ભ્રષ્ટાચારની લડત …. ( કાવ્ય )
=======================================================
પ્રખર ગાંધીવાદી એવા આદરણીય વડીલ શ્રી અન્ના હજારેની
ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં અમેરિકાના લોસ એન્જલસ
શહેરમાંથી હું મારો ટેકો જાહેર કરું છું.
==================================================================

ગામ શહેર રાજ્યો દેશ ક્યાંય બાકી રાખ્યું નથી
જમીન મકાન કોલોની લુંટવામાં બાકી રહ્યું નથી
લશ્કરના સોદોઓ સરહદો વેચવામાં બાકી નથી
માણસ માણસને વેચવામાં પણ કંઈ બાકી નથી
જળને જમીનના સોદો કરીને ખીસાં ભર્યા છે આપે
હવે તો આસમાન બાકી રહ્યું છે શાને બાકી રાખે
સગાંવાદ ભાઈ ભત્રીજા વાદ કોઈ ખૂણે બાકી નથી
દેશ મિલકતને પોતીકી ગણી લુંટવાનું બાકી નથી
છો બહુ ચોખ્ખા તો લોકપાલ બિલથી ગભરાવ શાને ?
અન્નાજી માંગે છે તેવું બીલ લાવી દેવામાં વાર શાને ?
જાગી ઉઠી છે જનતા ને ભ્રષ્ટાચારીઓ હવે ભાગશે
જન જન ભવ્ય ભારતનો આ લડતને સાથ આપશે
========================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
