પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘સ્વપ્ન..કાવ્ય..કિરતાર..પત્ની..પ્રેમિકા’

મારી રહ્યો છે કિરતાર…… (કાવ્ય )

Posted by પરાર્થે સમર્પણ on March 11, 2011

મારી રહ્યો છે કિરતાર……. ( કાવ્ય )
 
=======================================================
 
 
 
 ===================================================================
 
 રેલાતો હતો વરસાદ પૃથ્વીના પટમાં
 
મન મોર બની નાચતું  થનગણાટમાં
 
કહ્યું  કૈક બનાવો તમતમતું વરસાદમાં  
 
ભજીયા ને ચટણી માણીએ સ્વાદમાં
 
છણકો સભળાયો શ્રીમતીનો ક્રોધમાં
 
એમ શું ડાચું નાખી જુઓ કોમ્પુટરમાં
 
ફેબૃઆરીનું બીલ આવે તો  છે  માર્ચમાં
 
રોજ તપાસ કરો છો બીલની  ટપાલમાં
 
હજુ ચક્કર ચાલે એ સગલીના  પ્રેમમાં
 
આવું ખોટું આળ મારા પર તું  નાખમાં 
 
તો કહે જુઓ આ ક્રેડીટ કાર્ડના બીલમાં
 
થઇ ફૂલો  પ્રેમકાર્ડની ડીલીવરી મફતમાં
 
ભૂલ્યા નથી લખણ જુવાનીના ઘડપણમાં
 
ચાલો ભજીયાનો સ્વાદ ચખાડું  વેલણમાં
 
કોઈએ કહી  કહેવત જુઓ આ સંસારમાં
 
એ સત્ય હકીકત બની છે આ જીવનમાં
 
મરેલાને ના મારીએ ને  બે નારી ભરથાર
 

શું કામ મારવો એને મારી રહ્યો  કિરતાર

 
====================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 8 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers