પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘‘સ્વપ્ન ‘કટાક્ષ કાવ્ય … કવિતા..’

મહંતો અને બાપુઓનાં અનેરાં રૂપ… ( વ્યંગ કાવ્ય )

Posted by પરાર્થે સમર્પણ on November 26, 2010

 મહંતો ને બાપુઓનાં અનેરાં રૂપ (વ્યંગ કાવ્ય)
 
======================================================================
 
જુઓ કયાંક રામાયણની ચોપાઈઓનો સુંદર પ્રાસ  છે.
 
તો કયાંક ભાગવતની કથાનો કેવો  મઝાનો  ક્યાસ  છે.
 
સંત પુનીત કેરા પગલે પગલે યાત્રા સંધો પથરાય  છે,
 
તો પ્રમુખસ્વામી પગલે સંસ્કૃતિના અક્ષરધામો થાય છે.
 
બાપા સીતારામ  જુઓ  ક્યાંક સંતરામ પણ દેખાય છે,
 
જલિયાણ જોગીની સાથે ગીરનાર પરિક્રમ્મા થાય છે.
 
કયાંક ભજનો પ્રાર્થનાઓ  ને  અન્નદાન પણ કરાય છે,
 
યોગ ભગાવે રોગના નારે  યોગ શિબિરો પણ થાય છે .
 
છે એવા કૈક જે લોક માનસમાં સ્થાન જમાવી  જાય છે,
 
લોકસેવાને કાર્યક્ષેત્ર બનાવી માનવ પ્રેમ કમાઈ જાય છે.
 
 
 
===========================================================
 
  સાથે  બીજું એક રૂપ………………….
 
 
============================================================
 
હતું મને એમ કે  આ તો આધ્યાત્મિકતાનો દેશ છે,
 
પણ કલ્પના કડવી બની આતો દેશ એવો વેશ છે.
 
કેટલાક બાપુઓ ને મહંતોનો  આ કેવો  આભાસ છે,
 
બનાવી બેઠા  મઠો ને આશ્રમો કૈક  વેપાર  થાય  છે.
 
સરકાર, નેતાઓ,અધિકારીઓ ભક્ત અનેરા થાય છે,
 
મફત જમીનો મેળવી ને  આશ્રમો  મોધાં બંધાય છે.
 
અહી વ્યભિચાર, વિલાસ વૈભવના  અડ્ડા  રચાય  છે,
 
કયાંક દેશદ્રોહ અને  બલિદાન કેરા ખેલ ખેલાય છે.
 
પ્રેમ ,પ્રતિષ્ઠા ને પૂજન સાથે  સ્પર્શનો વહેવાર  છે,
 
પ્રેમના તો અહી રોજ ઉજવાતા નવા  તહેવાર  છે. 
 
કહેવાતા બાપુઓ , મહંતો દ્વારા  ઈજજતો લુટાય છે,
 
અહી આશાઓની આશા ને રામોના રામ  ભેરવાય છે.
 
===========================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...વ્યંગ કવન...કટાક્ષ...કવન | Tagged: , | 8 Comments »

ઉમેદવારને મતદારનો જવાબ… (વ્યંગ કાવ્ય )

Posted by પરાર્થે સમર્પણ on September 20, 2010

 

ઉમેદવારને મતદારનો જવાબ (વ્યંગ કાવ્ય ) 
===================================================================]]]]===============================
  
(  રાગ:   ક્યા  ખુબ  લગતી હો—- ફિલ્મ: ધર્માત્મા . ) 
====================================================================================================
 
કેવા નફફટ લાગો છો,? કેવા  ભોળા લાગો છો ?
  
ફરી કહું  કહેતો જ  રહું,  બહુ  વરવા લાગો છો ?
 
આવી છે ચુંટણી જયારે,   હો જયારે ,
  
દર્શન થયા  તમારાં  તો  ત્યારે ,
  
માફ કરજો, બાપલીયા ,કહેવા જેવું નથી રહ્યું……કેવા…
 
તમે કેવા કામો  કર્યા , હો  કર્યા,
 
કાયમ ખિસ્સા જ, તમે તો ભર્યા,
 
હાથ જોડો,પગે પડો, મારે  કંઈ  નથી    જોવું…..કેવા..
 
જરૂર પડી જયારે તમારી, હો  તમારી,
 
કાયમ  બંધ  જ ,રહી  છે  બારી,
 
સોગંધ આપો,પૈસા વહેચો,એ કામનું નથી મારું….કેવા..
 
કાયમ  કોન્ટ્રાકટમાં રહ્યા,  હો રહ્યા,
 
પ્રશ્નો   અમારા કાને નવ ધર્યા,
 
ટકાવારીમાં રહો, કામ ન કરો, રાખો ફરવાનું……કેવા..
 
હવે  આવ્યો  છે વારો અમારો, હો અમારો,
 
પૈસા,પ્લોટ, પાર્ટી,ને પ્રેયસીમાં રસ તમારો,
 
‘સ્વપ્ન’ સરી જશે, હાર મળશે,હવે  ઘેર જવાનું…..કેવા…
 
===============================================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ  પટેલ )

  

Posted in સ્વપ્ન...વ્યંગ કવન...કટાક્ષ...કવન | Tagged: , | 2 Comments »

ઉમેદવારની અભિલાષા……..(કટાક્ષ કાવ્ય)…

Posted by પરાર્થે સમર્પણ on September 9, 2010

ઉમેદવારની  અભિલાષા…… (કટાક્ષ કાવ્ય..)
 
=========================================================================================================
દૈનિક પેપરમાં સમાચાર := આ વખતે ઘણા ઉમેદવારોને  ટીકીટમાંથી
બાકાત રાખવામાં આવશે………..  વડા પ્રધાન શ્રી નરસિહ રાવ …….
=== આ સાંભળી ટીકીટ વાંચ્છુઓ ટીકીટ માટે ભગવાન ( નરસિહ ) ને
વિનંતી કરે છે…..  
=========================================================================================================
     (રાગ:    શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી …. કષ્ટ કાપો..)
===========================================================================================================
 
નરસિહ હાથ જોડી માગું ,  ઘડી રે ઘડી….. ટીકીટ આપો….
દયા કરીને મને  ના કાપો……
તમે છો પક્ષના પાલનહારા , કોને કાપવા તે ગણનારા,
તમે વૃદ્ધ ને વડીલ, હું તો  છું  રે જટિલ……દયા  રાખો……….દયા કરી મને..  (૧)
હવે તો ઘેર જ  ગમતું નથી, સત્તા વિના તો ચાલતું નથી,
સત્તાને તો ચાખી, મીઠી મધ  જેવી લાગી….સત્તા આપો……..દયા કરીને મને..(૨)
પાંચ વર્ષથી છું તમ સાથે, બીજા તો ગયા છે અવળે હાથે,
અર્જુન સામો પડિયો , નારાયણ તો  નડીયો…મોકો આપો….દયા કરીને  મને ..(૩)
બલરામ  શુક્લ ને માધવ,   કોઠી ધોઈ ને  કાઢ્યો કાદવ,
માર્યો   તમે   શેરપતિ , જૈનોને કર્યા જતિ….નાણાં  આપો….દયા કરીને મને….(૪)
સુખરામ તો થયા છે સુખી,   જાફર ફરી ફરીને  જ દુખી,
મોહનની મોરલી વાગી,  રાજેશને  નિંદ્રા લાગી…લાગ આપો.. દયા કરીને  મને.. (૫)
સંસદમાં પાટલીઓ પછાડી,  વિરોધીઓને મેલ્યા નસાડી,
કરી છે કૌભાંડ કથા,    જાગી  વિરોધ   વ્યથા…..ભાગ આપો….દયા કરીને મને..(૬)
ગમે તેમ કરીને  હું ચુંટાવું , ફરી પાછો  પ્રધાન  જ થાવું ,
કોર્ટ  તો કનડે નહિ ,  પોલીસ  તો પકડે નહિ……. માફી  આપો…દયા કરીને  મને.. (૭)
આપો  પ્રધાનપદ તો અનેરું ,   કરું  કૌભાંડ જ ઘણેરું ,
ઘેર તો કશું જ નો’તું , હવે  છે  સ્વીશમાં  ખાતું….. કષ્ટ  કાપો…  દયા કરીને  મને…(૮)
નરસિંહ  નફફટ  એવા થઈએ, મતદારોને બનાવી જઈએ,
‘સ્વપ્ન’  સાચું  જ પડે,  લોકો  ભલે ને ખાડે પડે….. લુંટયે રાખો… દયા કરીને મને …(૯)
 
==================================================================================================================
(૧) -અર્જુન= અર્જુનસિહ (૨) નારાયણ= નારાયણદત તિવારી ( ન્યુ દિલ્લી તિવારી) (૩) બલરામ જાખડ ,
(૪) શુક્લ = વિદ્યાચરણ શુક્લ, (૫)માધવ =માધવરાવ સિંધિયા, (૬)સુખરામ (૭) શેરપતી= શેર બજાર
(૮)જૈનો = જૈન બંધુઓ (૯)જાફર = જાફર શરીફ ( રેલ્વે મંત્રી ) (૧૦) રાજેશ= રાજેશ પાયલોટ
(૧૧) મોહન= મન મોહનસિંહ
=====================================================================================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )   ( આ કટાક્ષ કાવ્ય  માર્ચ ૧૯૯૬ માં લખેલું છે.)

Posted in સ્વપ્ન...વ્યંગ કવન...કટાક્ષ...કવન | Tagged: , | 4 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers