પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Archive for the ‘કાવ્ય-ગઝલ’ Category

અનોખો યશ રહ્યો …( કાવ્ય=ગઝલ )

Posted by પરાર્થે સમર્પણ on March 5, 2011

અનોખો યશ રહ્યો…. (કાવ્ય-ગઝલ)

===========================================

જીવન સ્વપ્નની વાતો  અજીબો ગરીબ  

છતાંયે  જીવનમાં હવે કશો રસ ના રહ્યો

જીવન સંગ્રામ તણો   રસ્તો   અટપટો

પરંતુ જીવન ઘડતરમાં એ  સરસ  રહ્યો

મિત્રતા માણી છે આ જીવનમાં એવી

ના દુશ્મનો સાથે  કદીયે પણ સંઘર્ષ રહ્યો

જે ઈર્ષા ને અદેખાઈ  હમેશાં  કરતાતા   

અડીખમ રહી સદાય એમને વશ ના રહ્યો  

સૂર્ય જેમ પ્રકાશ્યો  હર હંમેશ કાયમ

એમના મ્હેણાં ટોણામાં કોઈ કશ ના રહ્યો

જિંદાદિલીથી જીવી છે  આ જિંદગી

હરેકની સાથે જીવનમાં  સબરસ  જ રહ્યો

આશા હતી મને  એ જરૂર આવશે જ

આવ્યા એ જાણી આનંદ નસેનસ જ રહ્યો

એટલી અસર થઈ એમના આવવાથી

ખરેખર જીવનમાં એક અનોખો યશ રહ્યો  

==========================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in કાવ્ય-ગઝલ | Tagged: | 8 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers