યાત્રાઓ…….


          =============================
            યાત્રાઓ
     ==============================
 
યાત્રા યાત્રા શું કરો, યાત્રા તો અનેક યોજાય,
કૈક વિકાસ યાત્રા તો  કૈક ગૌરવ યાત્રા  થાય.
પણ  સાચી તો જગન્નાથની રથયાત્રા  કહેવાય,
જ્યાં ભક્તિ ભાવથી માનવ મહેરામણ ઉભરાય.
===========================================
આજકાલ  તો  યાત્રાનું   વધ્યું   છે  ચલણ ,
કૈક  વાતે  વાતે  યાત્રાનું   લે  એ  વલણ.
પણ જુઓ ગાંધીજી ની  દાંડી યાત્રાએ ,
આઝાદીના સ્વપ્નનું  સફળ  થયું   ચરણ .
==========================================
યાદ કરો તમે રવિશંકર દાદાની સેવા યાત્રા ,
જયપ્રકાશ નારાયણની  સુરાજ્ય  કેરી  યાત્રા.
સરદાર પટેલની  સોમનાથ  સંકલ્પ  કેરી ને,
એકતા-અખંડીતતા તણી અખંડ ભારત યાત્રા.
==========================================
ઉઠો  યુવાનો  હવે  સંકલ્પ  કરો ને  કામનો,
ભારત  ભાગ્ય  વિધતા  જ  બને એ  નામનો.
ભય -ભૂખ- ભ્રટાચાર  ને  મિટાવી  ને “સ્વપ્ન “
કરીશું  સુવર્ણ  પથ ભારતના  ભવ્ય  વિચારનો .
==========================================
 
 સ્વપ્ન જેસરવા  ( ગોવિંદ પટેલ )
 
 
                  
Advertisements

2 thoughts on “યાત્રાઓ…….

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s