પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘‘સ્વપ્ન ‘ગીત…ગઝલ’

એક પ્રેમીની આશા અરમાનો…. ( કાવ્ય )

Posted by પરાર્થે સમર્પણ on February 15, 2011

એક પ્રેમીની આશા અરમાનો…. ( કાવ્ય )

====================================================

પ્રેમ કેરી  માયાજાળમાં કેવો ગુંચવાઈ જ ગયો છું

જયારે પાસે છો ત્યારે તમારાથી દુર થઇ ગયો છું

આવ્યો છે જગતના દ્વારે જયારે વેલેન્તાઇન દિન

પ્રેમથી ઝૂમી નાચીને  ખુશીના ફુવારે ઉડી રહ્યો છું

વહેલી સવારથી નીકળ્યાં છો મનાવવા પ્રેમ દિન

એકાદ તાજું અગર વાસી ફૂલ આપો  ઝંખી રહ્યો છું

સુગંધિત ફૂલોની સુવાસ જેમ મ્હેકી રહ્યાં’તાં  જીવનમાં

પણ જરૂર પાછા ફરશો એ સ્વપ્નો હજુ જોઈ રહ્યો છું.

========================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન - કવિતા | Tagged: | 8 Comments »

પતંગ ગુજરાતના ગગને…. (કાવ્ય ગઝલ)

Posted by પરાર્થે સમર્પણ on January 13, 2011

  પતંગ  ગુજરાતના ગગને…. (કાવ્ય ગઝલ)

 

Uttarayan International Kite Festival

===========================================

લ્યો  સ્નેહ  ની દોર આજે અમે ઢીલી મૂકી છે

 

ગુજરાતના પતંગ રૂપી રચના  છૂટી મૂકી છે

 

આપજો એને પવન આપના સ્નેહ કેરો

 

વિશ્વગુજરાતી બ્લોગ પર  પતંગ  ચગાવી છે

 

ગરવા ગુજરાતની એક પતંગ છે પ્યારી

 

વિકાસના દોર થકી એને એવી શણગારી છે

 

નહિ કાપી શકે કોઈ નરબંકો કદાપી એને  

 

મહી,સાબર, નર્મદા,તાપી મચ્છુ પાણી પાઈ છે

 

ગાંધી સરદાર રવિશંકર સાથે ઇન્દુચાચા ને

 

કવિ નર્મદ,કલાપી, મેઘાણીની  વાણી વણાઈ  છે

 

વાંચે ને વિચારે,  સજે ને સમજે ગુજરાત એ

 

ગૌ સેવા કરો ને તલસાંકળીની મીઠાશ ભરાઈ છે

 

ના જાતિ ના ધર્મ ના ઉચ્ચ નીચ ભેદભાવ  ઘટે

 

રંગબેરંગી ગૌરવવંતા ગુજરાતની કહાણી લખાઈ છે

 

=============================================

 

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: , | 14 Comments »

બાર વાગી ગયા…… ( કાવ્ય-ગઝલ)

Posted by પરાર્થે સમર્પણ on January 7, 2011

બાર વાગી ગયા… (કાવ્ય-ગઝલ )
=========================================
 
કહેવાય  છે એવું   કે જુઓ  બાર વાગી ગયા 
 
દિન ચોવીસ કલાક કેટલી  વાર વાગી ગયા  
 
અંગ્રેજી હકુમત ધણધણી ઉઠી એવી  કે
 
રાત્રીના દેશ છોડ્યો  કેવા  બાર  વાગી ગયા
 
યાદ કરો એ દેશના ગોઝારા  દિનને
 
ભાગલાના ખેલમાં માનવના બાર વાગી ગયા
 
ભવ્ય ભારતમાં આવ્યો કાળો  એક દિન
 
અડધી રાત્રે કટોકટી લદાઈ બાર વાગી ગયા
 
જુલ્મી જાલીમોનાં  પર નજર  નાખો કે
 
હિટલર, અમીન, સદામના  બાર વાગી ગયા
 
અડધી રાત્રે જન્મયા કાળ કોટડીમાં
 
ન્યાય  કાજે અધર્મીઓના  બાર વાગી ગયા
 
શાનમાં સમજી જાવ તો હજુ સારું છે
 
જાગશે જનતા તો કહેશો કે  બાર  વાગી  ગયા
 
 ક્યારે સજાશે એ ‘સ્વપ્ન’ ભારતનું
 
ભ્રષ્ટાચારીઓ જાતે કહેશે કે  બાર  વાગી ગયા
 
======================================== 
 
(અમીન-  ઈદી અમીન ( યુગાન્ડા )
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 16 Comments »

સાગરે સમાઈ જાવો… ( કાવ્ય-ગઝલ)

Posted by પરાર્થે સમર્પણ on January 4, 2011

 

સાગરે સમાઈ જાવો… ( કાવ્ય -ગઝલ)
 
=========================================
 
વરસે  અનરાધાર  મેઘ  ગગનથી
 
ગાંડોતુર થઇ આવ્યો છે  વતનથી
 
જળ એનું કેવું નિર્મલ અમૃત  સમ
 
ગગનથી ધરતીને મળવાની કસમ
 
વહેતી નદીમાં એનું તત્વ વહી ગયું
 
હિલોળા લેતું સાગરમાં સમાઈ ગયું
 
સરોવરમાં મીઠી યાદે વહેંચાઇ ગયું
 
ખાબોચિયામાં પડ્યું તે ગંધાઈ ગયું
 
જીવન મધુરું નદી જેમ વહેતું બનાવો
 
ખાબોચિયા કરતાં સાગરે સમાઈ જાવો
 
=============================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: , | 4 Comments »

સત્તાનું સમરાંગણ….. ( કાવ્ય-ગઝલ)

Posted by પરાર્થે સમર્પણ on December 22, 2010

 સત્તાનું સમરાંગણ ….. ( કાવ્ય-ગઝલ )

=======================================================

આદરણીય શ્રી રમેશભાઈ ( આકાશદીપ )ના કાવ્યોની અસર.

એમનું કાવ્ય રાજરાણી ( જીભ )એના પરિપાક રૂપે આ કાવ્ય

રચવાની પ્રેરણા …..શ્રી આકાશદીપને  ખુબ અભિનંદન..

=======================================================

ગુજરાતના એક ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીજીની એક

ગઝલ “  માનવ ના થઇ શક્યો તો ઈશ્વર બની ગયો “  ઉપરથી

લખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે આપને ગમશે..

========================================================

માનવ સત્તાના સમરાંગણમાં કેવો ફસાઈ ગયો.

એશ આરામ  અને મોહમાં  એવો વધેરાઈ ગયો.

મોટાઈ કેરા નશામાં દોડ્યો જ હતો  એવો,

ગાંધી બાપુ તણા એ વહેમમાં બુશ વણાઈ ગયો.

આતંકવાદ કેરા આખલા ઘૂમી રહ્યા ચારેકોર,

ઓબામાં કરતાંય ઓસામા ખુબ  ચર્ચાઈ   ગયો.

પટના બની ગયું હતું જે પૂતના પંદર વર્ષથી,

બિહાર  નિત ઈશની માળા  જપતો થઇ  ગયો.

રાહુ  અને વરુ આજ કાલ બાખડતાં જ રહ્યા,

સો-મે તણાં નિયા ને નકા માં જ ભરાઈ ગયો.

દિગ્ગી,મનીષ,નીતિનની  લપસણી તો કમાલ,

બત્રીસીમાંથી બહાર આવીને લેખ છપાઈ  ગયો.

અરુંધતી ગીલાની ને મળ્યા અબ્લુલ્લા ઓમર,

જીભ  એમનીને ઝરદારીનો સ્વાદ લેવાઈ ગયો.

શહીદોની શાનમાં છે આ સ્વપ્ન કેરું  સમર્પણ,

સંસદની શાનમાં તો જીવન દીપ બુઝાઈ ગયો.

==============================================

રાહુ —  રાહુલ  ગાંધી ,    વરુ —– વરુણ  ગાંધી,

સો–નિયા  ગાંધી ,  મેં – નકા  ગાંધી,    નિત ઈશ—નીતિશ

દિગ્ગી- દિગ્વિજય , મનીષ- મનીષ તિવારી, નીતિન- ગડકરી,

લપસણીની કમાલ- ગમે તેવા નિવેદનો કરવાં  તેના સંદર્ભમાં.

બુશ એટલા માટે કે સત્ય ને શાંતિ કરતા લડવું  ( સંસદમાં )

છેલ્લી પંક્તિઓ સંસદના હુમલામાં જાન ન્યોછાવર કરનાર શહીદોના

સન્માન અર્થે ………………જય જવાન……જય હિન્દ ……………….

==================================================

સ્વપ્ન જેસરવાકર       ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: , | 4 Comments »

વખોડે છે……. (ગીત-ગઝલ )

Posted by પરાર્થે સમર્પણ on December 14, 2010

વખોડે છે……….

======================================

          મુક્તક

=======================

મિત્રો ય  મળ્યા છે કેવા જુઓ

એમના જ  લહેણાંનો ય   ભાર    છે.

હસી ખુશી ગુજારતા દિવસ ને રાતો ,

હવે એમણા  મહેણાંનો ય  માર છે.

==================================

 

સાગર ઉપર કરી  સવારી અમે,

જુઓ નાવને  મોજાં રગદોડે  છે.

જીવનના બંધન  ઝાંઝવા નીર,

એ પળમાં પ્રાણને    તરછોડે છે.

સંસાર સંગ્રામ ક્યાંય છે સ્થિર,

એ પળમાં  સબંધો ને   તોડે છે.

સાચા ખોટાની પરખ કરવા કાજે ,

એ હજારો  મોતીઓને ફોડે છે.

કરતા હતા મોજથી વખાણ મારા,

એ મિત્રો જ મને  હવે વખોડે છે.

શું કરવું સમજ નથી  પડતી મને,

સ્વપ્ન એકલો એકલો જ રડે છે.

=================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ગીત..ગઝલ | Tagged: , | 10 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers