પરાર્થે સમર્પણ

…..કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ……

Posts Tagged ‘સ્વપ્ન…. રક્ષા…. બંધન.. ભાઈ.. બહેન..’

રક્ષા બંધન…..

Posted by પરાર્થે સમર્પણ on August 18, 2010

      રક્ષા બંધન ….. 
============================================================================
 
આવ્યો   શ્રાવણ  માસ , બહેનીને  રક્ષા  બંધનની  આશ,
રક્ષા  બંધન  અવસર  ટાણે, વીરો  વહેલો  આવ્યો  જાણે.
વીરા  માટે  થાળી   સજાવું, હીરા મોતીની  રાખડી  લાવું,
કુમકુમ તિલક ભાલે લગાવું, રૂડા  અક્ષતથી એને  સજાવું .
મીઠાઇ થકી મુખ મીઠું કરાવું,એના કરકમલે રક્ષા  સોહાવું,
લાંબી આવરદાનો વર અનેરો, આશીર્વાદ કરશે પ્રભુ પૂરો.
લઇ ઓવારણાં જાઉં વારી , સુખ સંપતિની દુઆ ન્યારી,
વીરો  સુખ સમૃદ્ધિને  વરે,  કુબેર ને  લક્ષ્મીજી  ઘર  ભરે.
ભાતભાતના પકવાન પીરસાવું, વીરાને  હેતે જ હરખાવું,
રક્ષાબંધનનો અવસર છે અનેરો, ભાઈ  હરખે  છે  ભલેરો.
બહેનીને  વીરો  હરખે  ભર્યા,  માડીજાયાના અંતર ઠર્યા,
વીરાએ દીધી  ભેટ  અનમોલ, ના રક્ષાબંધનનો કોઈ  મોલ.
=================================================================================
 
‘સ્વપ્ન’  જેસરવાકર  ( ગોવિંદ પટેલ)

Posted in સ્વપ્ન-કાવ્યો | Tagged: | 4 Comments »

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 190 other followers