પાતાળ પ્રવેશ…. જીવન વ્યથા.. કાવ્ય..
===============================
એક રમુજી ને રંગીલી જીવન કથા છે આ મારી ,
કોઈના દિલની આ અનોખી વ્યથા છે પ્યારી.
મુંબઇમાં મલક્યા અને સિંગાપુર ભણી જ સરક્યા,
ઉતારીયા સાન ફાન્સીસકોમાં હતી રાત જયારી.
સાન માર્ટીનમાં સંચરી અને નર્સરીમાં સમાયા,
નોર્વોક જોતી હતી રહી રહીને વાટ જ અમારી.
કમ્પનીઓમાં કામ કરી કરીને જરા કેળવાયા,
ત્યાં જ લે ઓફ ની બલા ટળી ને આવી બેકારી.
અમેરિકા-ભારત-ભારત- અમેરિકા એમ અટવાયા,
પછી આવી મોટેલ-હોટેલ તણી એક જવાબદારી.
કૈક સરખું થાય ને માલિક કહે હવે તમે છુટા થયા,
કારણ કે મારા ભાઈ ને સાળાની આવી છે સવારી.
મોટેલમાં મળે મલીંગા-મુરલીધરન પછી જયસુર્યા,
લાંબા પડછંદ અને કાળા ભમર જાણે કામળી કારી.
ક્યાંક હોઝે, અલ્ફાન્સો, મીગેલ , લુઇસ અને રોબર્ટો,
તો ક્યાંક જુલી, મારિયા, નેન્સી , ચેલ્સી ને લોરી.
કહે એ મને હાય બેબી ને પછી કહે હાય પાપા,
કરે નખરાં અને વાત વાતમાં ગાળો બોલે બુરી.
તમે સવારે ઉજવણી કરો અમે ગુજારીએ રાતો,
અમારી ઉજવણી ત્યારે તમે માણો નિંદર ન્યારી.
ભાગોળ સુધી ભણેલાછીએ અડધું ઈગ્લીશ ઉચર્યા,
એપોસટોપ’એસ’ થી કામચાલે વ્યાકરણ ના જરૂરી
આતો અમે પાતાળે જઈને “સ્વપ્ન ” માં સંચર્યા ,
ડુંગરિયા ડોલરની લાલચમાં પાતાળ લોક પ્યારી.
==============================================================================
એપોસટોપી ” એસ ” એટલે કોઈ શબ્દ ગુજરાતીમાં હોય
તેને “એસ” લગાડી દેવો. દા. ત.: ખીચડીઝ , કઢીઝ, ખુર્સીઝ ,
આંવીગ ,જાવિગ, દુધીઝ , વિગેરે શબ્દો થી ચલાવેલું છે.
================================================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )