અમે ભારત માતાનાં બાળકો રે…
==================================================================================
અમે ભારત માતાનાં બાળકો રે,
જેનો ગરવો ગણાય ઈતિહાસ રે…. અમે ભારત.
જેને શિરે હિમાલય શોભતો રે,
જેમાં ગંગા નદીનો નિવાસ રે…… અમે ભારત.
વેદ ગીતા લખાયા જેની ગોદમાં રે,
મહા ભારત રામાયણ સાથ રે…… અમે ભારત.
રામ કૃષ્ણ ને બુદ્ધ ની ભોમકા રે,
વિનોબાજી જ્યાં દેતા પ્રકાશ રે …… અમે ભારત.
જેમાં ગાંધી ગોપાળ ને તિલક થયા રે,
જેમાં જન્મ્યા જવાહરલાલ રે ……… અમે ભારત.
થયા રાણા પ્રતાપ ને સુભાષ જયાં રે,
થયા શિવાજી સરીખા મહાવીર રે…. અમે ભારત.
જેમાં ભગતસિંહ ને સુખદેવ થયા રે ,
થયા આઝાદ શા એકલવીર રે……. અમે ભારત.
કર્યું છે અખંડ ભારત જેમણે રે ,
થયા છે સરદાર શા શુરવીર રે…… અમે ભારત.
આવે છે આઝાદ દિન અનેરો રે,
લખીએ અનેરો અમર ઈતિહાસ રે….અમે ભારત.
=================================================================================
” સ્વપ્ન” જેસરવાકર ( ગોવિંદ પટેલ)