પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘સ્વપ્ન..કાવ્ય..બોલર..વેદના..સચિન..સહેવાગ..’

એક બોલરની વેદના…… ( કાવ્ય )

Posted by પરાર્થે સમર્પણ on March 4, 2011

એક બોલરની વેદના…….. કાવ્ય

=================================================================
 
 
હશે મારી દશા કેવી તને સમજાય છે સુકાની
 
બોલીગ કરતા મારું દિલ જ ગભરાય છે સાથી
 
હોય જયારે  સામે બેટિંગમાં સહેવાગ ને સચિન
 
એક બે તો દુર  છગ્ગા ચોક્કાની રમઝટ જ સાથી
 
લાઈન અને લેન્થની  વાત જ કેવી રીતે કરવી
 
સ્વિગ કરાવતા વાઈડ કે નો બોલ  જાય   સાથી
 
વળી  આવે રૈના ધોની કે કોહલી અને પઠાણ
 
ચઢી જાય ચકરડી તો મેદાન બહાર બોલ સાથી
 
એવરેજ બગાડી નાખતા આ ભારત  ભડવીરો
 
મેઈડન ઓવરની ઈચ્છા ના ફળીભૂત  થાય સાથી
 
ભલ ભલાને ઝૂડ્યા છે આ માસ્ટર બ્લાસ્ટરે
 
રાત્રિ હોય કે દિન એ સમણામાં સતાવી જાય  સાથી.
 
==============================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 14 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers