જગતભરમાં હિન્દુત્વના આદર્શને પ્રસરાવનાર યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિના માર્ગ સુધી વળગી રહો
આવું અનોખું સૂત્ર આપનાર અને ૧૧ જાન્યુઆરી ૧૮૯૩ માં
અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરીષદમાં જેમણે
પ્રવચનમાં ભાઈઓ અને બહેનોના ઉદબોધન દ્વારા જનતા
અને જગતભરના ધર્મ ગુરુઓને અચંબામાં નાખીને માનવતા
ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્ર નિર્માણ, અને હિદુત્વ વિષે વિશાળ
દિલથી મુદ્દાની સભર છણાવટથી દુનિયાના ધર્મગુરુઓને ક્ષણિક
વિચારવંત કરી હિન્દુત્વનો ઝંડો જગ આકાશે લહેવરાવ્યો એવા
યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી નો ૧૨ જાન્યુઆરીએ જન્મ દિન છે
આવો એમના થોડા મુદ્દાઓને જીવનમાં આત્મસાત કરી તેમના
જન્મ દિને રાષ્ટ્ર નિર્માણમાં આપણું કર્તવ્ય બજાવીએ……..
યુગોના યુગો સુધી લહેરાતા અને માનવ જાતને પ્રેરણા આપતા
રહે એમના આદર્શ વિચારો ………………………………………………
=================================================

આત્મ વિશ્વાસ વગરનો વ્યક્તિ નાસ્તિક છે
આત્મ વિશ્વાસ અંતરના દેવત્વને પ્રગટાવી દે છે
દેવત્વની પ્રાપ્તિ થયા બાદ વ્યક્તિ સર્વસમર્થ બને છે
જે રાષ્ટ્ર આત્મ વિશ્વાસ ગુમાવી દે છે તે રાષ્ટ્રનું મૃત્યુ નિશ્ચિત છે
ધર્મ જ એવું પરીબળ છે કે જે વ્યક્તિ અને રાષ્ટ્રને શક્તિ રૂપી બળ પ્રદાન કરી શકે છે
દરેકમાં પુરુષત્વ , માનવ ગરિમા અને આત્મ સન્માન પેદા કરવું જોઈએ
સત્યની ઘોષણા ધર્મથી અને ધર્મની ઘોષણા સત્યથી થાય છે.
===============================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )