પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘સ્વપ્ન…કાવ્ય..ક્યા..મળે છે.’

કયાં મળે છે……..

Posted by પરાર્થે સમર્પણ on July 15, 2010

 
      કયાં મળે છે…… 
===========================================================
 
આજ કાલ  ક્યાં  શુદ્ધ  જીવન  મળે  છે,
અરે ક્યાં શુદ્ધ  જળ ને  અન્ન મળે  છે.
જે પીતા’તા માટલાનું  પાણી જ,
આજ બિસલરી ને એરોહેડ પીએ  છે.
શુદ્ધ દૂધ-ઘી  ને માખણ છે  દુર્લભ,
એ  ડેરી અને કોલ્ડસ્ટોરેજમાં મળે છે.
ક્યાં એ ગૌરવ ભર્યા કપડાની ફેશન ?
હવે તો ફાટેલાં જીન્સ ફરતા  લાગે છે.
કયાં છે દેશદાઝ ને દેશપ્રેમની વાતો ?
આ નેતાઓના મડદાં ફરતા લાગે છે. 
થયાં ”સ્વપ્ન” ગીત-સંગીત ને ભજનો,
ઘર અને કારમાં પોપ સંગીત વાગે છે.
===============================================
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ  પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 2 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers