Monthly Archives: જુલાઇ 2010

સદીઓના શહેનશાહ સચિન તેંડુલકર……..


 સદીઓના  શહેનશાહ સચિન  તેંડુલકર……..
=======================================================
( મહાન ક્રિકેટર અને સદીઓના શહેનશાહે  ૪૮ મો શતક શ્રી લંકામાં બનાવ્યો
તે  પ્રસંગે  સચિનની  સિદ્ધિ ને બિરદાવતું કાવ્ય ” સચિન તેંડુંલકર “ને અર્પણ )
=======================================================
 
   ચિન સાચ્ચે જ સદીઓનો, શહેનશાહ  કહેવાય,
ચિ  ત કર્યા તે દુનિયાના બોલરો,  ગણ્યા ન ગણાય. 
   થી કરી પરવા કોઈની, રન મશીન તુજ ગણાય,
તેં   ભલ  ભલા ને  ઝૂડ્યા છે,  કૈક  નિવૃત  થઈ  જાય.  
ડું   ગર  સમ  તું  હજી  ઉભો,   છે   અડીખમ  એકલો,
લ  ખાશે તારી  હજારો ગાથાઓ, ને  વેચાશે  નકલો.
   ર્મ કરે  જવું  એ  તારો મંત્ર, ક્રિકેટમાં  તારું  રાજ,
    ખે ભૂલો મહામાનવને, ખરો ” ભારત રત્ન” આજ. 
 
========================================================================================
 
 ” સ્વપ્ન ”  જેસરવાકર     ( ગોવિંદ  પટેલ )
 
 
     
                                                                                 
  

બાર માસનું ગીત…….


 

                   બાર  માસનું  ગીત  
==================    ૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮           =============
આવ્યો પ્રથમ  કારતક માસ,  લાવ્યો નવા  વર્ષનો   સાદ,
ભાઈ બીજ ને લાભપાંચમ, આવે દેવ દિવાળી  ની  સાથ.
માગશર માસ છે બીજો, હવે  શિયાળાની  ખરીદો  ચીજો,
અંબાજીના સંઘમાં જોડાઈને, હેતે ગબ્બર ગઢે જ  ઘૂમો.
પોષ માસ તો છે  રૂડો, ભાઈ પતંગ લઈને આકાશે  ઝૂમો,
માણો  પોંકની  મઝા અનેરી,સાથે ઉધીયાની આશ ઘણેરી.
મહા માસની આભા  સોનેરી, વસંત પંચમી છે મોઘેરી,
લાખેણા  લગ્ન જ લેવાય, સર્વે તો  આનંદ મંગલ ગાય.
ફાગણમાં ફુલો  મહેકાય ,  હોળી ધૂળેટીએ  રંગોમાં ન્હાય,
ધાણી-ચણા,ખજુર ખાય, ડાકોર સંઘમાં માનવ ઉભરાય.
ચૈત્ર  માસે  મેળા  ભરાય, રામ  જન્મોત્સવ જ  ઉજવાય,
હનુમાન  જયંતિની   સાથે,  ચૈત્રી  નોરતાની   જ  વાટે.
વૈશાખે  આવે   અખાત્રીજ, ખેડૂત  શોધે  બળદ ને  બીજ,
લગ્ન સમયનું છે ટાણું,  કપડા, સોનામાં  જ જાયે નાણું.
જેઠ માસે  થાય છે ઉકળાટ,  સૌ  જુએ વરસાદની  વાટ,
ખેડૂત ખેતર સરખું કરે, સહુ અગાશીમાંથી  કચરો   ભરે.
મોરલો  કળા  અષાઢે  કરે, ગુરુને અર્ચન પૂજન ભેટ ધરે,
રીમઝીમ મેઘ મલ્હાર વરસે,તરસી  ધરતી  હરખે  હર્ષે.
પુરષોતમની થાયે વધામણી, એ  શ્રાવણની તો એંધાણી
શિવ મંદિરમાં ઘંટારવ ગાજે, બહેનો હૈયે હરખ  જ નાચે.
ભાદરવો  ભરપુર રાચે, દેવ  દુદાળાને શણગારવા લાગે,
શ્રાદ્ધ પક્ષનું  પખવાડિયું આવે, પૂર્વજો ને  તર્પણ  ધરાવે.
આસો  નવરાત્રમાં સંગીતના સાજે, અબાલ વૃદ્ધ સહુ જ નાચે,
શરદપુનમ,ધનતેરશ ને,ચૌદશ કાળી, રુમઝુમ આવી દિવાળી.
આવી છે  ભાઈ બારમાસની કહાની, તહેવારોની  છે જવાની,
કહી  છે  “સ્વપ્ન” એ  હરખ વાણી,  વાંચો ગાઓ આ  કહાણી.
=================================================================================
( શ્રાવણ માસમાં “ બહેનો ને હૈયે હરખ નાચે એટલે રક્ષા બંધન )
 
  ”  સ્વપ્ન ” જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

સૌરાષ્ટ્રના સોમનાથ મહાદેવ……..


             સોમનાથ  મહાદેવ……….
===========================================
( પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે.અને શ્રાવણ માસમાં
બાબા ભોલેનાથ શંકર દાદાની પૂજા થાય. તો દ્વાદશ લિગના
શ્ર્લોકમાં ” સૌરાષ્ટ્ર ના સોમનાથ દાદા ” પ્રથમ આવે છે.
આથી ” સોમનાથ   મહાદેવ ” કાવ્ય રચ્યું છે. )
===========================================
 
સો નાનું  શિખર શોભતું,  સાગર  તો  લહેરાય,
  ન મંદિરમાં વસતા, એ  ભોલે નાથ સદાય.
ના થ ભોળો તો, દ્વાદશ લિંગમાં પ્રથમ  ગણાય,
શે  કલ્યાણ  સૌનું ,એ કરતો  હરેકની સહાય. 
 
હાદેવ એ જગનો,  દેવાધિદેવ તો  કહેવાય,
હા ર છે  હૈયાનો ભાઈ,  સદા  સૌરાષ્ટ્રે સોહાય.
દે વ  છે દુનિયાનો, સોમનાથ નામે  ઓળખાય,
વ  ચન સિદ્ધ કર્યુંસરદારે,સમગ્ર વિશ્વે વખણાય .
==========================================
 
 સ્વપ્ન    જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

જિંદગી કોણે બગાડી………


            જિંદગી  કોણે    બગાડી………
====================================================================================
( રાગ-= ઝટ  જાવો ચંદન હાર  લાવો….. ( ફિલ્મ= અખંડ સૌભાગ્યવંતી )
******************************************************************************************************************************
 
સાંભળ  મારા  ઘરની  રખેવાળ  રે …. જિંદગી   કોણે    બગાડી………
કહું તને  મારા મનનો ઉકળાટ રે …. જિંદગી    કોણે    બગાડી………
પરણ્યા   પહેલાં તમે લાગતાં સીતાજીનો  અવતાર,
હવે   લાગો  છો તમે,  માજી  કાલકાનો   સાક્ષાત્કાર ,
થાય  છે રોજ મોતનો રણકાર રે …. જિંદગી   કોણે   બગાડી………..
મારું  ચાલે તો  તમને રોજ ,  મોતીડાથી  વધાવું,
સોના ચાંદીના  દાગીના , જોઈએ  એટલા અપાવું,
પણ વધ્યો છે બાળકોનો ભંડાર રે …. જિંદગી કોણે   બગાડી………..
હું  એક  જ  સાંધુ છું ત્યાં તો,  તેર  જ  તૂટે  છે,
તેલ  લાવું છું હું ઘરમાં, ત્યાં   મોરસ ખૂટે છે,
ખૂટી  પડી છે તો ડબલામાં દાળ રે ….જિંદગી  કોણે બગાડી……….
વર્ષે વર્ષે  બાબલા વધે ને વધે નહિ  પગાર,
આમ તેમ કરી ઘર ચલાવું, લાવું છું  ઉધાર ,
ને  પાછુ  રહેવું તો છે  અમદાવાદ રે…. જિંદગી  કોણે  બગાડી………
બાવો બની જાઉને, પૂરું  કરું જ  મારું “સ્વપ્ન”
તને સમજાવીને થાક્યો, હવે કરવું છે  ભજન,
કાઢું હું  તો  હવે બહુરુપીનો વેશ રે…. જિંદગી   કોણે  બગાડી………
========================================================================================
 
 સ્વપ્ન  જેસરવાકર  ( ગોવિંદ  પટેલ)

જિંદગી મારી બગાડી રે


  •        જિંદગી મારી બગાડી રે………
********************************************************************************************************************=======
શ્રીમતીજી કહે શ્રીમાંનાજીને ……………………………………………………………
======================================================================================
( રાગ == ઝટ જાવો ચંદન હાર લાવો==( ફિલ્મ- અખંડ સૌભાગ્યવંતી)
=================================================================
અરે ઉઠો મારા બાબલાના બાપ રે …….. જિદગી મારી બગાડી રે…
મેં તો ધાર્યું કે સોને શણગારશો રે ……… જિંદગી મારી બગાડી રે…
મને સોને મઢાવશો ને, પછી લડાવશો લાડ ,
આવું બધું કરશો ને , માનીશ તમારો પાડ,
તેથી જ મેં કર્યો તમારો સંગાથ રે ……. જિંદગી મારી બગાડી રે…
પરણ્યા પહેલા તો રોજ , લખતા પત્ર વારંવાર,
વહાલી ને પ્રિયે, પ્યારી , એવું લખતા અપરંપાર ,
કહેતા જપું તારા જ નામની માળા રે……. જિંદગી મારી બગાડી રે….
મેળામાં તમે મહાલતા ને ચકડોળનો કરતા ચમકાર ,
મને પણ સાથે ઘુમાવતા, ને લેતા ભેલપૂરીનો સ્વાદ ,
હવે કયાં ગયો મેળાનો રણકાર રે………. જિંદગી મારી બગાડી રે..
દેવાનંદનો વહેમ રાખતા ને જોતા પોકેટમાર,
મને કહેતા કે તું તો છે વૈજ્ન્તીમાલાનો અવતાર,
હવે કેમ કહો છો શિકારી વાઘણ રે……… જિંદગી મારી બગાડી રે…
સાસુ ,સસરા મને ગમે જ નહી નણંદ તો લગાર,
જુદા તો આપણે જ રહીશું, છોને ટુંકો પગાર,
મારે તો જોઇશે હાંસડીને હાર રે ………. જિંદગી મારી બગાડી રે…
પફ, પાવડર ને લાલી વિના ચાલે નહિ લગાર,
ગાડી અને નોકર ચાકર વિના નહી જાઉં બહાર,
ભલે ને માથે થયા સોનેરી વાળ રે……. જિદગી મારી બગાડી રે……
સરી ગયાં છે “સ્વપ્ન ” મારા ને નથી ભલીવાર,
તમારાથી છુટવા ના મને ઉભરાયા કોડ હજાર,
હે મેં ‘ તો માન્યાં છે સોળ સોમવાર રે……જિંદગી મારી બગાડી રે….
===================================================================
” સ્વપ્ન ” જેસરવાકર ( ગોવિંદ પટેલ )

સંત પૂ. મોરારી બાપુ….


  ગુરુ પૂર્ણિમા નિમિતે==  ગરવા ગુજરાતી ગુણીજનોના ચરણે………

===============================================================================================
 
    સંત પૂ. મોરારી   બાપુ=======
===============================================================================================
સં સાર સુખ દુઃખ  જોઈને, જેમણે રામકથાના પ્રણ લીધાં 
 મારા  મારા જેવાને, જ્ઞાન મહાસાગરમાં ડુબાવી દીધાં.
પૂ  નિત પગલાં પાડ્યાં  છે, જેમણે આ  ભૌતિકતાના દેશમાં, 
મો હન અને  રામજીને મિલાવશે, આ નવલા નવ  દિવસમાં.
રા  નામની   ધૂન   મચાવી, ને   જ્ઞાન સાગરમાં  ડુબાવશે,
રિ ધ્ધિ ને સિદ્ધિના સાથે બાપુ, હનુમાનજીના દર્શન કરાવશે. 
બા તો બોલતા શીખવે છે પણ, બાપુ  રામ  શબ્દ   બોલાવશે,
પુ  નમ ચંદ્ર  જેવા પ્રભુ,  શ્રી ભગવાન   રામચંદ્ર ને  દીપાવશે. 
=====================================================================================================
 
આ  કાવ્ય  રાધા કૃષ્ણ મંદિર ( લોસ ઐન્જલ્સ) દ્વારા ૧૯૯૧માં યોજાયેલ  રામ કથાના
સમયે  લખાયેલ  છે……………………………………………………………………………………………………
======================================================================================================
 
સ્વપ્ન ” જેસરવાકર      ( ગોવિંદ પટેલ )

શ્રી પ્રમુખ સ્વામી મહારાજ…..


પરમ  સ્નેહી  હરિ ભક્તો,
ગુરુ પૂર્ણિમા નિમિતે આપ સૌના સમક્ષ રજુ કરું છું,
 પરમ ગુરુ “શ્રી પ્રમુખ સ્વામી  મહારાજ “
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
 
   શ્રી પ્રમુખ સ્વામી  મહારાજ……………….
====================================
 
શ્રીયોગી  બાપાની જન્મ  તો  શતાબ્દી    ઉજવાય,
પ્રણામ  કરું  પ્રેમથી, જીવન સાગરતો તરી જવાય.
મુખ થકી જો  શ્રીજી  ભજે,  ઉત્તમ  જીવન જ જીવાય,
રેખરું તો સુખ  છે, શ્રીજી  બાપાનાં  ચરણો  માંય.
સ્વામી બને છે  શામળો, શ્રી પુરશોતમ પ્રેમે  દેખાય,
મિથ્યા આ માં જીવન હવે,  સાચું  સુખ જરા ના દેખાય.
ધ્ય બિંદુ બની શિખામણ આપે,સાચો સંત જ કહેવાય,
હાથ થકી જ  આશીર્વાદ  આપે ને, દર્શનથી  શાંતિ થાય.
રાજી થઇ સત્સંગ કરો, અક્ષર પુરશોતમ દિલમાં સમાય,
ય  જયકાર પ્રમુખ સ્વામી બાપાનો, દેશ- વિદેશે  થાય.
========================================================================================================
(સપ્ટેમ્બર ૧૯૯૧ માં પ્રમુખ સ્વામીની  લોસ એન્જલસ  યાત્રા સમયે લખેલી છે.)
 
 
=========================================================================================================
 
  ” સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
 
 
 

નેતાજી તો પરલોક પધાર્યા=( પરધાનજી )


 નેતાજી તો પરલોક પધાર્યા…………

====================================================================================================
(  રાગ:== વૈષ્ણવ જન તો તેને રે  કહીએ…………………………. )
===================================================================================================
નેતાજી  તો પરલોકમાં પધાર્યા, પરલોકને   ફફડાવે   રે.
ચિત્રગુપ્તજીને  સવાલ   પૂછીને, હિસાબ  સઘળો  માંગે  રે…….નેતાજી તો…(૧)
આ તમારો  યમરાજ છે  કેવો,  નહી  અક્કલનો  છાંટો   રે,
પાડે બેસાડી એ મને જ લાવ્યો, શિખામણ  એને આપો  રે……નેતાજી  તો…(૨)
મોઘી  ને એરકંડીશન  એવી,  કારોમાં  જ હું ફરનારો  રે,
પાડે બેસી ને  કમર જ  દુખી,  કોલગર્લને તો બોલાવો  રે…….નેતાજી  તો…(૩)
ચિત્રગુપ્તજી  કહે બધા પશુઓને, પૂછી ને પૂછાવ્યું    રે,
પાડો કે’ હું જ  જવાનો,  કેમ કે  એ તો  છે  મારા જેવા   રે……..નેતાજી  તો…(૪)
આ પાપ પુણ્યના ચોપડા ને, મુકો બધી  ધમાલો રે,
ભાગમાં આપણે  ધંધો કરીએ, કોન્ટ્રાકટ પદ્ધતિ લાવો  રે……..નેતાજી  તો…(૫)
મારા  જેવા  હોય  અહી  તો,  એમની  મીટીંગ  બોલાવો ને,
એક  પાર્ટી અહીજ બનાવીને, મને હાઈકમાંડ બનાવો રે…….નેતાજી   તો…(૬)
ભાષણ કરવાનું  કામ જ મારું, એ સર્વેને   સમજાવો  રે,
સ્વર્ગવાળાને  વચનો દેવાના, નર્કવાળાને આવકારો  રે………નેતાજી   તો…(૭)
સ્વીસ બેંકમાં ખાતું કરાવું  ને,  તમે  ખાધે જ  રાખો રે,
બ્રહ્મા-વિષ્ણુ-શંકરને ગણવા નહી, જરૂરે  માફી  માગો રે………..નેતાજી   તો…(૮)
કૈક  થાય  તો   ગભરાતા નહી, છે રસ્તો મારી પાસે રે,
વિષ્ણુને  વૈકુંઠ મુકાવશું,  પક્ષપલટામાં હું પાવરધો   રે……… નેતાજી   તો…(૯)
ભાષણમાં હું   ગાંધી  જેવો, ને  કાર્યે ગબ્બર  જેવો   રે,
ફેશનમાં  તો  જોની  જેવો, ને  ખાધે પીધે પાડા જેવો રે………નેતાજી   તો…(૧૦)
બદલી  અને  યોજનાની  સાથે, નાણાં ખાતું  આપો  રે,
સ્વર્ગમાંથી  નરકમાં ફેરવવાનો , કીમિયો  તો જુઓ  રે ………નેતાજી   તો…(૧૧)
નેતા થઈને  સભાઓ  ગજવી,  દહેજ વિરોધી નારો  રે,
પણ દીકરા-દીકરી પરણાવી, લીધો દહેજનો  લ્હાવો  રે…….. નેતાજી   તો…(૧૨)
આ બધું  જ કરું  તમ કાજે, પણ શરત મારી સ્વીકારો રે,
ચુંટણી  ટાણે  મને  રજા આપી , ધરતી પર મોકલાવો રે……..નેતાજી  તો…(૧૩)
હાઈકમાંડ  અને  પ્રમુખને હું,  પગે પડી   સમજાવું   રે,
સગા -સબંધીને  ટીકીટ અપાવું, ફંડ  નો લાગ  સારો રે………..નેતાજી   તો…(૧૪)
સાભળીને  ચિત્રગુપ્તજી  બોલ્યા, આને હનુમાનને સોંપો રે,
ગદાથી જ  ગદ્ડાવો  પછી,  હાડકા તોડી ઉધો લટકાવો  રે……. નેતાજી તો…(૧૫)
આ તો “સ્વપ્ન“ના શમણાની, એક  રામ   કહાણી  રે,
સાંભળી  છે  મેં  તો ,  ચિત્રગુપ્તના મોઢાંમોઢ  વાણી રે …… નેતાજી તો… (૧૬)
======================================================================================================
 
    સ્વપ્નજેસરવાકર,   ( ગોવિંદ  પટેલ)
 

સફાઈ શિબિર…… ખંભાત…


    સફાઈ શિબિર …… ખંભાત… 

============૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮================================================
( જીલ્લા=તાલુકા=ગામ મળીને ગ્રામ સફાઈ અને આરોગ્ય શિબિર
યોજાતી.કોલેજના યુવાનો સાથે શિક્ષકો-તલાટી -ગ્રામ સેવકો મળીને
૨૦૦નું ગ્રુપ ટુકડી વાર કામ કરતુ. શિબિર દરમ્યાન પ્રભાત ફેરી –
પ્રાર્થના-સફાઈ-નિર્ધૂમ ચુલા-બાળકો-પશુઓ ની તન્દુરસ્તી  હરીફાઈ
વાનગી-મકાન અને છેલ્લે મહોલ્લા હરીફાઈ યોજાતી. ૧૦ દિવસ
દર વર્ષે ડીસેમ્બર છેવાડાના ગામમાં આ  શિબિર  યોજાતી.સમગ્ર 
શિબિર  દરમ્યાન ગાંધી વિચારસરણી પ્રમાણે કામ કરવાનું રહેતું.
મેં  ૨૫  શિબિરમાં ભાગ લીધો અને ૧૨માં  શિબિર સંચાલક તરીકે કામ કર્યું છે. )
==================૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮=====================================================
 
તાલુકપંચાયતને  એન.એસ.એસની  શિબિર દર વર્ષે  યોજાય,
ખંભાત  તાલુકાની “સફાઈ  શિબિર” રાજ્યભરમાં   વખણાય.
વૈધ  સાહેબના રાત દિવસ વ્યવસ્થા ને  આયોજનમાં  જાય, 
ટી.ડી.ઓ, જોશી, વિઠ્ઠલભાઈ અને વિષ્ણુભાઈને દોડાદોડી થાય.
જુદાં  જુદાં  ગામોમાં  નિર્ધૂમ  ચુલા ને  પાણીયારા  જ  ચણાય,
વિવિધ  વિકાસ  તણા કામો  સાથે   ગ્રામ  સફાઈ  પણ થાય.
રોજ  સવારે પ્રભાતફેરી ને પાર્થના  પછી ચા- નાસ્તો  જ થાય,
મહોલ્લાઓની સફાઈ કરતા કરતા  દબાણો  પણ  હઠાવાય છે.
બપોરના  ભોજન પછી ગમ્મત-ગપાટા સાથે  આરામ  થાય છે,
બાળ-આરોગ્ય, પશુ -વાનગી  સહ  મકાન  હરીફાઈ  યોજાય છે.
રોજ  રાત્રીના સંસ્કાર  કાર્યક્રમથી  ગ્રામ  સુધારણા   થાય  છે,
દારૂ-દહેજ-અને અંધશ્રધ્ધા છોડી  મહેનતુ થવા હાકલ થાય છે.
ડાહ્યાભાઈ-ધીરજલાલ અને મોહનભાઈ- રાવલની  જોડી થાય છે,
ઘણા  તલાટી-ગ્રામસેવક-શિક્ષકો સાથે કોલેજીયનો જોડાય છે.
મહોલ્લા  હરીફાઈમાં  સામૈયા સાથે  સૌનું  સ્વાગત  થાય છે,
દેશમુખ- નિકેતન-સથવાવાલા  સાથે  નિર્ણાયકો  જોડાય છે.
ઇનામ  વિતરણ  પછી  હારતોરાથી  સહુને વધાવાય  છે,
શિબિરના  “સ્વપ્ન” સાથે  શિબિરાર્થીઓ  ઘેર  જાય છે. 
======================૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮===========================
 
સ્વપ્ન  જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

તુક્તકો….. સ્વપ્નનાં…..(૨)


     તુક્તકો.. સ્વપ્નનાં…..[૨]
============================================================================
સ્વપ્ન  સુંદર હોય પણ  એ સાચા હોતા નથી,
અને સાચા  સ્વપ્ન  કદીયે સુંદર  હોતા નથી.
મન અને દિલની સુંદરતા હોય  તો  જુઓ ,
મહેનતી  લોક કદી સ્વપ્નો  સેવતા જ નથી.
==========================================================================
ખુલ્લી  ને  બંધ આંખે  સ્વપ્નાં  જોયા છે,
હસતા  ને  રડતા  પણ સ્વપ્નાં જોયા છે.
એમને  જોયા  છે ઘણી  વખત જયારે,
તો એમને  સ્વપ્નાંમાં  રડતાં  જોયા છે.
=========================================================================
સ્વપ્નમાં  પ્રેમ  ને  પ્રણય ને  જોયાં છે,
સ્વપ્નમાં મેં છળ ને કપટને  જોયાં  છે.
બેહાલ જનતાના દુખ-દર્દ પણ જોયાં છે,
સ્વપ્નમાં નાલાયક નેતાઓને  જોયાં  છે.
=======================================================================
અરે ભાઈ સ્વપ્નાંની વાતો કયાં કરો  છે,
એમણે  વચનોનો  માહોલ  બનાવ્યો છે.
ધોળે  દિવસે  તારા બતાવી  અમને,
પોતાનો પણ  તાજ મહેલ  બનાવ્યો  છે.
=======================================================================
સ્વપ્ન સાચું પડ્યું તો એ છકી  ગયા છે,
વાયદા અને  વચનો  બધું ભૂલી ગયા છે.
ઈશ્વરને  પણ  ચિંતા છે  એ  વાતની કે,
મારા બનાવેલા મને બનાવી  ગયા છે.
=======================================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ  પટેલ )