નેતા બની ગયો……..


                નેતા  બની  ગયો……….
===============================
  
નાગરિક ના બની શક્યો, એ   નેતા  બની  ગયો,
બધાય ને   બનાવી ને, એ  પોતે   બની  ગયો.
છે  અમારા દિલમાં હજુએ એ ડાઘ,
એ   અમારા  ડાઘ  ને,  ઘોળી  ને  પી   ગયો …..નાગરિક….
જીવવું  પણ દોહ્યલું  બન્યું છે હવે,
અમારી એ વ્યથાને એ  મજાક માની  ગયો….. નાગરિક….
ગેસ, ડીઝલ.પેટ્રોલ તો  મઝા  મૂકી,
અમારી વાતોને એ  હવામાં ઉડાવી ગયો….. નાગરિક….
પાંચ વર્ષે  ફરી હાથ જોડી ઉભા રહ્યા,
કમળ ને પંજો એકબીજાને  ભાંડી  ગયો…….. નાગરિક….
નહોતું  કશું  ય  પણ હવે  છે  બધું  જ ,
સાયકલવાળો જ હવે  મોટરે ચઢી  ગયો……  નાગરિક…..
“સ્વપ્ન” હતું  જે  એ  પૂરું  થઈ  ગયું,
ઉધાર માંગતો એ  કરોડોએ પહોચી  ગયો … નાગરિક…
====================================================
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )
(નાગરિકનો અર્થ દેશ અને પ્રજાને વફાદાર સમજવો)

 
Advertisements

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s