પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Archive for the ‘સ્વપ્ન…ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ’ Category

મા ખોડલ આવે છે … ગરબો

Posted by પરાર્થે સમર્પણ on March 28, 2012

 

મા ખોડલ આવે છે … ગરબો

==========================

      ચિત્ર માટે ગુગલનો આભાર

============================

ચૈત્રી નોરતાંના થયા  ચમકારા ને મા ખોડલ આવે છે

હે આવે છે રે ભાઈ આવે છે (૨)   મા ખોડલ આવે છે

મધુરું માડીનું મુખડું મલકતું ને હાથમાં ત્રિશુલ ચમકતું

હે દીધો છે ખમકારોને ભાઈ (૨) મા ખોડલ આવે છે

રંગબેરંગી ચુંદડી ચમકતી ને માની મુખાકૃતિ હસતી

હે  ઢોલના ધમકારે ભાઈ  (૨)  મા ખોડલ આવે છે

માડીનું ઝાંઝર ઝમકતું ને  એ ગગને જ ગાજતું

હે નવલી નવરાતો  ભાઈ (૨)  મા ખોડલ આવે છે

માટેલિયામાં  એ ઝૂમતા ને ગળધરામાં છે  ઘૂમતાં

હે રાજપરામાં રંગત ભાઈ (૨) મા ખોડલ  આવે છે

ગોવિંદ  આજ ગુણલા ગાતો ને હૈયેથી આવે હરખતો  

હે રૂમીઝુમી ઝુમજો ભાઈ (૨) મા ખોડલ   આવે છે

========================================

સ્વપ્ન જેસરવાકર

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 6 Comments »

ખોડિયાર બાવની ……

Posted by પરાર્થે સમર્પણ on October 4, 2011

 

      

ખોડિયાર બાવની…. 

 

============================================

 

આજે માં જગત જનનીની પૂજા અર્ચના માટેનું આઠમું

 

નોરતું એટલે કે આઠમ ચાલો સહુ સાથે મળી

 

માં ખોડિયારના ગુણ ગાન ગાઈએ.

 

===========================================

 

 

 

=================================

 

 

જય  જગદંબા ખોડલ માત ,   શક્તિ રૂપે  તું સાક્ષાત.

 

હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.

 

તું બેલી  તું તારણહાર,    જગ સારા  ની    પાલનહાર.

 

ગાજે તારો  જય જયકાર,    વંદન  કરીએ    વારંવાર.

 

નોંધારાની તું    આધાર,      શરણે   રાખી લે સંભાળ.

 

મમતાનો તું સાગર માત,   વેદ  પુરાણે જાણી   વાત.

 

માંમડીયા   ચારણને  ઘેર,    પગલા પાડી  કીધી મહેર .

 

મ્હેણાં  ઉપર  મારી   મેખ ,     ભક્તિની તે  રાખી    ટેક.

 

આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.

 

સતની  તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી  ના આવે ખોટ.

 

અવની પર લીધો  અવતાર,  પરચા પૂર્યા   અપરંપાર.

 

દુષ્ટોનો  કરતી    સંહાર ,   તુજને   જોતાં  કંપે  કાળ .

 

આસન  તારા   ઠામે ઠામ ,  ગૌરવ  ગાજે   ગામે ગામ.

 

નવખંડ ગાજે  તારું નામ,   જગ જનની   તું   પૂરણકામ .

 

જુનાગઢના રા’ ની  નાર,    આવી   માડી  તારે   દ્વાર.

 

દીકરો દઈને ટાળ્યું દુખ ,   અજવાળી  છે એની  કુખ .

 

માયાનાં  કીધા મંડાણ ,  રા’ નવઘણ ને   ક્યાંથી  જાણ .

 

વિપતના વાદળ  ઘેરાય,  લીલા તારી   ના  સમજાય .

 

ડગલે  પગલે ભાળ્યાં,  દુખ,  રાજ્ય તણું  રોળાયું  સુખ .

 

માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.

 

મારગમાં  તાણી  તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.

 

માં  તુજને કીધો   પોકાર ,   જગ  જનની તેં કીધી વ્હાર.

 

મધદરિયે  જાગ્યું  તોફાન,   જાવા  બેઠા    સૌના   પ્રાણ.

 

માડી  તેં  થઈને   રખવાળ , ઉગારી લીધો  નિજ  બાળ .

 

બૂડતાની  તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી  છાંય .

 

દિવસો  પર દિવસો  જાય , રા’ નવઘણ તો મોટો થાય.

 

નૌતમ લીલા  તારી થાય,  ગેડી  દડાની  રમત  રમાય.

 

ભરૂચનો રીઝ્યો  ભૂપાળ , કન્યા કેરાં  દીધાં  છે    દાન.

 

તારણહારી તેં  રાખી ટેક,  નસીબના  તેં  બદલ્યા લેખ.

 

જૂનાગઢનું  મળ્યું  રાજ ,  રા’નવઘણ    રાજાધિરાજ.

 

મામાની  દીકરી જાસલ ,  વિપતના  માથે    વાદળ.

 

સિંધભૂમિમાં થઇ છે કેદ,   છોડાવવાની  લીધી   ટેક.

 

અશ્વારૂઢ થઇ આગળ જાય,  મારગ લાંબો  કેમ કપાય.

 

મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.

 

સ્મરણ કરતાં ભાગ્યું દુખ,  દેવ  ચકલીનું   લીધું   રૂપ.

 

ભાલા  ઉપર બેઠી માત,    બાળકને  દેવાને    સાથ.

 

માયા તારી  અપરંપાર  ,  રા’  ઉતર્યો   સાગરની પાર.

 

જાસલનો થઈને  રખેવાળ,  સિંધ ધણીને  માર્યો ઠાર.

 

ચરણકમળનો  થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.

 

ભાગ્યાની તું ભેરુ માત , એક અટલ  તારો   વિશ્વાસ .

 

આતાભાઈની પૂરી આશ,  રાજપરામાં  કીધો   વાસ.

 

નરનારીનાં હરખે મન,   તુજ   ચરણે  થાતાં પાવન .

 

અંધજનોને દેતી આંખ ,  પાંગળાને  તું  દેતી  પાંખ .

 

મૂંગો તારાં  મંગળ  ગાય, માડી તારી કરુણા  થાય.

 

હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .

 

ખોડલ તારું નામ છે એક, તોય  તારાં સ્થાન  અનેક.

 

ખમકારી  તું માં ખોડીયાર,  સુખ  શાંતિ સૌને  દેનાર.

 

સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.

 

તારી કૃપા જેના પર થાય,  દુખ નિવારણ   તેનું   થાય.

 

મનનું  માગ્યું  આપે  માત,  ના  કરતી  કોઈને  નિરાશ.

 

અધમ તણો  કરતી ઉદ્ધાર,   વરસાવે   અમૃતની  ધાર.

 

“બિંદુ” ખોળે રમતો બાળ ,  માડી  કરજો ભવજળ  પાર.

 

===================================== 

 રચયિતા :  શ્રી  બિંદુ ભગત

 

સંકલન :   સ્વપ્ન જેસરવાકર  

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 10 Comments »

સીતા સ્વયંવર ……… ભજન

Posted by પરાર્થે સમર્પણ on April 11, 2011

 


//

સીતા સ્વયંવર…..  ભજન
  
==============================================================
  
મહાકવિ તુલસીદાસ રચિત સીતા સ્વયંવરનું ભજન
 
તમામ કૃતિકાર ( બ્લોગર ) મિત્રોને રામ નવમીની શુભ કામના
 
photo
 
===================================================================== 
 
              રાગ ===   સોરઠ
 
=====================================================================
 
સાખી == સોરઠ સુરો ના સર્જયો ને ના ચઢ્યો ગઢ ગીરનાર
 
               ના નાહ્યો ગંગા- ગોમતી એનો એળે ગયો  અવતાર
 
===============================================================
 
 
વાલા રાજા રે જનકજીના માંડવે
 
અની હો રે આવ્યા મોટા મોટા ભૂપ (૨)  રાજા રે જનકજીના માંડવે
 
 
વાલા સીતાજીના તાત એમ બોલીયા
 
અની હો રે બોલ્યા રાજા રે જનક  (૨)  ધનુષ ઉપાડે કોઈ  રાજવી … વાલા ધનુષ…
 
અની હો રે  આપું કન્યા કેરા દાન  (૨)   રાજા રે   જનકજીના   માંડવે
 
 
વાલા હાંક  મારીને   રાવણ  ઉઠીયો
 
અની હો રે નાખ્યો ધનુષ પર હાથ (૨) હેઠેથી હાથ નીકળ્યો નહિ……વાલા હેઠેથી…..
 
અની હો રે લાજ્યો  લંકાપતિ   રાય (૨)  રાજા રે જનકજીના   માંડવે
 
 
વાલા અયોધ્યાથી શ્રી હરિ  આવિયા
 
અની હો રે આવ્યા રામ ને લક્ષ્મણ  (૨)  ધનુષ ઉપાડી કીધા  ટુકડા…..વાલા ધનુષ.. 
 
અની હો રે ગગને ગયો રે  અવાજ  (૨)   રાજા રે જનકજીના  માંડવે
 
 
વાલા ફડકે પરશુરામ તો જાગિયા
 
અની  હો રે  શેષ  સરક્યા  પાતાળ (૨) દશેય દિગપાલ લાગ્યાં ડોલવા…વાલા દશેય …
 
અની હો રે ધરતી ધમધમ   થાય  (૨)  રાજા રે જનકજીના   માંડવે
 
 
વાલા સીતાજી ઊભાં મંડપ મધ્યે
 
અની હો રે નીરખે  રઘુવીરનાં રૂપ (૨) સાથે  સહેલીઓનો સાથ છે ………. વાલા સાથે…
 
અની હો રે કરમાં દીસે   વરમાળ  (૨)    રાજા રે જનકજીના  માંડવે
 
 
વાલા ચાર જુગની ચોરી કરી
 
અની હો રે પરણે સીતા ને શ્રી રામ (૨) રાજાએ પુણ્યદાન  બહું કર્યા……….વાલા રાજાએ…
 
અની હો રે કોડે  જમાડ્યો   કંસાર  (૨)     રાજા રે જનકજીના   માંડવે
 
 
વાલા તુલસીના સ્વામી રઘુરાય છે
 
અની હો રે અયોધ્યા આનંદ મંગલ ગાય(૨)  હૈયે હરખની હેલી ચઢી ………વાલા હૈયે ….
 
અની હો રે વરત્યો છે  જયજયકાર (૨)   રાજા જનકજીના માંડવે
 
 
=============================================================================
 
 
રચયિતા —-  મહા કવિ તુલસીદાસ
 
સંકલન—–  સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 8 Comments »

પિચકારી મને ના મારશો ….( હોળી ભજન )

Posted by પરાર્થે સમર્પણ on March 17, 2011

 
 આદ્ય કવિ  નરસિંહ મહેતા ગુજરાતના પ્રથમ કવિ  છે. તેમનું   રચેલું
હોળીના સમયે ગવાતું  એક પદ રજુ કરું છું………………………..
=========================================================================
  
   = પિચકારી  મને ના  મારશો=  (હોળી-ભજન)                       
===========================================
 
 
 
 
પિચકારી  મને  ના  મારશો 
ના મારશો  હો નંદ લાલ રે…..   પિચકારી મને ના મારશો.
 
મારે માથે  છે પાણીનું  બેડલું
 
મારી કેડે છે નાનેરા  બાળ  રે…..  પિચકારી  મને  ના  મારશો.
 
ઘેર  સાસુ   અમારાં ખીજશે
 
કંઈ  નણંદલ દેશે  ગાળ રે…..     પિચકારી  મને   ના  મારશો.
 
ઘેર નાનો દીયેરીયો લાડકો
 
પરણ્યો છે વિખનું ઝાડ રે…..     પિચકારી   મને   ના   મારશો.
 
મુખ માંજું ને આંજું રે આંખડી
 
બળવંતા ના બાંધું બે હાથ રે……  પિચકારી   મને  ના   મારશો.
 
લ્યો ને અબીલ ગુલાલ ખોળા ભરું
 
તે લઈ છાંટો હો નંદલાલ રે…..    પિચકારી  મને   ના   મારશો.
 
મે’તા નરસીના સ્વામી શામળા
 
તમે  વેગળા અહીંથી જાવ રે….. પિચકારી  મને  ના   મારશો.
 
==========================================================================
 
 પદના રચયિતા===== આદ્ય કવિ નરસિહ મહેતા..==================
==========================================================================
 
સંકલન= સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )
 

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 10 Comments »

શ્રી શિવ બાવની…. શિવ મહિમા

Posted by પરાર્થે સમર્પણ on March 2, 2011

 

 

//

 

                          શ્રી શિવ બાવની  
  
======================================================
 
            ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત !
 
         જન્મ મૃત્યુ    જરાવ્યાધિ  પીડિતં  કર્મબંધને !!
 
=======================================================
 
 
 
શિવ મહિમાનો નાવે પાર અર્બુદા જનનીની થાયે હાર
 
સુર બ્રહ્મા પણ કાયમ ગાય છતાંય વાણી  અટકી  જાય.. (૧)
 
જેનામાં  જેવું છે જ્ઞાન    તે જ  રીતે  તે  ગાયે   ગાન
 
હું પણ અલ્પમતિ અનુસાર ગુણલા તારા  ગાવું  અપાર… (૨)
 
કોઈ ન પામે તારો ભેદ    વર્ણન  કરતાં  થાકે   વેદ
 
બૃહસ્પતિ પણ ભાવે ગાય છતાંન કોઈ વિસ્મિત  થાય….(૩)
 
મંદમતિ હું તારો બાળ  પીરસવા ચાહું  છું રસથાળ
 
બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ  એ પણ તારું  છે ત્રિગુણ  રૂપ…..(૪)
 
જગતનું સર્જન ને સંહાર  કરતાં તુજને થાય ન વાર 
 
પાપીજન કોઈ શંકા કરે  લક્ષ ચોર્યાસીમાં  કાયમ  ફરે …..(૫)
 
તારી  શક્તિ  કેરું  માપ     જે કાઢે તે  ખાયે માર
 
વળી અજન્મા કહાવો આપ સૃષ્ટિ  ક્યાંથી રચી અમાપ…..(૬)
 
વારે વારે  સંશય  થાય  અક્કલ સૌની  અટકી જાય
 
ત્હારી  કાયા અદભૂત  નાથ  કોણ કરે  તારો  સંગાથ …….(૭)
 
ભસ્મ શરીરે પારાવાર  અદભૂત છે તારો   શણગાર  
 
ફણીધર ફરતા ચારે કોર વનચર કરતા શોર બકોર……(૮)
 
નંદી પર થાયે સ્વાર   ભૂત પ્રેતનું   સૈન્ય  અપાર 
 
બીજ ચંદ્ર છે ઠંડોગાર  ત્રિશુળનો   જબરો  ચમત્કાર………(૯)
 
મસ્તકે વહેતી ગંગાધાર  ત્રીજું લોચન શોભે  ભાલ   
 
સરિતા સાગરમાં સમાય  જગ તુજમાં લીન થાય………(૧૦)
 
અસ્થિર જગ તો કહેવાય તેમાં રહેતા સ્થિર સદાય
 
વાત બધી સમજની  બહાર  હૈયા કેરી થાયે   હાર…….. (૧૧)
 
ગગન માંહે બ્રહ્મા જાય  વિષ્ણુ તો પાતાળે સંતાય
 
છતાં ન નીકળે શક્તિ માપ એવી તારી અદભૂત છાપ..(૧૨)
 
ત્રિભુવનને પળમાં જીતનાર તે પણ આવે તારે દ્વાર
 
રાવણ સ્તુતિ ખુબ કરે  મસ્તક છેદી ચરણે જ ધરે…….(૧૩)
 
આપ કૃપાથી મળિયું બળ  કૈલાશે અજમાવી  કળ
 
અંગુઠો દાબ્યો તત્કાળ  રાવણે પાડ્યો જ ચિત્કાર………(૧૪)
 
શરણે આવ્યો બાણાસુર   બળ તેને દીધું ભરપુર 
 
સાગરે મથતા સુર અસુર  વિષ દેખી ભાગ્યા દુર ……….(૧૫)
 
આપે કીધું છે વિષપાન  નીલકંઠનું પામ્યા માન
 
ઉભું કરે તમ સામે તુત   પળમાં થાયે ભસ્મી ભૂત………(૧૬)
 
વિશ્વ સકળનો તું છે સ્તુત્ય  ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય
 
પૃથ્વી તારો રથ કહેવાય   સૂર્ય શશી ચક્રે સોહાય………(૧૭)   
 
હરિ તમારું પૂજન કરે સહસ્ત્ર કમળને શીશ પર ધરે
 
ચઢાવતાં ખૂટ્યું છે એક  નયન કમળથી  રાખી ટેક……(૧૮)
 
દીધું સુદર્શન ભાવ ધરી  સ્નેહથી સ્વીકારે હરિ
 
યજ્ઞ થકી જે અર્પે ભાવ  તેના સાથી  આપ જ થાવ….(૧૯)
 
ફૂલ મંદન આવ્યો મન માંય  કામ બાણ મારે છે ત્યાંય
 
બાળ્યો પલમાં કરવા નાશ શરણાગતથઈ આવ્યોપાસ..(૨૦)
 
સ્મશાન માંહે કીધો વાસ  ભૂત પ્રેત નાચે  ચોપાસ
 
અગ્નિ સૂર્ય ને પવન શશી  આપ રહ્યા છો વ્યાપક વસી…(૨૧)
 
ગગન ધારા વારિ તમ રૂપ  કહાવો વિશ્વ સકળના ભૂપ
 
ઓમ કાર નિર્ગુણ છો આપ  સુર મુનિવર જપતા  જાપ…….(૨૨)
 
ચારે ખૂણા ને ચારે દિશ    વ્યાપક આપ વસો છો ઈશ
 
માર્કન્ડેયને નાખ્યો પાસ  યમ તણો છોડાવ્યો છે પાસ…….(૨૩)
 
ભોળા માટે ભોળો થાય  સંકટ સમયે કરતો  સહાય
 
શરણાગતના સુધરે હાલ  સંપત આપી કરતો ન્યાલ………(૨૪ )
 
ધરતી સારી કાગળ થાય  સમુદ્ર શાહી  થઈને રેલાય
 
લેખન થાય બધી વનરાય તો પણ શંખનાદ અટકી જાય….(૨૫)
 
પાર કહો શી રીતે પમાય  રામભક્ત થઈ ગુણલા ગાય
 
પાઠ કરે તે પુનિત થાય  જન્મ મરણ  કેરું ચક્કર  જાય……..(૨૬)
 
===================================================================
 
                           ( દોહરો )
 
પાઠ કરે જે પ્રેમથી      સદાય પ્રાતઃ  કાળ
 
રામભક્ત તેનો જગે   થાયે ન વાંકો વાળ
 
==================================================
 
રચયિતા— શ્રી રામભક્ત
સંકલન—- સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 10 Comments »

છેતરાઈ ગયા ભોળા….. ( ભજન )

Posted by પરાર્થે સમર્પણ on March 1, 2011

        છેતરાઈ ગયા ભોળા….  ( ભજન )
 
======================================================== 
 
વ્હાલા મિત્રો બીજી માર્ચ ૨૦૧૧ના રોજ મહા શિવરાત્રીનું મહા પર્વ છે
 
આપ સહુની મનોકામના દેવાધિદેવ ભોલાનાથ શંકરદાદા પૂર્ણ કરે.
 
સહુને મહા શિવરાત્રીની શુભ કામના
 
જય જય શિવ શંકર— જય બમ બમ ભોલે… જય મહાદેવ
 
=======================================================
ચિત્ર માટે આભાર ગુગલનો……
 
======================================================
 
છેતરાઈ ગયા રે  ભોળા ભાંગમાં ભુલાયા
 
છેતરાઈ ગયા રે   ભોળા છેતરાઈ ગયા
 
વૈકુંઠ હતું તે  વિષ્ણુજીએ લીધું
 
બ્રહ્માંડ હતું તે બ્રહ્માજીએ લીધું
 
કૈલાશના ડુંગરા મારા  ભોળાને  દીધા રે ….ભોળા છેતરાઈ.
 
કુમ કુમ હતું તે વિષ્ણુજીએ  લીધું
 
અબીલ હતું તે  બ્રહ્માજીએ  લીધું
 
રાખનાં રખોપા મારા  ભોળાને દીધાં રે ….. ભોળા છેતરાઈ.
 
લક્ષ્મીજી હતાં તે વિષ્ણુજીએ  લીધાં
 
ગીતા ને ગાયત્રી બ્રહ્માજીએ   લીધાં
 
વહેતાં ગંગાજી  મારા  ભોળાને  દીધાં રે ….. ભોળા  છેતરાઈ.
 
અમૃત હતું તે  વિષ્ણુજીએ લીધું
 
દુધના કટોરા  બ્રહ્માજીએ લીધાં
 
ઝેરના કટોરા મારા ભોળાને દીધા રે ………ભોળા છેતરાઈ.
 
હીરા માણેક તો વિષ્ણુજીએ લીધાં
 
મોતીઓની માળા બ્રહ્માજીએ લીધી
 
નાગનાં ગુંચળાં મારા ભોળાને દીધાં રે ……ભોળા છેતરાઈ.
 
ગરુડજીને  તો વિષ્ણુજીએ  લીધો
 
સોનેરી હંસલો બ્રહ્માજીએ   લીધો
 
રખડતો નંદી મારા ભોળાને  દીધો રે……. .ભોળા  છેતરાઈ. 
 
 
======================================================= 
 
રચયિતા—– અજ્ઞાત
સંકલન—– સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 10 Comments »

સતભામાંજી નું રુસણું…….( ભજન..રાસ )

Posted by પરાર્થે સમર્પણ on October 20, 2010

સતભામાંજી નું  રુસણું……( ભજન… રાસ )
=================================================================
 
પ્રિય મિત્રો શરદ પૂનમે ડાકોર ભજન મંડળી લઈને જતા ત્યારે
 
આ ભજન ગવાતું. છેલ્લે ૧૯૮૯ માં ગયેલો હવે જુના ભજનો
 
ગણ ગણાવું ત્યારે તહેવારને અનુરૂપ ભજન યાદ કરીને આપની
 
સેવામાં પ્રસ્તુત કરું છું લગભગ ૨૧ વર્ષનો સમય વીત્યો છે જેથી
 
રાસમાં ભૂલ હોય તો માફ કરવા અને સુધારવા નમ્ર વિનંતી…સહ..
 
===================================================================
 
 
રમવાને આવો રે સતભામાં સુંદરી ,
 
શરદ પુનમનો ચંદ્ર ચઢ્યો આકાશ જો….. રમવાને આવો..
 
કામણગારી  કામણથી નયનો ભરી,
 
રુમઝુમ રુમઝુમ  ઝાંઝરનો ઝમકાર જો…..રમવાને આવો..
 
રમવાને  હું શું આવું  શ્રી હરિ ,
 
જેના પીયુનો  પર  ઘેર હોય  વાસ જો …..રમવાને હું શું…
 
સપનામાં સુખેય ના દીઠું જરી,
 
પરણી ને પછી પસ્તાણી  છું આજ જો ……રમવાને હું શું…
 
ઘેલા નારી ઘેલું  શું   બોલો તમે,
 
તમ થી  વહાલું  કોઈ નહિ  મુજને  જો……..રમવાને  આવો..
 
મારા માનીતા  આ શું  બોલો તમે,
 
ભૂલ હોય તો પ્રેમથી મને સમજાવો જો …….રમવાને આવો…
 
પારિજાતકનું પુષ્પ જ લાવ્યા સ્વર્ગથી,
 
દીધું રુક્ષ્મણી ને  મુજથી   વહાલી ગણી……..રમવાને હું શું..
 
નથી  મળ્યું  પદ મને પટરાણી તણું,
 
તે દહાડાની  લાગી દિલમાં લાય જો……. રમવાને હું શું…
 
મનાવવા સતભામાં ને   સ્વર્ગે ગયા,
 
લાવ્યા પુષ્પને પૂરી  મનની આશ જો…….રમવાને આવો..
 
લીલા જુઓ શ્રી હરિ એ કેવી  કરી,
 
રાસે રમતાં મલકયા છે વિશ્વનાથ જો……રમવાને   આવો…
 
=============================================================
 
રચયિતા— અજ્ઞાત .
સંકલન–સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 6 Comments »

જગદ્મ્બા જગત જનનીની સ્તુતિ….

Posted by પરાર્થે સમર્પણ on October 12, 2010

જગદંબા  જગત જનનીની સ્તુતિ…
=============================================================================
 
રિદ્ધિ દે સિદ્ધિ દે ,  અષ્ટ નવ નીધ્ધિ  દે ,
 
વંશમે વૃદ્ધિ    દે,     બાંક બાની (૨)
 
હદય મેં  જ્ઞાન  દે, ચિત મેં ધ્યાન દે ,
 
અભય  વરદાન   દે    શંભુ રાની (૨)
 
દુખ કો  દુર કર,   સુખ ભરપુર કર ,
 
આશા સમ્પૂર્ણ કર ,  બાળ  જાણી  (૨)
 
સજ્જન સે હિત દે , કુટુંબ સે પ્રીત દે ,
 
જગમાં જીત દે , માં ભવાની રે જગમાં જીત…
 
———————————————————————————————————————————————–===
 
હે અંબા માં તારું દર્શન દુર્લભ ,
 
દર્શનથી  દુખ   ભાગે   છે,   માં દર્શનથી…
 
એ અરજ કરી જે કોઈ માને પોકારે,
 
ધન ભાગ્ય એના  ગામનું  જાગે છે….રે ધન ભાગ્ય…
 
============================================================================
 
હે ખોડલ ખમકારી ,  ગળધર  વાળી,
 
માં તું  મારી    ત્રિપુરારી ,…… ત્રિપુરારી ,
 
મગર  પર સવારી   શોભે   ભારી,
 
ખમ્મા ખમ્મા ખોડલ માડી જી રે   ખમ્મા ખમ્મા ..
 
========================================================================
 
 
હે  માં તું પાવાની પટરાણી ભવાની  માં કાળકા  રે લોલ,
 
તું   પતાઈ ને  શીખ દેનારી   ભવાની  માં કાળકા  રે લોલ.
 
========================================================
 
બોલોને  સહુ જયકારો , હો   જયકારો ,
 
માડી બહુચર  ને  ખોડીયાર નો  સથવારો,
 
રણચંડી રન્નાદે , હો , ચાચર આવે છે ,
 
સોના ગરબો શિર પર મેલી   રંગ જમાવે છે ,
 
માં  અંબા આવે છે ,  જગદંબા  આવે છે.
 
=======================================================
 
સંકલન:  સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 4 Comments »

ખોડીયાર બાવની……

Posted by પરાર્થે સમર્પણ on October 7, 2010

       ખોડીયાર બાવની….  
========================================================
 
જય  જગદંબા ખોડલ માત ,   શક્તિ રૂપે  તું સાક્ષાત.
 
હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.
 
તું બેલી  તું તારણહાર,    જગ સારા  ની    પાલનહાર.
 
ગાજે તારો  જય જયકાર,    વંદન  કરીએ    વારંવાર.
 
નોંધારાની તું    આધાર,      શરણે   રાખી લે સંભાળ.
 
મમતાનો તું સાગર માત,   વેદ  પુરાણે જાણી   વાત.
 
માંમડીયા   ચારણને  ઘેર,    પગલા પાડી  કીધી મહેર .
 
મ્હેણાં  ઉપર  મારી   મેખ ,     ભક્તિની તે  રાખી    ટેક.
 
આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.
 
સતની  તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી  ના આવે ખોટ.
 
અવની પર લીધો  અવતાર,  પરચા પૂર્યા   અપરંપાર.
 
દુષ્ટોનો  કરતી    સંહાર ,   તુજને   જોતાં  કંપે  કાળ .
 
આસન  તારા   ઠામે ઠામ ,  ગૌરવ  ગાજે   ગામે ગામ.
 
નવખંડ ગાજે  તારું નામ,   જગ જનની   તું   પૂરણકામ .
 
જુનાગઢના રા’ ની  નાર,    આવી   માડી  તારે   દ્વાર.
 
દીકરો દઈને ટાળ્યું દુખ ,   અજવાળી  છે એની  કુખ .
 
માયાનાં  કીધા મંડાણ ,  રા’ નવઘણ ને   ક્યાંથી  જાણ .
 
વિપતના વાદળ  ઘેરાય,  લીલા તારી   ના  સમજાય .
 
ડગલે  પગલે ભાળ્યાં,  દુખ,  રાજ્ય તણું  રોળાયું  સુખ .
 
માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.
 
મારગમાં  તાણી  તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.
 
માં  તુજને કીધો   પોકાર ,   જગ  જનની તેં કીધી વ્હાર.
 
મધદરિયે  જાગ્યું  તોફાન,   જાવા  બેઠા    સૌના   પ્રાણ.
 
માડી  તેં  થઈને   રખવાળ , ઉગારી લીધો  નિજ  બાળ .
 
બૂડતાની  તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી  છાંય .
 
દિવસો  પર દિવસો  જાય , રા’ નવઘણ તો મોટો થાય.
 
નૌતમ લીલા  તારી થાય,  ગેડી  દડાની  રમત  રમાય.
 
ભરૂચનો રીઝ્યો  ભૂપાળ , કન્યા કેરાં  દીધાં  છે    દાન.
 
તારણહારી તેં  રાખી ટેક,  નસીબના  તેં  બદલ્યા લેખ.
 
જૂનાગઢનું  મળ્યું  રાજ ,  રા’નવઘણ    રાજાધિરાજ.
 
મામાની  દીકરી જાસલ ,  વિપતના  માથે    વાદળ.
 
સિંધભૂમિમાં થઇ છે કેદ,   છોડાવવાની  લીધી   ટેક.
 
અશ્વારૂઢ થઇ આગળ જાય,  મારગ લાંબો  કેમ કપાય.
 
મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.
 
સ્મરણ કરતાં ભાગ્યું દુખ,  દેવ  ચકલીનું   લીધું   રૂપ.
 
ભાલા  ઉપર બેઠી માત,    બાળકને  દેવાને    સાથ.
 
માયા તારી  અપરંપાર  ,  રા’  ઉતર્યો   સાગરની પાર.
 
જાસલનો થઈને  રખેવાળ,  સિંધ ધણીને  માર્યો ઠાર.
 
ચરણકમળનો  થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.
 
ભાગ્યાની તું ભેરુ માત , એક અટલ  તારો   વિશ્વાસ .
 
આતાભાઈની પૂરી આશ,  રાજપરામાં  કીધો   વાસ.
 
નરનારીનાં હરખે મન,   તુજ   ચરણે  થાતાં પાવન .
 
અંધજનોને દેતી આંખ ,  પાંગળાને  તું  દેતી  પાંખ .
 
મૂંગો તારાં  મંગળ  ગાય, માડી તારી કરુણા  થાય.
 
હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .
 
ખોડલ તારું નામ છે એક,  તોય  તારાં સ્થાન  અનેક.
 
ખમકારી  તું માં ખોડીયાર , સુખ  શાંતિ સૌને  દેનાર.
 
સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.
 
તારી કૃપા જેના પર થાય,  દુખ નિવારણ   તેનું   થાય.
 
મનનું  માગ્યું  આપે  માત , ના  કરતી  કોઈને  નિરાશ.
 
અધમ તણો  કરતી ઉદ્ધાર ,  વરસાવે   અમૃતની  ધાર.
 
“બિંદુ” ખોળે રમતો બાળ ,  માડી  કરજો ભવજળ  પાર.
 
============================================================
 
રચયિતા :  શ્રી  બિંદુ ભગત
સંકલન :   સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: , | 12 Comments »

ભગવતી માં દુર્ગાના નવ સ્વરૂપો અને સ્તુતિ…

Posted by પરાર્થે સમર્પણ on October 7, 2010

ભગવતી  માં દુર્ગાના  નવ સ્વરૂપો…સ્તુતિ
 
=================================================
 
પ્રથમં  શૈલ પુત્રીતિ  દ્વીતિયમ  બ્રહ્મચારિણી   i
 
તૃતીયં  ચંદ્રઘન્ટેતિ કૃષ્માણદેતી ચતુર્થક્રમ   ii 
 
પંચમ સ્કંદમાતેતી ષષ્ટમ કાત્યાયનીચ     i
 
સપ્તમ  કાલરાત્રીશ્વ મહાગોરી ચાષ્ટમમ     ii
 
નવંમ  સિદ્ધિદાત્રીચ  નવદુર્ગા  પ્રકીતિતા     i
 
ઉત્કન્યેતાની  નામાની  બ્રહ્મણેવ મહાત્મના ii
 
==================================================
 
સર્વમંગલ માંગલ્યે  શિવે   સર્વાર્થ સાધિકે      i
 
શરણ્યે ત્ર્યમ્બ્કે  ગોરી  નારાયણી  નમોસ્તુતે     ii
 
શરણાગત   દીનાર્ત    પરિત્રાણ   પરાયણે        i
 
સર્વ  સ્વાતીહરે  દેવી નારાયણી   નમોસ્તુતે     ii
 
નમો  દેવ્યે  મહાદૈવ્યે  શિવાયે    સતતં  નમ:  i
 
નમ:  પ્રકૃત્યે  ભદ્રાયે નિયંતા: પ્રણતા:  સ્મતાં  ii
 
વિદ્યાવન્તમ યશસ્વતં  લક્ષ્મીવતં  જનં કુરું i
 
રૂપં  દેહિ  જયં દેહિ   યશો  દેહિ    દ્વિપો   જહિ      ii
 
પુત્રાન  દેહિ  ધનં દેહિ   સર્વ કામાંશ્ચ  દેહિ  મેં      i
 
રૂપં    દેહિ   જયં દેહિ  યશો  દેહિ   દ્વીપો   જહિ     ii
 
સિદ્ધી  બુદ્ધિ  પ્રદે  દેવી  ભક્તિ  મુક્તિ   પ્રદાયિની i
 
મંત્ર મૂર્તે  સદા  દેવી   મહા લક્ષ્મી    નમોસ્તુતે    ii
 
યા   દેવી  સર્વ  ભૂતેષુ શક્તિ  રૂપેણ    સંસ્થિતા   i
 
નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો  નમ:      ii
 
======================================
 
સંકલન      સ્વપ્ન   જેસરવાકર    (ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન - કવિતા, સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: , | 4 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers