
Archive for the ‘સ્વપ્ન…ગીત..ગઝલ’ Category
વેચાતો આવ્યો છું…. (કાવ્ય-ગઝલ )
Posted by પરાર્થે સમર્પણ on February 24, 2011

Posted in સ્વપ્ન...ગીત..ગઝલ | Tagged: સ્વપ્ન..કાવ્ય...ગઝલ..વેચતો..આવ્યો..છું. | 18 Comments »
વખોડે છે……. (ગીત-ગઝલ )
Posted by પરાર્થે સમર્પણ on December 14, 2010
વખોડે છે……….
======================================
મુક્તક
=======================
મિત્રો ય મળ્યા છે કેવા જુઓ
એમના જ લહેણાંનો ય ભાર છે.
હસી ખુશી ગુજારતા દિવસ ને રાતો ,
હવે એમણા મહેણાંનો ય માર છે.
==================================
સાગર ઉપર કરી સવારી અમે,
જુઓ નાવને મોજાં રગદોડે છે.
જીવનના બંધન ઝાંઝવા નીર,
એ પળમાં પ્રાણને તરછોડે છે.
સંસાર સંગ્રામ ક્યાંય છે સ્થિર,
એ પળમાં સબંધો ને તોડે છે.
સાચા ખોટાની પરખ કરવા કાજે ,
એ હજારો મોતીઓને ફોડે છે.
કરતા હતા મોજથી વખાણ મારા,
એ મિત્રો જ મને હવે વખોડે છે.
શું કરવું સમજ નથી પડતી મને,
સ્વપ્ન એકલો એકલો જ રડે છે.
=================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
Posted in સ્વપ્ન...ગીત..ગઝલ | Tagged: 'સ્વપ્ન 'ગીત...ગઝલ, સ્વપ્ન...કાવ્ય..વખોડે છે.... | 10 Comments »
સિંદુર આજ ઘોળી લાવ્યો છું….
Posted by પરાર્થે સમર્પણ on August 16, 2010
વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું,
કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,
તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું,
દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,
સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,
પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ,
ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,
ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું,
હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,
પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી,
આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,
સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું,
દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,
પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,
લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,
ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,
કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ
- એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )
Posted in સ્વપ્ન-કાવ્યો, સ્વપ્ન...ગીત..ગઝલ | Tagged: 'સ્વપ્ન 'કન્યા વિદાય... ગીત..., ગીત...પિતૃભાવ.. | 6 Comments »
સ્વપ્નનું સમર્પણ ” આદિલ” ને……….
Posted by પરાર્થે સમર્પણ on July 12, 2010
Posted in સ્વપ્ન...ગીત..ગઝલ | Tagged: .'સ્વપ્ન '.આદિલ...... ગઝલ.. | 5 Comments »