ગરવા ગુજરાતને ગજાવો… (ચોઘડિયા)
***************************************************************************************
શુભ ચોઘડિયું આવ્યું રે, ને એક નવો સંદેશ લાવ્યું રે,
ગરવા ગુજરાતને ગજાવો.
રોગને તો દોને જાકારો રે, નિર્મલ ગુજરાત બનાવો રે,
ગરવા ગુજરાતને ગજાવો.
ઉદ્વેગને ભાઈ ઉચો મુકો રે, હસતું ગુજરાત સજાવો રે,
ગરવા ગુજરાતને ગજાવો.
ચલ ચોઘડિયાને ચેતવો રે, ગરવી ચાલ તો બતાવો રે,
ગરવા ગુજરાતને ગજાવો.
લાભ ચોઘડિયે છે લાભ રે, વાયબ્રન્ટ તો વિકસવો રે,
ગરવા ગુજરાતને ગજાવો.
કાલ ચોઘડિયાને કચડી રે, સંદેશ અનેરો તો આપો રે,
ગરવા ગુજરાતને ગજાવો.
અમૃત કેરું અમૃત પીવો રે, વિશ્વ આહલેકને જગાવો રે,
ગરવા ગુજરાતને ગજાવો.
સમય કેરું”સ્વપ્ન“સજાવો રે,ડંકે ભાઈ દાંડી પીટાવો રે,
ગરવા ગુજરાતને ગજાવો.
=========================================================
“સ્વપ્ન “ જેસરવાકર ( ગોવિંદ પટેલ)