હે પ્રભુ એને હું શું કહું ? ( કાવ્ય )
====================================================================
આપ્યો જન્મ જેણે જગતમાં , પાળી પોષી મોટો કર્યો,
એ જ સંતાનો માબાપને છેતરે તો, હે પ્રભુ એને હું શું કહું ?
જેને ચુંટી મોકલ્યા પ્રજા એ, દેશની સેવા જ કરવા ,
એ નેતાઓ જો દેશને લુંટે તો, હે પ્રભુ એને હું શું કહું ?
જેને માથે છે જવાબદારી , દેશને સુરક્ષિત રાખવાની,
એ જ લશ્કર વેચે દસ્તાવેજો તો, હે પ્રભુ એને હું શું કહું ?
આજ ચુંટણી ટાણે કરે છે, વાતો ભાઈચારા ને સદાચારની ,
એ નેતાઓ ગાળાગાળી કરે તો, હે પ્રભુ એને હું શું કહું ?
જેને જગત ગણે છે માં પછી સંસ્કાર માટે મહત્વના ,
શિક્ષક લુટે આબરુ બાળાની તો , હે પ્રભુ એને હું શું કહું ?
સંસ્કારી જીવન જીવે નહિ, વાતો કરે કાયમ સંસ્કારની,
પિતા હેવાન બની ઈજ્જત લુટે તો, હે પ્રભુ એને હું શું કહું ?
કામકાજ થશે અને સુખ સગવડ મળશે,એવા પરિપત્રો કરે,
ભ્રષ્ટાચારી અધિકારીઓ મળે તો, હે પ્રભુ એને હું શું કહું ?
બાગી ના જોઈએ,આ બાગી,તે બાગી,એવા બુમ બરાડા કરે ,
પણ પોતે બાગીને ટીકીટ આપે તો, હે પ્રભુ એને હું શું કહું ?
કાયમ દેશ ભક્તિના ભાષણો અને સુત્રો એ ઉચ્ચારતા,
‘વંદે માતરમ’ આવડે નહી એને તો, હે પ્રભુ એને હું શું કહું ?
બધું બરાબર છે ને થોડા દહાડે આગાહી આતંકવાદની ,
એ જ પોતે ક્માંન્ડોમાં ફરે તો , હું પ્રભુ એને હું શું કહું ?
વાતો કરે કાયમ ગૌરવ ને ભારતીય ભવ્ય સંસ્કૃતિની ,
‘સ્વપ્ન’ પુરા ના કરે એ કોઈ દિ તો, હે પ્રભુ એને હું શું કહું ?
===================================================================================
‘સ્વપ્ન’ જેસરવાકર ( ગોવિંદ પટેલ )