ષષ્ઠીપૂર્તિ પ્રસંગે “આદિલ” ને અર્પણ


           ષષ્ઠીપૂર્તિ પ્રસંગે “આદિલ” ને અર્પણ
================================================================================
                              મુક્તક
================================================================================
 
અમેરિકામાં  આવો  અવસર  ફરી   મળે   ના મળે.
ષષ્ઠીપૂર્તિમાં લહાવો લેવાનો ફરી  મળે ના  મળે.
ગીત  અને  ગઝલથી  ભરી  લઉં  મારું  “આદિલ”
જીવનમાં “સ્વપ્ન” ને આવો મોકો મળે ના મળે .
===============================================================================
(  રાગ: == તને સાચવે  સીતા  સતી…… ( ફિલ્મ == અખંડ સૌભાગ્યવતી)
 
આજે  અવસર  રૂડો  વર્તાય,  હરખ   હૈયે   માતો   નથી.
આજે  ષષ્ઠીપૂર્તિ   ઉજવાય,  હરખ   હૈયે    માતો   નથી.
                અમદાવાદ  નિવાસી  ને  ન્યુજર્શી  વસ્યા ,
                બીસ્મીલને   પરણી    ને   ઉમંગે    હસ્યા,
ગુલામનબીના  આદિલ ગણાય, હરખ હૈયે   માતો   નથી……. આજે…
               બતુલ-કોશર ને  તસ્મીમાંની ત્રિપુટી મળી,
               સરફરાઝ-  અલી ઈમરાનની  જોડી    મળી,
મનના સુરોને   મન્સૂરી કહેવાય, હરખ હૈયે  માતો નથી. ……આજે…
             સાલ  ઓગણીસો  છન્નું   ને   સાંજે   શનિવારે,
             મેં  માસની અઢારમી  ને   સાત  જ  વાગે,
સ્ટીવન્સ   હાઇસ્કુલમાં  યોજાય,  હરખ  હૈયે  માતો નથી…….. આજે…
            અહી  પણ   ઘણાયે   મુશાયરા  જ   કીધા,
            કાવ્યો અને ગઝલને ના મુરઝાવા  દીધાં,
સાદા,સરળને નિખાલસ જણાય, હરખ હૈયે માતો  નથી……..આજે…
           સાઈઠ  વરસે  પણ  કાવ્યો  રચતા  રહ્યા,
           વતનની  યાદમાં  કાયમ  ઝૂરતા  રહ્યા,
સ્વપ્નને  યાદ ના  વિસરાય,  હરખ  હૈયે  માતો  નથી…… આજે….
=======================================================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
(તે સમયે ભારત આવવાનું થવાથી મુ.આદિલ મન્સૂરીજીને પોસ્ટથી મોકલાવ્યું હતું.)
Advertisements

3 thoughts on “ષષ્ઠીપૂર્તિ પ્રસંગે “આદિલ” ને અર્પણ

 1. આજે અવસર રૂડો વર્તાય, હરખ હૈયે માતો નથી.
  આજે ષષ્ઠીપૂર્તિ ઉજવાય, હરખ હૈયે માતો નથી.
  આપનું સાઈઠ વર્ષનું આદીલ કાવ્ય ખુબ જ દિલને સ્પર્શી ગયું …
  અક્ષરી આકાશમાં ઉજવાય આદીલ સપ્તતિ
  ગુર્જરીના રોમરોમ હરખાય આદીલ સપ્તતિ
  ગઝ્લતીર્થે શબ્દમાં સંભળાય આદીલ સપ્તતિ
  બહુલતા બારાખડી પણ ગાય આદીલ સપ્તતિ
  એક વ્યક્તિ કર કલમ સાહિત્ય પ્રીતિ સાથ લઇ
  સાત સાગર પાર જઈ છલકાય આદીલ સપ્તતિ
  સપ્ત્તીરે સપ્ત રંગે સપ્ત સુર સબરસ સહીત
  શૂન્ય બ્રહ્મ ના નાદમાં સંધાય આદીલ સપ્તતિ
  -દિલીપ ગજજર
  આદીલ મન્સુરીના સીત્તેરમાં વર્ષે સિત્તેર શેરની અંજલિ અર્પી ખાસ કાર્યક્રમ ઉજવ્યનો અવસર સાંપડેલો ..
  તેમની બે ગઝલ ગયેલી જે સાંભળવા આપને નિમંત્રણ આપું છું ..

  http://leicestergurjari.wordpress.com/2009/11/06/આદિલ-મન્સૂરીને-દિલીપ-ગજ્/

  Like

 2. ગીત અને ગઝલથી ભરી લઉં મારું “આદિલ”
  જીવનમાં “સ્વપ્ન” ને આવો મોકો મળે ના મળે .
  …………………
  આજે અવસર રૂડો વર્તાય, હરખ હૈયે માતો નથી.
  આજે ષષ્ઠીપૂર્તિ ઉજવાય, હરખ હૈયે માતો નથી.
  full with feelings,I liked this poetry.
  Ramesh Patel(Aakashdeep)

  Like

  1. શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
   “આકાશદીપે અવતરણ કીધું મુજ બ્લોગમાં ,
   અને આપ્યો સુંદર અને અનન્ય અભિપ્રાય.
   હવે લેખનમાં આવશે અનેરો અણસાર,
   સ્વપ્ન સિદ્ધ થશે મુજના, ને સુંદર લેખ લખાય.”

   આભાર છે આપનો…… આભાર છે આપનો.
   બીજું કે સ્વપ્નનું સમર્પણ આદિલને કેવું લાગ્યું .
   ભૂલ હોય તો જણાવશો. સુધારી શકાય.
   ” સ્વપ્ન “

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s