ફાગણના ફાગ ખેલો બ્લોગરલાલ…. (કવિતા )
==============================================================

ગુજરાતી બ્લોગ જગતના આદરણીય વડીલો માનવંતા મિત્રો
અને વ્હાલસોયી બહેનો તેમજ ભારતના જન જનને
હોળી – ધુળેટીની શુભ કામના…………………………….
================================================================
ફાગણના ફાગ તમે ખેલો………….બ્લોગરલાલ
રંગ કેસુડોનો આજ ઢોળો…………..બ્લોગરલાલ
હોળીની વધાઈ આપજો…………….બ્લોગરલાલ
ઉત્સવો મન ભરી માણજો………….બ્લોગરલાલ
આવ્યો છે હોળી દિન રૂડો…………..બ્લોગરલાલ
પીરસો દૂધપાક ને પૂડો……………બ્લોગરલાલ
રંગ પિચકારીનો છાંટો….. ……….બ્લોગરલાલ
ખાલી ના જાય જો આંટો…………. બ્લોગરલાલ
આવી છે રંગ રંગ હોળી……………બ્લોગરલાલ
બનોને ધેરૈયાની ટોળી…………….બ્લોગરલાલ
ધાણીની જેમ તમે ફુટો….. ………..બ્લોગરલાલ
ચણાની મઝા તો લુંટો ……………..બ્લોગરલાલ
ખજુરને તો ખુબ ખાઓ………… …બ્લોગરલાલ
મીઠા મધ જેવા થાઓ……………..બ્લોગરલાલ
જુદાને રંગો અજમાવો…………….બ્લોગરલાલ
રગીન બ્લોગ તો બનાવો………… બ્લોગરલાલ
લેખો તો મઝાના લખો…………. બ્લોગરલાલ
કવિતા ને કાવ્યો કલાપો…………. બ્લોગરલાલ
ગીતો ગુંજનમાં તો ગાવો…….. …. બ્લોગરલાલ
ગઝલ અનેરી જ સજાવો……. ….. બ્લોગરલાલ
પ્રેમ પ્રકૃતિને લાડ લડાવો…………બ્લોગરલાલ
સુંદર સંસ્કૃતિને જ ગજાવો………..બ્લોગરલાલ
પ્રજાનાપ્રશ્નોને વાચા આપો……….. બ્લોગરલાલ
દેશ દુનિયાચર્ચામાં રાખો……. … બ્લોગરલાલ
અવકાશની ઉચાઇ આંબજો………… બ્લોગરલાલ
સાગર ઉડાઈએ પહોંચજો…………. બ્લોગરલાલ
મીઠાં મીઠા ગીતડાં ગાજો…………..બ્લોગરલાલ
પ્રેમ સ્નેહ સોણલાં સેવજો………… બ્લોગરલાલ
એક બીજાના બ્લોગે જાજો….. ……બ્લોગરલાલ
મીઠો આવકારો આવી દેજો………. બ્લોગરલાલ
બંધુત્વ બહેની બંધન બાંધજો……. બ્લોગરલાલ
પ્રેમ બંધનથી ભીજવી દેજો………..બ્લોગરલાલ
એકબીજાના ભેરુબંધ બનજો……….બ્લોગરલાલ
પ્રતિભાવ પિચકારી મારજો……… બ્લોગરલાલ
રંગ બેરંગી રંગ જ છાટજો……….. બ્લોગરલાલ
ગમતાનો ગુલાલ ઉડાડજો………..બ્લોગરલાલ
વડીલો ને તમે વાંચજો…………… બ્લોગરલાલ
મિત્રોની મિત્રતા માણજો………….. બ્લોગરલાલ
‘સ્વપ્ન’ આજ સોનેરી સજાવો….. … બ્લોગરલાલ
હોળી-ધૂળેટી શુભકામના કહેજો……. બ્લોગરલાલ
======================================
સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)