પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘સ્વપ્ન..કાવ્ય. ભારત .વિધાતા..ગાંધી..સરદાર..’

ભારત ભાગ્ય વિધાતા જવલ્લે જ મળે છે…..

Posted by પરાર્થે સમર્પણ on October 8, 2010

ભારત ભાગ્ય વિધાતા જવલ્લે જ મળે છે…
 
 
======================================================
 
જુઓ ગાંધીના નામે ગઠીયા  કૈક   તર્યા ,
 
મતની ભીખ માંગતા  એજ   કાયમ ફર્યા.
 
કાર્યો  દેશ કે જનતા તણાં કંઈ ન કર્યાં ,
 
નફફટ  થઈને  બધાએ  ખોટા નાટક કર્યા . 
 
=====================================================
 
હવે  એ સરદારના નામે નિવેદનો   કરે,
 
એક બીજાને પછાડવા  સભાઓ  જ  ભરે.
 
સરદાર  છે  સહુના ને રહેશે જીવનભર,
 
સતા તમને ના મળે તો સરદાર શું કરે.?
 
====================================================
 
બન્ને પક્ષોએ  સરદારનું કયું  કાર્ય  જ કર્યું,
 
ના કાશ્મીર કે નક્સલવાદે એક પગલું ભર્યું.
 
પરદેશી શાસનમાં શહેરને પણ સમૃદ્ધ કર્યું,
 
હર દેશવાસીના હૈયે સરદાર નામ જ ચઢ્યું .
 
====================================================
 
રહેવા દેજો  નિવેદનબાજી ના કરો મહેરબાની કરી,
 
સરદાર કેરી  દેશદાઝ  અને  સેવાભાવના  છે  ખરી.?
 
સરદાર  એક જ  હતા  ને  એક જ રહેશે દુનિયાભરમાં ,
 
સ્વપ્નદ્રષ્ટા ભારતનાને  સમરજો  દિલમાં પ્રેમ  ધરી.
 
====================================================
 
શુરવીર  એવા સરદાર  જવલ્લે  જ  મળે છે,
 
સાચા દેશસેવક સરદાર જવલ્લે જ મળે છે.
 
દ્રઢસંક્લ્પી એવા સરદાર જવલ્લે જ મળે છે,
 
ભારત  ભાગ્ય વિધાતા જવલ્લે જ મળે છે.
 
======================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 6 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers