પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Archive for the ‘સ્વપ્ન-કાવ્યો’ Category

રેખા પસંદ હો ગઈ …કાવ્ય

Posted by પરાર્થે સમર્પણ on મે 22, 2012

 

રેખા પસંદ હો ગઈ …કાવ્ય


=====================================


  
હમણાં આપણા રાષ્ટ્રપતિએ ફિલ્મ કલાકારીણી એવી


રેખા ગણેશનની  રાજ્યસભામાં નિમણુક કરી .


=====================================

સારી સંસદ ઓર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઇસસે દંગ હો ગઈ


રાજ્યસભા કે લિયે રાષ્ટ્રપતિ સે રેખા પસંદ હો ગઈ

 
રેખાકે આને સે  જયા બચ્ચનકી રેખાએ તંગ હો ગઈ


રાજ્યસભા કે લિયે રાષ્ટ્રપતિ સે રેખા પસંદ હો ગઈ


સબ સાંસદોકી યે નજરે ઉમરાવજાનકે  સંગ હો ગઈ


રાજ્યસભા કે લિયે રાષ્ટ્રપતિ સે રેખા પસંદ હો ગઈ

 
હેમા જયાપ્રદા સ્મૃતિ ઈરાની  સાથ એક રંગ હો ગઈ


રાજ્યસભા કે લિયે રાષ્ટ્રપતિ સે રેખા પસંદ હો ગઈ


દેખો સાંસદો કે લિયે ભી  યે બાત કેસી દબંગ હો ગઈ


રાજ્યસભા કે લિયે રાષ્ટ્રપતિ સે રેખા પસંદ હો ગઈ


ગ્લેમરસસે ભરી ભરી યે સંસદ અબ રંગા રંગ હો ગઈ


રાજ્યસભા કે લિયે રાષ્ટ્રપતિ સે રેખા પસંદ હો ગઈ


=======================================


સ્વપ્ન જેસરવાકર

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 8 Comments »

સ્વમાન મોતે મરવું છે…કાવ્ય

Posted by પરાર્થે સમર્પણ on મે 15, 2012


 સ્વમાન મોતે મરવું છે…કાવ્ય


=================================


જન્મ્યો છું જગતમાં હું  પણ મારે ગુજરાતી બની રહેવું છે


જગતના ઝંઝાવાતો સામે  હિન્દુસ્તાની  બની  લડવું  છે


સ્વાર્થી જગતના પડકારો ને પોકારો પાડીને જ  કહેવું છે


માનવ થઈને જન્મ્યા જગતમાં માનવ  થઈને  મરવું  છે


ભ્રષ્ટાચારના ભોરીંગને હવે તો કિશન બનીને નાથવું  છે


ભારતના  મહામાનવનું  સ્વપ્ન  અદકેરું સાચું કરવું છે


બેફામ બની  જીવ્યો  જગમાં ને આઝાદ બની વિહરવું છે


ખોટું કોઈનું કરવું  નહીં હવે પ્રેમ બનીને જ પરવરવું  છે


નડવાનું નહિ કોઈને પણ ને સીધા રસ્તે  તો સંચરવું  છે


પરમાર્થ કેરો પત્થર બનીને હવે  લોક કલ્યાણ  કરવું  છે


‘સ્વપ્નો” સજાવીને અનમોલ જગ આકાશે  વિસ્તરવું  છે


ડોળ કરીને જીવવા કરતાં એક સ્વમાન મોતે મરવું   છે


 
======================================
 
‘સ્વપ્ન’ જેસરવાકર 

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 6 Comments »

માડી તારો જયજયકાર (માતૃ દિન) ..કાવ્ય

Posted by પરાર્થે સમર્પણ on મે 12, 2012

માડી તારો જયજયકાર (માતૃ દિન) ..કાવ્ય


==============================================


માતૃ દિન અર્થાત મઘર ડે નિમિતે ચાલો માતાના ગુણગાન ગાઈએ

માતૃ દિનની શુભેચ્છા સહ



=================================


હે વર્તે જયજયકાર માવડી તારો જગમાં વર્તે જયજયકાર

જેનો કહેતા ના આવે પાર માડી તારો જગમાં વર્તે જયજયકાર

તું છે દયાળી તું છે કૃપાળી તુજમાં વસે દેવી તણો વાસ

કોઈ  તો તને  લક્ષ્મી કહે ને  કોઈ કહે  અન્નપુર્ણાનો  અવતાર …માડી તારો

દેવતાને  તેં જ  જન્મ દીધો ઓળખાણ તારા થકી થાય

કોઈ કહે  જશોદાનો જાયો તો કોઈ કહે કોંશલ્યા તણો  કુમાર….માડી તારો

બાળકને જીવ જેમ સાચવતી ને તેડતી તું ડાબે જ હાથ

હદય આવ્યું  છે ડાબે જ પડખે બાળક  સુણે  હૈયાના ધબકાર….માડી તારો

કોઈ તને મા કહે કોઈ કહે માવડી કોઈ મઘર ને કોઈ બા

માતૃ દિન  ઉજવાય દુનિયામાં મે માસનો બીજો રવિવાર ….માડી તારો .

