સોમનાથ મહાદેવ…કવિતા
Posted by પરાર્થે સમર્પણ on February 19, 2012
સોમનાથ મહાદેવ…કવિતા
=================================================

મહા શિવરાત્રીનાં પાવન પર્વે ગરવા ગિરનારની તળેટીમાં
આવેલા ભવનાથ મહાદેવ મંદિરે મોટો મેળો ભરાય છે.
બાબા ભોલેનાથ શંકર દાદાની પૂજા થાય. તો દ્વાદશ લિંગના
શ્ર્લોકમાં ” સૌરાષ્ટ્ર ના સોમનાથ દાદા ” પ્રથમ આવે છે.
આથી ” સોમનાથ મહાદેવ ” કાવ્ય રચ્યું છે. )
===========================================
સોનાનું શિખર શોભતું સાગર તો લહેરાય
મન મંદિરમાં વસતા એ ભોલે નાથ સદાય
નાથ ભોળો દ્વાદશ લિંગમાં પ્રથમ ગણાય
થશે કલ્યાણ સૌનું એ કરતો હરેકની સહાય.
મહાદેવ એ જગનો, દેવાધિદેવ તો કહેવાય
હાર છે હૈયાનો ભાઈ, સદા સૌરાષ્ટ્રે સોહાય
દેવ છે દુનિયાનો સોમનાથ નામે ઓળખાય
વચન સિદ્ધ કર્યું“સરદારે“સમગ્ર વિશ્વે વખણાય
==========================================
‘ સ્વપ્ન ’ જેસરવાકર
nabhakashdeep said
પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવની કૃપા અમ પરને
વિશ્વમાં સદા રમતી રહે એવી પ્રાર્થના. સુંદર કાવ્ય.
રમેશ પટેલ(આકાશદીપ)
પરાર્થે સમર્પણ said
આદરણીય શ્રી રમેશભાઈ (આકાશદીપ)
આપના સ્નેહ અને પ્રેમથી ભરપુર આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ said
શ્રી. ગોવિંદભાઈ
સોમનાથ મહાદેવની અસીમ કૃપા આપ અને આપના
પરિવાર પર થાય એવી અંતરની શુભેચ્છાઓ.
” ખુબ જ સરસ લેખન “
પરાર્થે સમર્પણ said
માનનીય શ્રી કિશોરભાઈ,
જય સોમનાથ દાદા. આપના પર કૃપા વરસાવે.
આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર.