તો આપો==


 •  

ખુમારીના બાદશાહ મુરબ્બી “ઘાયલ” સાહેબે

રાજકોટમાં પંડિત જવાહરલાલ નહેરુને મોઢામોઢ
સંભળાવેલી એક રચના રજુ કરું છું.
======================================
તો આપો
=====================================
મેલું ઘેલું મકાન તો આપો !
ધૂળ જેવું ય ધાન તો આપો !
સાવ જુઠું શું કામ બોલો છો ,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો !
ખોટો સાચો જવાબ તો આપો !
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બે ચાર શ્વાસ તો આપો !
જીન્દગાનીનો ભાસ તો આપો !
મુક્ત વાતાવરણના સ્વામીઓ ,
કેં હવા કેં ઉજાસ તો આપો .!
મુક્તિનું એને સાજ તો આપો !
આદમીનો અવાજ તો આપો !
માઈના પુત માનવીને પ્રથમ ,
માનવીનો મિજાજ તો આપો !
(મુરબ્બી ” ઘાયલ “ સાહેબની જેમ હરેક નાગરિક આવી ખુમારી દાખવે તો
રાજકીય નેતાઓને હાજર હજૂર જવાબ મળી જાય …………
સ્વપ્ન જેસરવાકર

Tags: SWAPNA

Advertisements

2 thoughts on “તો આપો==

  1. શ્રી રઝિયાબહેન

   આપના ગરવા ગુજરતીના શ્વાસને મારા અંતહકરણ પૂર્વક નમસ્કાર

   ઘાયલ સાહેબના શેરની જેમ ” શ્વાસ ” ચમકતો ધબકતો અને જામતો

   રહે આપના સંદેશ માટે ખુબ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s