આઝાદીના પચાસમાં વર્ષે


 

GOVIND   PATEL---  SWAPNA

આઝાદી ના પચાસમાં વરસે

 

 
     

 

આઝાદી ના પચાસમાં વરસે
( આના ૫૦ માં વરસે લખેલું કાવ્ય )

હું પુછુ છું, હે ઈશ્વર હવે અમને મળશે , સરદાર અને સુભાષ કેટલા
પચાસ્સમાં વરસે આપી દે ભારતને રામ-રાજ્યના આદર્શ એટલા
આજ કૌભાંડોના કારનામાં મહી , દેશના નાણાંની ખુવારી જ છે
પૂછી જુઓ એ નેતાઓને દેશને લુંટવા હજી જોઇશે વરસો કેટલા …… હું પુછુ ..
દર્દથી પીડાતી જનતાને આજે, આંસુ , નિસાસાની કોઈ કમી નથી
ભષ્ટાચારમાં આળોટતા નેતાઓને , આગોતરા જમીનના કારસા કેટલા ..હું પુછુ ..
પક્ષ પલટા ને કાવાદાવા વડેની સરકારોની આ દેશમાં કમી જ નથી
સતા ને સ્વાર્થમાં જુદાપણું નથી, સતા વિના સેવાના નશા કેટલા …….. હું પુછુ. ..
સતાની સાબરમતીમાં તારી-તરીને, નાણાંની નર્મદાતો કૌભાંડોમાં ગઈ ,
કારસ્તાનોથી કાવેરી પણ શરમાઈ ગઈ, હવે ચુંટણી ગંગામાં નહાશો કેટલા .. હું પુછુ ..
પચાસ વરસોથી પ્રજા પીડાતી રહી, જનતાના “સ્વપ્ન” સાકાર થતા નથી ,
રામ -રાજ્યની કલ્પના રાખ બની, હવે દેશના માલિકો અને વરસો કેટલા … હું પુછુ
ગોવિંદ પટેલ — સ્વપ્ન જેસરવાકર
Advertisements

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s