જગતના વહેવારે  રૂપ તારું છે એક નામો ધર્યા છે જ અનેક

ભાર્યા ભગિની માવડી છે  તું તો ને તારા થકી ચાલે  સંસાર …..માડી તારો 

ઓ માવડી તારા પ્રેમ ત્યાગના ગુણગાન અહર્નિશ ગાઈએ

માડી કૃપાથી “ગોવિંદ ” ગાયે  તારો મહિમા છે  અપરંપાર ……માડી તારો


============================================


સ્વપ્ન જેસરવાકર

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 8 Comments »

ધન્ય છે બ્રહ્મ મંડળી…

Posted by પરાર્થે સમર્પણ on April 24, 2012

ધન્ય છે બ્રહ્મ મંડળી…

=========================================

આજે ૨૪ એપ્રિલ  પરશુરામ જયંતીના શુભ અવસરે બ્રહ્મ સમાજને

 ખુબ ખોબલા ભરીને અભિનંદન…..

==========================================

ક્યાંક જાની ક્યાંક જોશી કયાંક મચી રહ્યા છે પંડ્યા

ક્યા વ્યાસ ક્યાંક ત્રિવેદી મળી હસાવવાને છે મંડ્યા

હાસ્ય દરબારે જુઓ   કેવી કેવી છે બ્રહ્મ કેરી મંડળી

જુગ જુગ જીવો ને ખુબ હસાવો છે પરશુરામ જયંતિ

કિનારે બેસી માણીશું આ  અનોખા હાસ્ય કેરા ટુચકા

ગોપ, વિનોદ અશોક ને વાંચકો સાથે મુસ્કરાય વલીદા

========================================

સ્વપ્ન જેસરવાકર

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 8 Comments »

ધરતી દિન…કાવ્ય

Posted by પરાર્થે સમર્પણ on April 22, 2012

 

ધરતી દિન…કાવ્ય

======================================

 

મિત્રો આજે ૨૨ એપ્રિલ એટલે “અર્થ ડે” (ધરતી દિન)

જે ધરતી માતા આપને પાળે પોષે તેવી ધરતી માતાની

વંદના કરીએ.

==========================================

ઝીલો ઝીલો આજે સહુ કોઈ “ધરતી દિન” કેરો સાદ

આભાર માનીને  ધરતીનો  જગાવીએ  અનેરો નાદ

ઝીલે ભાર માનવ પશુ પક્ષી તણો ના કલેશ લગાર 

અર્પે ધન ધાન્ય જળ  ખનીજ તેલ ધાતુઓ અપાર

છાતી પર પર્વત ઝીલે ને ખળખળ ઝરણાં લગાતાર

વનરાજી વહેતી નદીઓ સાથે ઝીલે સમંદર કેરો ભાર

પૂજન અર્ચન કરી માનીએ  ધરતીનો ખુબ છે આભાર

આજે “ધરતી દિન” અનેરો સંદેશ પહોચાડીએ દ્વાર દ્વાર

========================================

સ્વપ્ન જેસરવાકર

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 8 Comments »

આતા અનમોલ નાણું છે…જન્મ દિનની શુભેચ્છાઓ

Posted by પરાર્થે સમર્પણ on April 15, 2012

 
આતા અનમોલ નાણું છે…જન્મ દિનની શુભેચ્છાઓ
=================================

 
૧૫ એપ્રિલ એટલે જવામર્દ ને જોશીલા  તથા ખુદારી

 
ને ખુમારીનું અનોખું ઉદાહરણ એવા  આદરણીય વડીલ

શ્રી હિંમતલાલ જોશી (આત્તા) નો જન્મદિન.

===================================

 

આતા તો અમારા  છે જ અલબેલા

આતા અમારું એક નવલું ઘરેણું છે

નામ તો છે એમનું જ હિંમતલાલ 

અટક છે જોશી પણ ના  ટીપણું છે

ગરવા ગીરનાર તણા છે એ વાસી

બ્લોગ જગત કેરું અનમોલ નાણું છે

જીવન સંઘર્ષની વાતો ને મૂલવતા

અનુભવનું તો એ અનોખું અથાણું છે

વહાલપ કેરી વાતોથી આપે આશીર્વાદ

‘સ્વપ્ન’ને મન તો  મજાનું વસાણું છે

જિંદગીના ઝંઝાવતો સામે એ ઝઝુમતા
 
ખુદારી અને ખુમારીનું વહેતું ઝરણું છે

એરિઝોનાના ફિનિક્સમાં વસે બળીયો

એકાણુંમું વહી ગયું ને આજે બેઠું બાણું છે

=============================
સ્વપ્ન જેસરવાકર

 

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 28 Comments »

તોય ઘણું છે … કાવ્ય

Posted by પરાર્થે સમર્પણ on April 10, 2012

 તોય ઘણું છે … કાવ્ય
==============================================
 
અરમાનો આ હિન્દુસ્તાનના એ પુરા થાય તોય ઘણું છે

વામણા નેતાઓથી કાશ્મીર કોકડું ઉકેલાય તોય ઘણું છે

સરદાર જેવી અડગતા ને આસ્થા છે આજે ક્યાં ?

એ  સિદ્ધાંતોને આદર્શ બનાવી અપનાવાય તોય ઘણું છે.

સુભાષને સમરો જરા ને ભગતસિંહને ના ભુલાવશો

શહીદોની   શહીદીને  ક્યાંય ના વટાવાય  તોય ઘણું   છે.

અરુણાચલ કેરી આગ ને તેલાંગણ  કેરું ગુમડું

ઠારી આગ ને સફળ શસ્ત્રકિયા કરાવાય  તોય   ઘણું છે.

નિત નવાં ઉછળે છે મોજાઓ  કૌભાંડ કેરાં

સુપ્રીમ કોર્ટ દ્વારા એમને સાટકા  મરાય  તોય ઘણું છે.

નીતિમત્તાની વાતો કરતાં ઓ નફફટ  નેતાઓ

ચીન પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાય તોય ઘણું છે.

છપ્પન ભોગ ધરાવ્યાને ઝાપટી ગયા છે ઝરદારી

જો શાંતિ પ્રક્રિયાની બે ચાર વાતો થઇ હોત તોય ઘણું છે

સ્વમાનથી જીવો અને દેશાભિમાનનો પંથ ઉજાળો

કટકી બટકીમાંથી ઉંચા આવી  સમાજ સેવા થાય તોય ઘણું છે.

સાથે મળી ‘ સ્વપ્ન’ સજાવો બાપુ,સરદાર,સુભાષ કેરું

સ્વાભિમાન કેરી લોક લાગણીનું એક ભારત રચાય તોય ઘણું છે.

===============================================
સ્વપ્ન જેસરવાકર

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 6 Comments »

ચઢાવો ચડાવ્યા કરું છું…કાવ્ય

Posted by પરાર્થે સમર્પણ on April 3, 2012

ચઢાવો ચડાવ્યા કરું છું…કાવ્ય  

=======================================

             

                  ચિત્ર માટે ગુગલનો આભાર

=======================================

વેડફી દીધો છે મત મારો હવે ભોગવ્યા કરું છું

મોંઘવારી માતને નિત ચઢાવો ચડાવ્યા કરું છું

ક્યાંક તેલમાં ક્યાંક રેલમાં હંમેશ લુંટાયા કરું છું

મોંઘવારી માતને નિત ચઢાવો ચડાવ્યા કરું છું

ક્યાંક શિક્ષણમાં કૈક  મિશ્રણમાં અટવાયા કરું છું

મોંઘવારી માતને નિત ચઢાવો ચડાવ્યા કરું છું

ક્યારે મુકશે કેડો એ  નેડો રોજ લગાવ્યા કરું છું

મોંઘવારી માતને નિત ચઢાવો ચડાવ્યા કરું છું

મોહનની મોરલી ને પ્રણવ પટારા જોયા કરું છું

મોંઘવારી માતને નિત ચઢાવો  ચડાવ્યા કરું છું

સરકારને સકંજામાં લેવાની વાતો વાંચ્યા  કરું છું

મોંઘવારી માતને નિત ચઢાવો ચડાવ્યા કરું છું

સરકાર વિરોધ પક્ષની સમજુતી સમજ્યા કરું છું

મોંઘવારી માતને નિત ચઢાવો ચડાવ્યા કરું છું

==========================

સ્વપ્ન જેસરવાકર

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 12 Comments »

આઝાદીના દીવાના શહીદો…કાવ્ય

Posted by પરાર્થે સમર્પણ on March 23, 2012

 

આઝાદીના દીવાના શહીદો…કાવ્ય
================================
 
 
૨૩ મી માર્ચ એટલે ભારતની આઝાદીના દીવાના એવા શહીદ વીરો
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેમણે હસતા મુખે ફાંસીએ ચઢીને
આઝાદીના ઇતિહાસના પ્રકરણમાં શહાદત વીરોનું અનેરું સન્માન પામ્યા.
આવો આજે સહુ સાથે મળી તેમની શહાદતને યાદ કરીએ.
 
23 March Bhagat Singh, Rajguru & Sukhdev  are goin
           ચિત્ર માટે ગુગલનો આભાર
=================================
 
હતા અમે તો આઝાદીના એવા જ  દીવાના
 
દેશદાઝ કાજે લીધાં છે પ્રણ મરી ફીટવાના
 
આઝાદીની દુલ્હનને લોક હૈયે ઝુલાવવાના
 
અંગ્રેજી સલ્તનત કેરા જુલ્મો નહિ સહેવાના
 
હતો હું ભગત પણ નહિ ખ્વાબ પૂજાવાના
 
છું  સુખદેવ નથી દિવસો સુખ ભોગવવાના
 
છું રાજગુરુ પણ ઓરતા છે જંગે ચઢવાના
 
ખેલીશું જંગ એવો કે  સલ્તનતને ધ્રુજાવાના
 
ઇન્કિલાબ જિંદાબાદનો એક નારો ગજવનારા
 
વંદે માતરમના કોમી નારે શહીદી વહોરનારા
 
ભલે ભુલાવી દે અમને આજે સત્તા ભોગવનારા
 
અમ શહીદો જન માનસમાં હરદમ ધડકનારા
 
==============================
સ્વપ્ન જેસરવાકર

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 10 Comments »

સદી આઈ હે આઈ હે સદી આઈ હે…કાવ્ય

Posted by પરાર્થે સમર્પણ on March 17, 2012

સદી આઈ હે આઈ હે સદી આઈ હે…કાવ્ય=ગઝલ  
===================================
     ચિત્ર માટે ગુગલનો આભાર
દુનિયામાં ભારતીય ક્રિકેટને એક આગવી ઓળખ આપી
કીર્તિમાન સર કરી ભારતનું નામ રોશન કરનાર મહાન
ક્રિકેટર શ્રી સચિન તેંદુલકરને ખુબ ખુબ અભિનંદન
અને આ કાવ્ય શતકોના શતકના પ્રણેતા સચિનને અર્પણ
========================================
રાગ=ચિઠ્ઠી આઈ હે આઈ હે…..ફિલ્મ= નામ
=========================================
સદી આઈ હે આઈ હે સદી આઈ હે (૨)

બડે દિનોંકે બાદ  એક સાલકે બાદ સચિનકી સદી આઈ હે .

પહેલે જબ તું ખેલતા થા

સારા દેશ ઝૂમ ઉઠતા થા

આજ તુને કર દી આશ પૂરી

ઝૂમ ઉઠી જનતા આજ સારી

શતકો કા શતક તુને જમાયા સારે ભારતને શોર મચાયા…સદી આઈ હે.

જબ જબ તુ મેદાનમેં આતા

તાલીઓં સ્ટેડીયમ ગુંજ જાતા 

સારે દીવાને ઝૂમકે ગાતે

જબ બોલર ધુલાઇ પાતે

માસ્ટર બ્લાસ્ટરકી છબી ભુનાઈ હર દેશમેં સદી બનાઈ…સદી આઈ હે

દો હજાર ચોક્કે તુને જમાયે 

કિસીકે તુને છક્કે ભી  છુડાયે  

કિસીકો તો  તુ સપનેમેં આયા 

કિસીકો દિનમેં તારા  દિખાયા

વન ડે-ટેસ્ટમેં સો શતક લગાયા રનો કા પહાડ બનાયા…સદી આઈ હે.

આજ દુનિયામેં  એક હી હલ્લા 

ગરજ ઉઠા હે સચિનકા બલ્લા

કહીં જમકર મનાયી બૈશાખી 

કહીં ઉઠી પર્યુષણકી પાલખી

ક્રિસમસકી આઈ હે ખુશી હોલીકે રંગોમે જનતા ડૂબી…સદી આઈ હે.

કહીં કહીં ધૂમકે  ફટાકે  ગરજે 

કહીં આજ ફૂલ ગુલાલ  બરસે  

બનાયા હે રેકોર્ડ સબસે ન્યારા

ઉસ પર ફિરકા  તિરંગા પ્યારા 

સારે ભારતને  મિલકર આજ ઈદ ઓર દિવાલી  મનાઈ…સદી આઈ હે.  

======================================

સ્વપ્ના જેસરવાકર

 

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 20 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers