લોક લડતની લહેર ….. (કાવ્ય)
=================================================================
મિત્રો આદરણીય અન્ના હજારેના ઉપવાસ આંદોલનથી દેશભામાથી
ભ્રષ્ટાચાર વિરુદ્ધનો લોકજુવાળ જોયો સરકાર નમી અંતે લોકપાલ
બિલનો સ્વીકાર થયો. જેમ ૧૯૮૩ માં શ્રી કપિલદેવ ના સફળ નેતૃત્વ
હેઠળ પ્રથમ વર્લ્ડ કપ જીત્યો અને અઠ્ઠાવીસ વર્ષ બાદ શ્રી ધોનીના નેતૃત્વ
થકી બીજો વર્લ્ડ કપ મેળવ્યો . આજથી છત્રીસ વર્ષ પહેલા લોક નાયક શ્રી
આદરણીય જયપ્રકાશ નારાયણ સફળ નેતૃત્વ હેઠળ સફળ ક્રાંતિ થઈ હતી
એવી ક્રાંતિ આદરણીય અન્નાજી ના નેતૃત્વ હેઠળ આજે આકાર લઈ રહી છે.
====================================================================

લોક નાયક જયપ્રકાશ નારાયણ -માર્ચ -૧૯૭૫
=======================================================

આદરણીય શ્રી અન્ના હજારે — એપ્રિલ -૨૦૧૧
=================================================
જોઈ જુસ્સો જનતાનો જુઓ સરકાર પણ ઝુકી જાય છે
અન્નાજી હજારેના આદર્શને જન સમર્થન મળી જાય છે
ભ્રષ્ટાચાર છાવરનારા નેતોના તો મોં સિવાઈ જાય છે
અક્કડ રહેતી સરકારો પણ રાતો રાત નમતી જાય છે
આ મુદ્દા તે મુદ્દા આ નહી તે નહી એવી વાતો થાય છે
ભાઈ ભ્રષ્ટાચાર મુદ્દાઓથી ધોતિયાં કેમ ઢીલાં થાય છે
હોય જો સાચા જનસેવક તો લોકપાલથી કેમ ગભરાય છે
લોકોથી ચૂંટાયા હવે લોક માંગણીથી કેમ પાછા પડાય છે
હતો સીતેરનો દશક એક લહેર ઝબુકતી ચોગમ ઝબૂકી હતી
જયપ્રકાશજીની એક હાકલે હિન્દ પ્રજા કેરી રણહક વાગી હતી
અન્નાજી કેરા ઉપવાસે જનતા જનાર્દનને નવી દિશા દેખાય છે
અઠ્ઠાવિશે વર્લ્ડ કપ તો છત્રીસ વર્ષે લોકલડત લહર દેખાય છે
================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )