ગોકુળિયા ગામનો સાદ


       ગોકુળિયા  ગામ નો  સાદ
============================================================================
( રાગ: ચાંદીકી દીવાર ના તોડી ……..  ( ફિલ્મ == વિશ્વાસ.. )
=============================================================================
આપ્યું  છે કનૈયાએ  સૌને,  થોડું  થોડું  આપો  ને,
ગોકુળિયા ગામનો સાદ પડ્યો છે, ગામ સેવામાં   લાગો ને….. આપ્યું છે.
      જે ધરતી  પર  આપણે જન્મ્યા, તેના તો  બાળક છીએ ,
      સુખમાં  હરદમ  રહીએ  પણ ,  માતૃભૂમિને  ના ભૂલીએ ,
ગ્રામ જનોની  સાથે  છીએ, (૨)  એમ  કહીને   દોડી   જાઓને ….. આપ્યું  છે.
      વારીગૃહ- તળાવો – સાથે   પરબો  અને  રસ્તા  કરીએ ,
      પંચાયતઘર- દવાખાનાની સાથે  શિક્ષણને  ના ભૂલીએ,
ગામડાને  ગોકુળિયા  બનાવી (૨)  ગરવા ગુજરાતને સજાવોને….. આપ્યું  છે.
     પરમાર્થની પરબો  માંડી ને,  માનવતાની  મહેક લઈએ,
     તન છોટુ પણ મન મોટું,  એવી   ખમીરવંતી  જાતિ છીએ,
પરદેશના  પાઉન્ડ- ડોલરથી ,(૨)  રૂપિયા કેરું ઋણ  ચુકાવોને…..  આપ્યું   છે.
 
     વંદે માતરમનું ગીત ગાઈને, ધરતી  માતાને  વંદન કરીએ,
     ભૂમિ આપે છે  ફળ -ફુલ- , ને ધાન્ય એ કેમ ભૂલી જઈએ,
ભારતના  ભાગ્ય વિધાતા થઈ (૨) સ્વ  સંસ્કૃતિ ને ઉજાળોને……. આપ્યું  છે.
    એક જ રાહ, એક જ પ્રાણનો રાષ્ટ્ર એકતાનો સંદેશ લઈને ,
     ગૌરેવવંતી ગુજરાતની ગાથા,  દુનિયાભરમાં જ  ગાઈએ,
ગ્રામ  વિકાસનું  બનાવી ને”સ્વપ્ન“(૨) નવ  ઉત્થાનમાં લાગોને….. આપ્યું  છે.
================================================================================================
ગુજરાતની ભા.જ.પ. સરકારે ગોકુલ ગ્રામ યોજના જાહેર કરી તે સમયે સપ્ટેમ્બર –
૧૯૯૫ માં આ ગીત લખેલું  છે.
===========================================================================================
સ્વપ્ન જેસરવાકર…. ( ગોવિંદ પટેલ

4 thoughts on “ગોકુળિયા ગામનો સાદ

 1. શ્રી ગોવિંદભાઈ

  ગોકુળિયા ગામનો સાદ ગીત જયારે ૧૯૯૫ માં માનનીય કેશુભાઈ

  જેસરવા પધારેલા ત્યારે આપે આભાર વિધિ વ્યક્ત કરતા ગયેલું

  તે હજુ પણ મારા સ્મરણમાં છે

  Like

  1. શ્રી હસમુખભાઈ,

   આપના સંદેશ બદલ ખુબ આભાર..

   આદરણીય માનવંતા કેશુબાપા મારા આગ્રહને વશ થઈ જેસરવા

   દૂધ ઉત્પાદક મંડળી નું ખાત મહુર્ત કરવા પધાર્યા હતા. ૧૫૦૦ ની

   વસ્તી વાળા ગામમાં મુખ્ય મંત્રી પધારે તે ગૌરવની વાત કહેવાય.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s