ગાંધી સોરઠો….. ( ગાંધી ગીત- કાવ્ય )
======================================================================
પ્યારા વાચક મિત્રો આ ગીત શ્રાવણ માસના રોજિંદા ભજનમાં
પ્રસાદ લેતા પહેલા ગવાતી સાખીઓમાં મેં ગાંધીજી વિષે એક સાખી
ગાઈ અને ત્યાર બાદ ભજન મંડળના સભ્યોના સૂચનો થકી આ ગીતની
રચના થઈ. આમેય મારે ઓક્ટોબરમાં શિક્ષકનું ઈન્ટરવ્યું હતું. તે સમયે
પ્રમાણ પત્રો ઉપરાંત મોખિકમાં ગીત ,સામાન્ય જ્ઞાન પૂછતું. એટલે હું
કહીશ કે આગીતે મને નોકરી મેળવવામાં મદદ કરી છે………આભાર સહ..
=======================================================================
હે પોરબંદર ગામ સુદામાપુરી ,
ધન્ય મોહન કરમચંદ નામ ધરી.
હે સાબરમતીને કાંઠે સંત જ ઉભો,
એક કાચા સુતરનો તાર જ ધરી.
હે હિંદનો જ લાડકવાયો બની,
દિલમાં દેશ તણી દાઝ જ ખરી.
હે એને આશરો એક ભારત માત તણો,
એણે આઝાદી નો જ ગોળો ઘડ્યો.
હે નવખંડમાં ગાજતો ઘૂમતો ઘૂમતો,
જઈને વિલાયત વચ્ચે જ પડ્યો.
હે વિજ્ઞાની,વકીલોએ જોયું ગોળાની ગાંઠ ઉકેલી,
ને જોયું બરાબર જ ધ્યાન ધરી.
હે એમાં આઝાદીની અમૂલખ હતી,
એક ભારત ભૂમિની જ કંકોતરી.
હે વાંચતા સહુ વિચારે વળિયા,
આ તો ત્રણ શબ્દની આંટી ખરી.
હે ભારત ભૂમિના સંતે એમાં,
પછી મોહન કરમચંદ સહી જ કરી.
=====================================================================
ત્રણ શબ્દ એટલે == આઝાદી
===================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )