દુનિયાના દેશોનો સમન્વય….
=====================================================================
બ્રિટન….
જેનો સૂર્ય કદી આથમતો નથી એ આજે ક્યાં છે,
બની ગયા બેહાલ પણ ,રાજાશાહી હજુ ત્યાં છે.
બની ગયું છે દેવાદાર, બ્રિટન વિશ્વસત્તામાં ક્યાં છે,
છે એકલું ને અટુલું, યુરોપીયન યુનિયન જયાં છે.
==========================================================================
અમેરિકા….
જગત તાત બનવાની,ઘેલછા થઈ છે ધૂળધાણી,
મોઘવારી અને બેકારી, અર્થતન્ત્ર ભરાવે છે પાણી
અફગાન, ઈરાક ઈરાનમાંને બીજે સેના ગઈ ઘેરાણી ,
નાના નાના દેશો હવે તો, લાવી દે છે આંખમાં પાણી.
===========================================================================
રશિયા….
હથોડી ને દાતરડું ગયું છે હવે તો ઘસાઇ,
સોવિયેત યુનિયન બિરાદરી પડી છે ભરાઈ.
રાજ્યોના ટુકડા થયા ને એકતા ગઈ વિસરાઈ,
સમેટાઈ ગયું સામ્રાજ્ય ને સીમટાઈ રહી મોટાઈ .
==========================================================================
પાકિસ્તાન…..
ઝીણાની જીદ બેકાર બની, થઈ ગયું છે બેહાલ,
લોકશાહી કદીના સ્થપાઈ ને રહી ગયું કંકાલ .
લશ્કરે કાયમ રાજ કર્યું , પ્રજાએ ના કરી કમાલ,
ભય, ભૂખ, આતંકવાદ સાથે ,કાયમ રહી જંજાલ.
=========================================================================
ભારત…
અંગ્રજોએ બેહાલ કર્યા ને, ઉપરથી પાકિસ્તાન,
છતાંયે ઉઠીને ઉભો થયો એતો છે હિન્દુસ્તાન.
વિકાસ કર્યો , વિશ્વાસ કર્યો , દિલ જીત્યાં જગજન ,
સર કર્યા ઘણા ક્ષેત્રો , અને સર કર્યું છે ગગન .
=======================================================================
“સ્વપ્ન” જેસરવાકર ( ગોવિંદ પટેલ )