લાલ કિલ્લે ત્રિરંગા દર્શન…( કાવ્ય-ગઝલ )
=============================================================

મુક્તક
ક્યાંક ગોળીઓ વછુટી ને ક્યાંક ધરપકડો થઈ
કદીક ઈમારતો તો કદીક મેદાનોમાં ફરકતો રહ્યો
ઉન્નત રાખવા કૈક બલિદાનો હારમાળા સર્જાઈ
આઝાદીની ઉષા ટાણે લાલ કિલ્લે ફરકતો જ રહ્યો
===================================================================
આદરણીય શ્રી રમેશભાઈ પટેલ ” આકાશદીપ”ના બ્લોગમાં રાજપથ
પર જોવા મળ્યું ” નાનું ભારત “ જોયું સુંદર મનમોહક ચિત્રો દ્વારા એક
અનોખું ભારત દર્શન કરાવ્યું તે જોતા જ એક કાવ્યની સ્ફૂરણા થઈ તે….
==========================================================================
લાલ કિલ્લે ત્રિરંગા દર્શન…( કાવ્ય -ગઝલ )
==========================================================
રાજપથે નિહાળ્યું અનોખું ને અમુલ્ય ભારત
“આકાશદીપે” અલભ્ય એવું ભારત દર્શન કરાવી દીધું
નિહાળી દેશ પ્રદેશની ઝલકો ને ઝાંખીઓ તાદ્રશ્ય
દિલમાં ભરીને આશા ઉમંગો થકી અમે માણી લીધું.
હતી શ્યામ સલોણી આ પરદેશની ભૂમિ પર
તારીખ પચ્ચીસમીએ છવ્વીસમીનું દર્શન કરી લીધું
ફરકતો જોઇને તિરંગો લાલ કિલ્લા પર ગગને
ઉભા રહીને ટી..વી. સામે જ ધ્વજ વંદન કરી લીધું
ફર્ક હતો સમયનો અને જોજનો દુર હતા અમે
ધ્વજવંદન કરી સલામી આપી રાષ્ટ્રગીત ગાઈ લીધું
યુગો યુગો સુધી ફરકતો રહે તિરંગો આસમાન પર
શહીદોના બલિદાની ઈતિહાસ કેરું રસપાન કરી લીધું.
========================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )


