પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘‘સ્વપ્ન ‘નામનો પરિચય અને કટાક્ષ’

કેટલીક પાર્ટી ( પક્ષ ) અંગે વિસ્તૃત પરિચય… ( કટાક્ષ)

Posted by પરાર્થે સમર્પણ on October 13, 2010

કેટલીક  પાર્ટી (પક્ષ) અંગે  વિસ્તૃત   પરિચય…..( કટાક્ષ )
=====================================================================================================================
 
(૧)      ભારતીય  રાષ્ટ્રીય  કોંગ્રેસ =====  ભારતીય   રાષ્ટ્રીયતા ની   કોને પડી છે. ( કાશ્મીર ને મોઘવારી )
 
(૨)      ભારતીય  જનતા પક્ષ========ભારતીય   જનતા ની   કોને પડી છે. ( રામ મંદિર ને 3૭૦ કલમ)
 
(૩)      રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ======= રાષ્ટ્રવાદની  કોને  પડી છે. ( ફક્ત ક્રિકેટમાં સત્તા ને વાયદા વેપારમાં  )
 
(૪)     સમાજવાદી પાર્ટી ========== સમાજ અને  સમસ્યા ની કોને પડી છે.( લડાઈ કરાવવાના નિવેદનો)
 
(૫)     સામ્યવાદી પાર્ટી=========== સામ્યવાદ નહી પોતાના વાદની પડી છે.  (  સત્તાનો  ચસ્કો)
 
(૬)     બહુજન સમાજવાદી પાર્ટી===== બહુ સમજીને જન જન (સમાજ ) ને  વિખેરવાની પાર્ટી.( જ્ઞાતિ વિરુદ્ધ નિવેદનો)
 
(૭)     અકાલી દળ==============  આ કાલે ય  દલ ( ટોળું )  હતું.
 
(૮)    માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટી ===  માર્ક કરીને પોતાનો કક્કો સાચો એવી પાર્ટી.
 
(૯)    રાષ્ટ્રીય જનતા દળ========== રબડી જનતા ને  દેશે પાર્ટી. ( શું દેશે…..)
 
(૧૦) ડી.એમ.કે .(કરુણાનિધિ)======== દ્રવિડ ( તમિલનાડુ ની પ્રજા )  મારો  કે’વાય  પાર્ટી.
 
(૧૧) એ.ડી.એમ.કે .( જય લલીતા) ==== અલ્યા દ્રવિડ મારો પણ કહેવાય.  (મારી પાસે જનતા જેટલા જુતાં છે. )
 
(૧૨) બી.જે.ડી ( બીજું જનતા દલ)==== બીજા ઝખ મારે દેશની મારે સત્તા જોઈએ.
 
(૧૩) શિવસેના=================  શિવ ના જેમ દરેક વાતે તાંડવ  કરતી સેના.
 
(૧૪) મ.ન.સે.( મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના ) == મને  નવાં સેના જેવા નાટક કરતાં આવડે છે.
 
(૧૫ )નેશનલ કોન્ફરન્સ =( ફારુક અબ્દુલ્લા )  રાષ્ટ્રીયતા ની  કોન્ફરન્સ કરવાની જેમને પડી જ નથી તેવી બાપ-બેટાની પાર્ટી.
 
(૧૬) પી.ડી.પી.( મહેબુબા મુફ્તી ) =====  પહેલા  દો   પછી વાત. (  દો એટલે કાશ્મીર નું મુખ્ય મંત્રી પદ )
 
(૧૭) તેલુગુ દેશમ ( ચન્દ્ર બાબુ નાયડુ )==   તેરી  લુંગી  ગુમાં દુંગા.. ( સત્તા પરથી તને ઉતારી મુકીશ.)
 
(૧૮) તેલાગનાં પાર્ટી=============  તેરી લાગ આને પર ગન દિખાઉગા.
 
(૧૯) ભારતીય જન શક્તિ પાર્ટી ( ઉમા ભારતી)  ભારતીય જન ની શક્તિ નહી પણ મારી શક્તિ બતાવીશ. ( ઠેર નાં ઠેર )
 
(૨૦) મુસ્લિમ લીગ================ મુસ્લિમો નું જે થવાનું હોય તે થાય તેમના મત થકી સત્તાએ જવાય.
 
(૨૧) યુનાટેડ જનતા દળ ( નીતીશ -શરદ)  યુનાટેડ જનતા ને રહેવા દીધી છે ખરી..?
 
(૨૨ ) સ્વપ્ન પાર્ટી================= કાયમ  બીજાના દોષો જોવા સ્વપ્ન સેવતી પાર્ટી………
 
===========================================================================================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...વ્યંગ કવન...કટાક્ષ...કવન | Tagged: , | 6 Comments »

કેટલાક નામો અંગે વિસ્તૃત પરિચય… કટાક્ષ ..

Posted by પરાર્થે સમર્પણ on October 7, 2010

કેટલાક નામો અંગે વિસ્તૃત પરિચય….. કટાક્ષ
 
===========================================================
 
(૧)  મુલાયમસિંહ યાદવ =   બોલો ક્યાંય  મુલાયમ લાગે છે.?  શરીરે પણ મુલાયમ ખરા ?
 
(૨)  લાલુ પ્રસાદ   યાદવ =  બોલો અક્કલ , શક્ક્લ અને નક્કલથી લાલુ જ છે.
 
(૨)  માયાવતી                 =   છે ને શરીરથી, બોલવાથી અને કાર્યથી માયા જ .
 
(૪) બાલ  ઠાકરે                 =  બોલો ઉમરમાં , બોલવવામાં ક્યાંય બાલ ( બાળક ) લાગે છે.?
 
(૫) શાહરૂખખાન                =  બોલો દેખાવમાં કે બોલવામાં  શાહ ( રાજા= બાદશાહ) લાગે છે.?
 
(૬) મલ્લિકા શેરાવત        = બોલો  નામ મલ્લિકા ને કપડાં  ઓછા. ભિખારી જેવાં
 
(૭)  રાખી સાવંત              =  બોલો આને કોઈ  રાખે   ખરું.?
 
(૮)   સાધુ  યાદવ             =   બોલો દેખાવે સાધુ  દેખાય છે.?
 
(૯)  જય લલીતા              =   બોલો દેખાવે લાલ ટામેટા જેવી લલીતા છે.
 
(૧૦) કરુણાનિધિ               = બોલો ભાષા વાદમાં ક્યાંય કરુણા છે.?
 
(૧૧) લાલ કૃષ્ણ અડવાણી= બોલો  દેખાવે લાલ છે ?   ઝીણાને ચાદર ચડાવે તેને કૃષ્ણ કહેવાય.?
 
(૧૨) અરુણ જેટલી            =  બોલો માઘુપુરા બેન્કના ભ્રષ્ટાચારીઓના  કેસ લડે એનામાં  આસ્થા કેટલી ?
 
(૧૩) અમિત શાહ             =  એ કોઈના મિત ના થયા હવે એમનું કોઈ મિત છે ખરું ?
 
(૧૪) શરદ પાવર             =   બોલો આ શરદ ખરા ? શરદ એટલે થડું પ્રજા માટે શરદ ખરા.?
 
(૧૫) મમતા બેનર્જી          =  વાત કરે કે ભાષણ ક્યારેય મમતા છલકે છે ખરી ?
 
(૧૬) રેડી બંધુઓ               =   કર્નાટક માં માઈન્સ સ્ટોનની ચોરી માટે કાયમ રેડી રહે તે .
 
(૧૭) નારાયણદત તિવારી=  વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ના ભૂલે. રાજ્યપાલ પદ લજ્વ્યું.
 
(૧૮) સુરેશ કલમાડી         =   ભ્રષ્ટાચારમાં ભારી . કોમન વેલ્થ નું કલંક .અને માડી ( માં) ને કહે છે બીજું કાલે કરીશ.
 
(૧૯)રામવિલાસપાસવાન = બોલવામાં કે દેખાવમાં રામ દેખાય છે. ?નર્યો વાણી વિલાસ છે.
 
(૨૦) મન મોહન સિંહ       = બોલો દેખાવમાં કે  બોલવામાં મન મોહી લે તેવા ખરા.?
 
(૨૧) સ્વપ્ન જેસરવાકર    =  બોલો  કોઈ સ્વપ્ન સાચું પડે છે ખરું.?  એકેય નહી.
 
 
==================================================================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...વ્યંગ કવન...કટાક્ષ...કવન | Tagged: , | 12 Comments »

કેટલાક ટૂંકા નામોનો વિસ્તૃત પરિચય…( ગોવિંદની ગડબડ વાણી )

Posted by પરાર્થે સમર્પણ on September 16, 2010

કેટલાક ટુંકા નામોનો  વિસ્તૃત પરિચય…
         ( ગોવિંદની ગડબડ વાણી )
========================================================================
 
F. R. I  ===== ફર્સ્ટ રીકવરી ઇન્કમ,
                        પહેલા ચૂકવેલા ( લાંચમાં) ભેગા કરી લો. 
 
UNO ======તમે    જાણો  છો.
 
W. H. O==== વાહ  હવે ઓબામાં .
                       દુનિયાને આપો ડાબલા  ભરીને,
                        ભારતને  આપો   મુઠ્ઠી  ભરીને.
 
P. M.====== પહેલા  મારું.
 (વડા પ્રધાન)    પહેલા મારું  તો ગોઠવવા દ્યો
                       પછી તમને  બધાને વ્હેચીશ.
 
F. M. ====== ફોગટમાં  મથો છો.
(નાણાં પ્રધાન)  ફોગટના બુમો પાડો છો,
                        નાણાં  ખાતું  મારી પાસે છે.
 
C. M.======  જુઓ મને  (  સી . મી )
(મુખ્ય મંત્રી)     આમ તેમ શું  જોયા કરો છો,
                        હું અહિયાં  બેઠો   છું અલ્યા.
 
N.R.I .====== નથી  રખડતા ભાઈ, ઓ ભારત વાસી,
(બિન નિવાસી) અમારે તો ડોલર જ દુનિયા ને કાશી.
 
M.P.======  મારે તો પૈસા જ પરમેશ્વર .
(સંસદ સભ્ય )  નથી કોઈ  રોકાણ કરવાનું,
                      કાયમ  મારું ઘર  ભરવાનું.
 
M.L.A ===== મારે તો લેવા જ  આવવાનું.
 (ધારા સભ્ય )  મારે તો  ભાડું ભથ્થું  લેવાનું,
                     કાયમ ટકા વારીમાં જીવવાનું.
 
B.A.B.ED.== બાબા આવો બહુ થયું એડ ( જાહેરાત ) છે ટયુશનની .
(શિક્ષક)
 
C.E.====== ચાલો  ઇકડમ તિકડમ કરીએ.  (ચીફ એન્જીનીયર)
                       ઇકડમ તિકડમ કરે જ જવાનું,
                        કોન્ટ્રાકટર સાથે કાયમ ભાગમાં રહેવાનું.
 
O.L .======= ઓપોઝ કરવા ખાતર  કરવાનો 
 ( વિરોધ પક્ષના નેતા )
                       વિરોધ કરવા ખાતર  કરવો,
                       જરૂર પડે  લાભ ક્યાં છે? તે કેવું.
 
F. M. ====== ફરતા મુર્ગા, 
 ( વિદેશ  મંત્રી )કાયમ ફરે જ રાખવાનું ,
                       નાક કટા થઈ પાકિસ્તાન  વિદેશ મંત્રીને મળવાનું.
 
 
==========================================================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ  પટેલ )

Posted in સ્વપ્ન...વ્યંગ કવન...કટાક્ષ...કવન | Tagged: , | 8 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers