પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘‘સ્વપ્ન ‘ભજન….. ..ભક્તિ ગીત …….’

કોઈ ભૂખ્યાને રોટલો દીધો રે નથી… ( ભજન )

Posted by પરાર્થે સમર્પણ on September 18, 2010

કોઈ ભૂખ્યાને રોટલો  દીધો રે નથી…. ( ભજન )
=================================================================================================
 
કોઈ ભૂખ્યાને રોટલો  દીધો રે નથી, પછી  અન્નદાન કરવાથી શો ફાયદો ?
 
દીન  દુઃખિયાના  આંસુને રોક્યાં નથી, પછી  સપનાં બતાવીને શો ફાયદો ?
 
હે…. માના  દુધના  કરજને તું  ભૂલી   ગયો,
 
       તેની  મોઘેરી મમતાને છેતરી  ગયો,
 
જેની  આશાઓ   નો  તું    સહારો હતો ,   તેને  બે ઘર કરવાથી  શો   ફાયદો ?
 
હે …. મોહ માયામાં માનવતા ભૂલી ગયો,
 
        લોભ લાલચમાં પુણ્યને  વિસરી ગયો,
 
આવ્યો અવસર માનવ કેરા રૂપનો, તેને જીવી ના  જાણ્યો તો  શો ફાયદો  ?
 
હે…. તારી  જિંદગીના દિવસો સુનહરા હતા,
 
       ત્યારે કોઈને તેં  યાદ કર્યાં રે  નહોતા,
 
જયારે જીવનના દિવસો ભૂંડા આવ્યા, ત્યારે  પછતાવો કરવાથી શો ફાયદો ?
 
હે…. હર  ઘડી  જે  પ્રભુ  ને રે  યાદ  કરે,
 
       તેની  જીવન  નૈયા પ્રભુ પાર કરે,
 
કહે “માનવ” આજે આ સંસાર  ને,  મળ્યો  મનખો   બગાડી   ને   શો ફાયદો ?
 
========================================================
 
રચયિતા :  ” માનવ “
સંકલન:    સ્વપ્ન   જેસરવાકર     ( ગોવિંદ  પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 4 Comments »

અંતકડી – ૧….. ( ભજન )

Posted by પરાર્થે સમર્પણ on September 3, 2010

    અંતકડી  -  ૧….  ( ભજન )

 

=======================================================================
  
કૃષ્ણ  પ્રભુના નામ  પર,  ભક્તો દીવાના થઈ ગયા,
થઈ ગયા નરસિંહ- મીરાં ને,  બોધ  સહુને  દઈ  ગયા.
દઈ ગયા જગને  શિખામણ , સાચેસાચું કહી ગયા,
કહી ગયા તેવું  કર્યાથી , પાપી  પાવન થઈ  ગયા.
થઈ ગયા ભક્તો  ઘણા, ને ના સમજ્યા તે રહી ગયા,
રહી ગયા જગમાં  ભટકતા,   ને દિવસો  સૌ વહી ગયા.
વહી ગયા દિવસો છતાં ,  ના પુણ્ય સાથે  લઇ  ગયા,
લઇ ગયા જે સાચી કમાણી, તે “રામ ભક્ત” થઈ ગયા. 
  
==========================================================================
  
રચયિતા:  આદરણીય શ્રી રામભક્ત (રામ ભગત)
સંકલન:  સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ)

  

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 2 Comments »

મોરલીયો વાગી રે ….(ભજન..છંદ )

Posted by પરાર્થે સમર્પણ on September 1, 2010

મોરલીઓ વાગી  રે….. ભજન… છંદ
================================================================
 
મોરલીયો વાગી રે  મથુરા નાથની (૨)
 તારી મોરલીએ મોહ્યાં ગોકુલ ગામ જો,
ગોકુલની ગોપીઓ સર્વે ટોળે વળી.
ટોળે વળીને જળ જુમના ઝીલવા જાય  જો,
પાળે ને ઉભો રે કાનો  ગોવાળિયો.
કાના મોરા કાંકલડી  મત  માર  જો,
બેડેલાં  નનદાશે  સવા લાખના.
બેડા નનદાય તો ગોરી નનદાવા દેજો જો,
તેથીને સવૈયાં સવા લાખના.
============================================================ 
 
સંકલન : સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 2 Comments »

ડાકોરમાં જઈને જેણે હરિને …. (ભજન )

Posted by પરાર્થે સમર્પણ on September 1, 2010

  ડાકોરમાં જઈને જેણે હરિને … ( ભજન )
=========================================================
 
ડાકોરમાં જઈને (૨)  જેણે હરિને જોયા રે,
જન્મો જન્મના  (૨) પાપો સઘળાં ધોયા રે….. ડાકોરમાં…
ગાડે ચઢીને (૨) ગોવિંદ ગુજરાત આયા રે,
ગોમતી તીરે   (૨)  સવા વાલે  તોલાયા રે…….ડાકોરમાં… 
ધન્ય બોડાણો  (૨)  ધન્ય ધન્ય ગંગાબાઈ રે,
પ્રેમે તે વશ થઈ(૨) હરિ આવ્યા છે ધાઈ રે…. ડાકોરમાં…
મરતાં પહેલાં  (૨)  એવા હરિને  જોવા રે,
નયને નીરખી (૨)  મનના મેલો ધોવા રે……  ડાકોરમાં…
ધન્ય દુવારકા (૨) ધન ધન ડાકોરવાળા રે
પ્રભુદાસ તારી (૨) જપી રહ્યો જપમાળા રે……. ડાકોરમાં..
 
==============================================================================
 
રચયિતા: પ્રભુદાસ .
સંકલન:  સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: , | 6 Comments »

ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર…કૃષ્ણ જન્મ… ( ભજન )

Posted by પરાર્થે સમર્પણ on August 29, 2010

ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર..  ( ભજન )
 
=================================================================================
 
( જયારે શ્રી કૃષ્ણ જન્મ થાય અને લાલાને હિંડોળતી વખતેનું ભજન )
રાગ : સાવનકા મહિના પવન કરે શોર……  ( ફિલ્મ : મિલન )
===============================================================
 
હીરા જડ્યું પારણું ને મોતીડાની દોર ,
                                   ઝુલાવે જશોદા ઝૂલે નંદનો  કિશોર.
આઠમની રાતડી ને સાવનનો  મહિનો,
                                        ભાર  ઉતારવાને  ગોવાલણીનો,
જન્મ્યો છે ગોકુળમાં આજે મહી માખણનો ચોર,
                                  ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો  કિશોર.
ઉમટ્યું ગોકુળિયું નંદજીના દ્વારે,
                                          જશોદા કુંવરની નજરો ઉતારે,
શ્રાવણના આંગણામાં ફાગણનું જામ્યું  જોર,
                                  ઝુલાવે  જશોદા ઝૂલે નંદનો  કિશોર.
આવી રાધા રાણી માનીતા મોલમાં,
                          રાધાને જોઇને કુંવર આવી ગયો ગેલમાં.
સોળ કળાએ નાચી ઉઠ્યો રાધાનો મન મોર,
                                   ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો કિશોર.
ગોપીઓની વચમાં કાનુડો ઘેરાયો,
                                 ‘ રાહી ‘ ફૂલોમાં જાણે ભમરો છુપાયો,
મદમસ્ત માનુનીઓ  મલકે મસ્તીખોર,
                                       ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર .
 
===================================================================================
 
રચયિતા : શ્રી રાહી
સંકલન:  સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
 

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: , | 4 Comments »

નહિ છોડે ઉપલી કોરટ રામની…. ( ભજન )

Posted by પરાર્થે સમર્પણ on August 29, 2010

  નહિ છોડે ઉપલી કોરટ રામની… ( ભજન )
 
===================================================================================
 
નહિ છોડે  રે ઉપલી  કોરટ રામની,
          અને ભલે ને છોડે દુનિયાનો દરબાર જો… નહિ છોડે..
લેખાં રે લેવાશે પલ પલ  વારનાં,
          અને  શું રે  કીધાં તે  પુણ્ય અને  પાપ  જો… નહિ છોડે..
અરે  ડીગ્રીઓ વાળા સૌ સંભાળજો,
         અને નથી રે ત્યાં તો  પોપાંબાઈનું રાજ જો …નહિ છોડે..
પરવશ થઈને પડશો ઉદરની જેલમાં ,
         અને સનમુખ આવે  સાચો  સીતા રામ  જો..    નહિ છોડે..
મોહિની  સખી કહે  સૌ સંભાળજો,
          અને બહાર ને ભીતર દોરી એને  હાથ જો….. નહિ છોડે..
 
*********************************************************************************************************************************
 
રચયિતા: મોહિની સખી
સંકલન:  સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: , | 2 Comments »

જીવન જીવવું સહેલું નથી…. ( ભજન) ….

Posted by પરાર્થે સમર્પણ on August 26, 2010

જીવન જીવવું  સહેલું નથી…..(ભજન)..
=================================================================================
 
હે.. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલાં મરવું નથી,
    મરતાં મરતાં જીવવું  પાડે, તેવું  જીવન મારે  જીવવું  નથી.
હે.. પ્રાણ રહે જ્યાં સુધી  શરીરમાં, કોઇથી  મારે  ડરવું   નથી,
     સારું  થાય તો  ઠીક છે , કોઈનું  ખોટું   મારે  કરવું નથી.
હે.. જીવન  બનું  હું કોકનું ,પણ  લુંટનારો  મારે  બનવું નથી. 
    માનવ  થઈ જન્મ્યો જગતમાં, દાનવ થઈને મરવું નથી.
હે.. પાપ કરીને પુણ્ય કરાવે , તેવા કરમ મારે  કરવા  નથી,
   મોક્ષ મળે ના ભલે આ જીવને, અવગતિએ મારે જાવું નથી.
હે.. ‘માનવ’ કહે છે આ દુનિયાને, વાત  મારી કોઈ ખોટી નથી,
  સત્કર્મ  ને હરિભજન વિના,  પ્રભુજી મળવા  સહેલા નથી.
================================================================================
 
રચયિતા : માનવ ..
સંકલન : સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ)

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 4 Comments »

હાંરે મને કૃષ્ણ જોયાના કોડ…(.ભજન)

Posted by પરાર્થે સમર્પણ on August 22, 2010

    હાંરે મને કૃષ્ણ જોયાના કોડ….. ( ભજન..) 
                 ( રાગ: સોરઠ )
====================================================================================
 
મને કૃષ્ણ જોયાના કોડ, હાંરે મને વા’લો  જોયાના  કોડ.
હે સહિયર  ચાલો ને,   ચાલો ચાલો સહિયર  ચાલોને .
માતા ઉમીયાને લાગુ પાય (૨)  હરિ વર આલોને…………સહિયર…
હે દે’રે  દે’રે  દીવા  કરું ને,  પૂજું  હું  શંકર  દેવ,
શામળિયો વર પામવા રે  (૨) હું કરું રે શંભુ તારી સેવ…સહિયર…
હે કાલંગડીને  કાંઠડે  ને  નહાતા નિર્મળ  નીર,
વસ્ત્ર  જ વીઠલો હરિ ગયો  રે (૨) હું તો  શાણે ઢાકું શરીર…સહિયર… 
હે સાસુ  અમારાં  જશુમતી ને સસરો શ્રી નંદલાલ,
કંથ કોડીલો મારો  કાનજી રે(૨) મારું સાસરું  ગોકુળ ગામ…સહિયર…
હે ગોકુળની  ગોવાલણી ને , ચાલે  મલપતી ચાલ,
તે  પર  મોહન  મોહી ગયા રે(૨)એનું  મુખડું  છે લાલ ગુલાલ…સહિયર…
હે ચંદન ભરી તલાવડી ને, મોતીડે  બાંધેલી  પાળ,
કાનજી  ધુએ  રૂડાં  ધોતિયાં રે(૨) રાણી રાધા પાણીડાની હાર… સહિયર…
હે ડુંગર પર છે દેરડી  ને,  સોની ઘડે  સોનહાર,
કાનજી ઘડાવે રૂડાં વેળિયાં રે (૨) રાણી રાધા   ઘડાવે હાર… સહિયર…
હે  ગાય, શીખે નર સાંભળે, રાણી  રાધાજીનો રાસ,
તે નર વૈકુંઠ પામશે  રે (૨) હાંરે ગુણ ગાયે નરસૈંયો દાસ……. સહિયર…
 
=============================================================================================
 
રચયિતા: આદ્ય કવિ નરસિંહ મહેતા.
સંકલન:  સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ)

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 4 Comments »

નંદના કુંવર મારું બેડલું…. ( ભજન )

Posted by પરાર્થે સમર્પણ on August 20, 2010

 નંદના કુંવર મારું બેડલું…( ભજન )
======================================================================
 
હાંરે નંદના કુંવર મારું બેડલું ચડાવજો,
હાંરે વાલા નંદના કુંવર મારું બેડલું ચડાવજો.
હૈયાના હાર હું તો  આવી છું  ક્યારની,
મોરલીના મીઠા નાદ સુણ્યા છે ત્યારની,
પારણીયે રોતાં મેલ્યા બાળ રે (૨) .. નંદના કુંવર મારું .
જાતાં જો વાર  વા’લા મુજને લાગશે,
સાસુ નણંદ મને ઘર  બહાર  કાઢશે
કપરો  છે  ઘરનો ભરથાર રે  (૨) ..  નંદના   કુંવર  મારું.
ભારે છે બેડું  વા’લા વાળી  લેવાય ના,
તમો  વિના  શ્યામ  કોઈને કે’વાય  ના,
પૂરો મારા  મનડા કેરા કોડ રે (૨) .. નંદના  કુંવર  મારું.
ધીરે ચડાવો શ્યામ જોજો છલકાય ના,
‘શંકર’ના સ્વામી મારી ચુંદડી  ભીજાય ના,
ચૂંદડીના  નવા નવા  રંગ  રે (૨)..  નંદના   કુંવર   મારું.
=======================================================================
 
રચયિતા: શંકર ભગત
સંકલન :  સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 4 Comments »

શ્રી ગોવર્ધનધારી…..( ભજન)

Posted by પરાર્થે સમર્પણ on August 19, 2010

   શ્રી ગોવર્ધનધારી….. ( ભજન )
=========================================================================
 
તમો વિના તે મારી કોણ ખબર લે,  શ્રી  ગોવર્ધનધારી .
વા’ લા શ્રી ગોવર્ધનધારી,  વા’લા શ્રી  ગોવર્ધનધારી.
પાણી ઉપર પથ્થર તાર્યા, સેના પાર  ઉતારી,
તમો વિના તે મારી કોણ ખબર લે,  શ્રી   ગોવર્ધનધારી.
ભરી સભામાં  દ્રૌપદી પોકારી, ચીર પૂર્યા મોરારી,
તમો વિના તે મારી કોણ ખબર  લે,   શ્રી  ગોવર્ધનધારી.
બાઈ મીરાના ગીરધર નાગર, ચરણ કમલ બલિહારી,
તમો વિના તે  મારી  કોણ ખબર લે,   શ્રી  ગોવર્ધનધારી.
============================================================================
 
રચયિતા: મીરાબાઈ ..
સંકલન :  સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ)

Posted in સ્વપ્ન...ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ | Tagged: | 2 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers