ,
” રતન જેવી આંખોની વધુ કાળજી લેશોજી. “
પરાર્થે સમર્પણ said
માનનીય શ્રી કિશોરભાઈ,
મિત્રોની આવી લાગણી છે એજ મારે મન મહત્વનું છે.
મુરબ્બી રમેશભાઈએ ફોન પણ આવી જ લાગણી વ્યક્ત કરી હતી.
આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર.