વિશ્વાસ નથી………


          વિશ્વાસ  નથી……..
=====================================================================
 
(રાગ : દિલ લુંટનેવાલે  જાદુગર ….ફિલ્મ : મદારી.)
=====================================================================
 
મુક્યો મેં વિશ્વાસ જગત  પર ,
                                            જગતને  મારામાં  વિશ્વાસ  નથી.
ભાગ્યના ભરોસે  દોડ્યો  છું,
પણ હરદમ પાછો પડ્યો છું,
હવે અંતિમ કોઈ આશ નથી…જગતને મારામાં વિશ્વાસ નથી.
ડોલરના દમામે દોડ્યો  છું,
ડાઈમમાં  તો  દબાયો    છું,
આજ પેની મારી  પાસ નથી…જગતને  મારામાં   વિશ્વાસ  નથી.
અમેરિકાની અજાયબીને મોહી ગયો,
ભૌતિકતાની  ભૂગોળમાં  ભરાઈ ગયો,
આધ્યામિકતા મને રાશ નથી..જગતને  મારામાં  વિશ્વાસ નથી.
કોઈ  લાખો  ખર્ચીને  આવે  છે,
કોઈ ગ્રીનકાર્ડ મુકીને ભાગે છે,
વાઈટ જોબનો હવે ક્લાસ નથી. જગતને મારામાં વિશ્વાસ  નથી.
અંતર ને  મારા હું  વલોવી રહ્યો,
“સ્વપ્ન”મૃત્યુની રાહ જોઈ રહ્યો,
હવે માનવીનો મુક્ત શ્વાસ  નથી…. જગતને મારામાં વિશ્વાસ નથી.
=====================================================================================
 
( ડાઈમ  એટલે  દસ પૈસા  અને  પેની  એટલે એક પૈસા ) (૧૫ સપ્ટેમ્બર ૧૯૯૪ )
=====================================================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
 
 
 
 
Advertisements

11 thoughts on “વિશ્વાસ નથી………

    1. શ્રી કમલભાઈ,
      આપને મારું “વિશ્વાસ નથી ” કાવ્ય ખુબ ગમ્યું .
      આપના અમુલ્ય અભિપ્રાય બદલ આભાર.
      આપે જણાવ્યા મુજબ ” વિશ્વાસ નથી” અને બીજા
      કાવ્યો આપના ઈમૈલ પર મોકલી આપ્યા છે.
      બજા કાવ્ય માટે જણાવજો..

      ” સ્વપ્ન ” જેસરવાકર

      Like

  1. તમારા બ્લોગની મુલાકાત આજે પ્રથમ વાર લીધી પણ એક દુખ થયું કે મારે બ્લોગ જગતમાં આવ્યે લગભગ ૧ વર્ષ થવા આવ્યું ત્યાં સુધી આવો સુંદર બ્લોગ મારા પરિચય માં ન આવ્યો તમારો ખુબ ખુબ આભાર કે તમે મારા બ્લોગમાં આવી તમારી કોમેન્ટ આપી જેનાથી હું તમારા બ્લોગ સુધી પહોચી શક્યો…

    અને તે જાની પણ આનંદ થયો કે તમે પણ એક શિક્ષક હતા…

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s