૨૦૧૧ના વર્ષનાં ભણકાર લાગે છે
’ગુજરાતી વિશ્વ બ્લોગ જગત’નો
દુનિયા ભરમાં ડંકો વાગતો લાગે છે
‘અસર’ તણાં ઓટલેથી હવે તો
લેખોના લેખો ચમકતા લાગે છે
‘આકાશદીપ’ના ગગનેથી હવે તો
રમેશભાઈ દીવડા જગમગાવતા લાગે છે
‘સાસ્વત પરિચય’ તો છે સુરેશ જાની
‘કાવ્યસુર’ ‘ગદ્યસુર’ ગરજતા લાગે છે
‘કુરુક્ષેત્ર’ ક્યાં અજાણ્યું છે હવે તો
એની કલમે તીર વછુટતાં લાગે છે
‘લેસ્ટર ગુર્જરી’ છે ઘણે દુર પણ
દિલીપભાઈ ગઝલો ગાતા લાગે છે
‘હિરેન બારભાયા’ ના ભૂલાય
ડાયરીના પાનાં ઉથલાવતાં લાગે છે
‘સાગર રામોલીયા’ની હઝલ
સરદાર કાવ્યનો રંગ જામતો લાગે છે
‘પી.કે.દાવડા’ સાહેબને કેમ ભૂલીએ
જીવન અંતરંગને વર્ણવતા લાગે છે
‘દશા ની દિશા’ છે જ અપ્રતિમ
જગદીશ જગતને સમજાવતા લાગે છે
‘ફૂલવાડી’ એ મહેકતાં રહે ફૂલો
શબ્દ ગંગાની ઉર્મીઓ વહેતી લાગે છે
જય ત્રિવેદી ક્યાં ગયા તમે
‘કનકવા’ આકાશમાં ઉડતા લાગે છે
‘નટખટ સોહમ’ શું ચાલે છે
જોક્સ ને ઉખાણાં મરકતાં લાગે છે
‘અભ્યારણ’માં ઘૂમ્યો ચારેકોર
સાવજ અહીં તો ગરજતા લાગે છે
ઉડતો રહ્યો છું દુર ગગન માંહી
ક્યાંક ‘ચન્દ્રપુકાર’ સંભળાતા લાગે છે
‘જ્ઞાન ઝરણાં’માં વહેતો રહું છું
કથાઓના ઉદ્દેશ પીરસતા લાગે છે
‘હાસ્ય દરબાર’ માં પગલા પાડો
હાસ્યના દરિયા છલાકવતા લાગે છે
‘વાત મારી મરજીની’ હોય તો
બક્ષી નામાનાં પાનાં ફરતાં લાગે છે
‘વિજયના ચિંતન જગત’ના દ્વારેથી
નવલકથાઓ પ્રગટતી લાગે છે
‘પ્રહલાદ પ્રજાપતિ’ તો પ્રભુનો પ્યારો
ગીત ગઝલ કાવ્ય ટપકતાં લાગે છે
‘ગુજરાતી એસ.એમ.એસ‘ની વાતો
તપન દ્વારા નવા મુકાતા લાગે છે
‘મારી કલમના આંસુ’ વહેતા રાખું
લાગણી અને પ્રેમ વરસાવતાં લાગે છે
‘મધુવન’માં શોભા અનેરી
‘ભજનામૃત’માં ભજન ગવાતાં લાગે છે
ટોરન્ટોથી ‘શબ્દસેતુ ’ સાંધ્યો
ગુજરાતીનું ખમીર બતાવતા લાગે છે
‘કવિલોક‘ની કલ્પના છે ન્યારી
નવોદિતોને આવકારી ઘડતા લાગે છે.
‘પીયુનીના પમરાટે’ અવનવું ,
જીવનના સંભારણાં સંભળાતા લાગે છે
‘ગુજરાતી વિશ્વ’ નું આગણું અનોખું
નવી માહિતી તરત આપતા લાગે છે
‘રાજુલના મનોજગતે’ આવી જુઓ
છિન્ન નવલકથાને મુકતાં લાગે છે
વ્યક્ત કરે છે જૂની નવી વાતો
‘અભિવ્યક્તિ’ વ્યક્ત કરતાં લાગે છે
છે હજારો ઈચ્છાની જુઓ યાદી
‘મારા વિચારો મારી ભાષામાં’ કહેતાં લાગે છે
‘પરમ સમીપે’ પધારી તો જુઓ
આજની ખાટી મીઠ્ઠી નોધતાં લાગે છે
જુગલકિશોર કાકાની શાન અનેરી
‘net-ગુર્જરી ’ થી ગુજરાત ગજાવતા લાગે છે
‘કવિતાનો ક’ છે મસ્તાનો
શેર,શાયરી ગઝલ લલકારતાં લાગે છે
નવીન શરૂઆત ‘માધવ મેજીક’ ની
ચિત્રો, લેખો ક્રિકેટ રમતાં લાગે છે
‘પ્રત્યાયને‘ છે ભરપુર ગઝલો
પંચમ તો પંચમ સુરે ગાતા લાગે છે
‘મન માનસ અને માનવી’
માતૃદેવો ભવ ને સજાવતાં લાગે છે
‘શબ્દોનું સર્જન’ છે નવીનતમ
કસુંબલ ગીતોનો વૈભવ માણતાં લાગે છે
‘માં ગુર્જરીના ચરણે’ આવો ને
વિવાહ સંસ્કાર વિધિ સંપન્ન થતાં લાગે છે
‘ગુર્જર કાવ્ય ધારા’ વહેતી તો
કૈક કવિઓની ગઝલો ગાજતી લાગે છે.
‘વાંચન યાત્રા’ માં જોડાઈ વધારો
મારા પ્રતિભાવોનો ભાવ જાગતો લાગે છે
‘ગુજરાતી કવિતા અને સંગીત’
અછન્દાસ કવિતા ગીત-ગઝલ ગાતા લાગે છે
‘આપણા ઉમરેઠ’ માં આવી જુઓ
વિવેકથી સમાચારો તાજા મુકતા લાગે છે
‘ગંગોત્રી’ના દર્શને આવો એક વાર
આદ્યાત્મિક વિચારોનું ઉદભવ સ્થાન લાગે છે
‘મિતાના મનોમંથને’ વિચારો તમે
સમાજ ઉપયોગી જાણકારી માણવા લાગે છે
‘લય શિલ્પ’ ને માણતા જાઓ
શબ્દ થઈને એ ઝળહળતા લાગે છે
‘ઋષિ ચિન્તનના સાનિધ્યમાં’ બિરાજો
માં ગાયત્રી કેરા ઉપદેશ ગાવા લાગે છે
ના ભૂલાય ‘જયકાંત જાની’ ને તો
કાવ્યો ટુચકા ને કાયમ હસાવતા લાગે છે
‘ગાંડા વલ્લભ’ નું જ્ઞાન અનેરું
દેશી આર્યુવેદ ઉપચાર બતાવતા લાગે છે
‘ગુજરાતી સંસાર’ ને ના ભૂલશો
ટેકનોલોજી ના નવા રસ્તા દેખાડતા લાગે છે
‘શકીલ મુન્શીના બ્લોગ’ ને માણો
ફોટોગ્રાફીની જન્મ કુંડલી બતાવતા લાગે છે
‘ગીરીશ પરીખ’ નો બ્લોગ જ સુંદર
આદિલના શેરોનો આનદ લુંટાતો લાગે છે
‘મારા સર્જનમાં’ છે અનોખી વાતો
ચિંતન,પરિચય પ્રાસંગિક લખતા લાગે છે
‘ દાદીમાં ની પોટલી’ છોડી જુઓ
અશોકકુમાર કૈક નવીન કહેતા લાગે છે
‘વાહ ગુજરાત’ કેરી આભા અનેરી
સાયબર વિસામો નવું પીરસતો લાગે છે
‘શિક્ષણ સરોવર’ માં મારી ડૂબકી
જ્ઞાન ગણિત ભૂમિતિ ગણાવતા લાગે છે
નિહાળ્યા કરજો ‘ શિક્ષણાકાશ’ ને
શિક્ષણની અલભ્ય માહિતી મૂકતા લાગે છે
અનેરો બ્લોગ છે ‘માર્કંડ દવે’ નો
ગીત સંગીતના સુરો મધુર લહેરાતા લાગે છે
‘રમેશ ચૌહાણ’ ની દિલેરી જુઓ
‘અનુભૂતિ’ દ્વારા હૈયાને ડોલાવતા લાગે છે
‘અંતર નું આંજણ’ તમે આંજી લ્યો
હાસ્ય કવિતાના ફુવારા ઉડાડતા લાગે છે
‘ગરવા ગુજરાતીઓનું નેટ જગત’ અનોખું
કાવ્ય,લેખ ગઝલના સંદેશ મોકલતા લાગે છે
‘ભરત સૂચક’ ને કેમ કરી ભૂલાય
‘ગુજરાતી’ કેરો પાયો એનો ગાજતો લાગે છે
‘પરાર્થે સમર્પણ’ ભાંખોડિયાં ભરતું
આપ સહુના પ્રેમને નમસ્કાર કરતો લાગે છે
હક્ક પુરેપુરો આપ સહુનો ‘ગોવિદ’ પર
રહે ના સીધો તો ટોકવાનો હક્ક પણ લાગે છે
વડીલોના આશીર્વાદે ને મિત્રોના સથવારે
‘પરાર્થે સમર્પણ’ આપ થકી વિકસતો લાગે છે
===========================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )