Monthly Archives: ઓગસ્ટ 2010

ચારણી છંદ….. ગોકુળ આવો ગિરધારી…


             ચારણી છંદ 
===============================================================================
                                 (૧)
શ્રાવણ જલ બરસે, સુંદર સરસે,  બાદલ ભરશે,  અંબર સે ,
તરુવર વિરિવરસે, લતા લહરસે,  નદિયા પરસે, સાગર સે ;
દંપતી  દુખ દરસે, રોજ સમરસે, લગત જહરસે, દુઃખકારી,
કહે રાધે પ્યારી,   મેં  બલિહારી,  ગોકુલ  આવો  ગિરધારી.
 
=============================================================================
                                (૨)
વા’લા વનમાળી,  મિત્ર  મોરારી,  ના તમે નટખટ ભરી,
રીત  વાહ તમારી, પ્રીત રૂપાળી, વિસરી ગયા છો વનમાળી;
આ દુનિયાદારી,  થાય અકારી,   વીનવીએ  છીએ વારીવારી,
કહે રાધે પ્યારી ,  મેં બલિહારી  , ગોકુલ   આવો  ગિરધારી.
 
==============================================================================
                               (૩)
વ્રજકી બાલા,  રૂપ રસાલા,    બહુત બિહાલા બનબાલા ,
જાગી તન જ્વાલા, વિપત વિશાલા, દિન દયાલા નંદલાલા;
આયે નહિ આલા,  કૃષ્ણ કૃપાલા,  બંસીવાલા  બનવારી,
કાન્હ્ડ સુખકારી,  કૃષ્ણ  મોરારી, ગયે  બીસારી ગિરધારી.
 
===============================================================================
                              (૪)
ગોકુલ ગામમાં  ,વૃંદાવન ધામમાં, યમુના ઘાટમાં ગિરધારી,
જશોદાનો જાયો, માખણ ખાયો ,  કંસને  માર્યો  મોરારી;
રાધા  છે ભાર્યા , પાંડવોને તાર્યા,  કૌરવોને માર્યા મોરારી,
કહે રાધાના પ્યારા, જશોદાના જાયા, ગોકુલ આવો ગિરધારી.
 
===============================================================================
                            (૫)
કાન કોડીલા, રંગરંગીલા,  માધવ  મોહન matvala
દિન દયાળા , કૃષ્ણ કૃપાળા, નટવર  નાગર નંદલાલા ;
રાધા રમણા , રાય રૂપાળા,  છેલ  છબીલા  છોગાળા,
શંકર દુર્લભ , દર્શ  દીદારા ,  ભવજળભયને હરનારા.
 
============================================================================
 
રચયિતા :  અજ્ઞાત
સંકલન:  સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર…કૃષ્ણ જન્મ… ( ભજન )


ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર..  ( ભજન )
 
=================================================================================
 
( જયારે શ્રી કૃષ્ણ જન્મ થાય અને લાલાને હિંડોળતી વખતેનું ભજન )
રાગ : સાવનકા મહિના પવન કરે શોર……  ( ફિલ્મ : મિલન )
===============================================================
 
હીરા જડ્યું પારણું ને મોતીડાની દોર ,
                                   ઝુલાવે જશોદા ઝૂલે નંદનો  કિશોર.
આઠમની રાતડી ને સાવનનો  મહિનો,
                                        ભાર  ઉતારવાને  ગોવાલણીનો,
જન્મ્યો છે ગોકુળમાં આજે મહી માખણનો ચોર,
                                  ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો  કિશોર.
ઉમટ્યું ગોકુળિયું નંદજીના દ્વારે,
                                          જશોદા કુંવરની નજરો ઉતારે,
શ્રાવણના આંગણામાં ફાગણનું જામ્યું  જોર,
                                  ઝુલાવે  જશોદા ઝૂલે નંદનો  કિશોર.
આવી રાધા રાણી માનીતા મોલમાં,
                          રાધાને જોઇને કુંવર આવી ગયો ગેલમાં.
સોળ કળાએ નાચી ઉઠ્યો રાધાનો મન મોર,
                                   ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો કિશોર.
ગોપીઓની વચમાં કાનુડો ઘેરાયો,
                                 ‘ રાહી ‘ ફૂલોમાં જાણે ભમરો છુપાયો,
મદમસ્ત માનુનીઓ  મલકે મસ્તીખોર,
                                       ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર .
 
===================================================================================
 
રચયિતા : શ્રી રાહી
સંકલન:  સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
 

નહિ છોડે ઉપલી કોરટ રામની…. ( ભજન )


  નહિ છોડે ઉપલી કોરટ રામની… ( ભજન )
 
===================================================================================
 
નહિ છોડે  રે ઉપલી  કોરટ રામની,
          અને ભલે ને છોડે દુનિયાનો દરબાર જો… નહિ છોડે..
લેખાં રે લેવાશે પલ પલ  વારનાં,
          અને  શું રે  કીધાં તે  પુણ્ય અને  પાપ  જો… નહિ છોડે..
અરે  ડીગ્રીઓ વાળા સૌ સંભાળજો,
         અને નથી રે ત્યાં તો  પોપાંબાઈનું રાજ જો …નહિ છોડે..
પરવશ થઈને પડશો ઉદરની જેલમાં ,
         અને સનમુખ આવે  સાચો  સીતા રામ  જો..    નહિ છોડે..
મોહિની  સખી કહે  સૌ સંભાળજો,
          અને બહાર ને ભીતર દોરી એને  હાથ જો….. નહિ છોડે..
 
*********************************************************************************************************************************
 
રચયિતા: મોહિની સખી
સંકલન:  સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

આજ ની મજાક…..


       આજની  મજાક……
=====================================================================
 
જબ દેખતા હું  મે  ટીવી તો , બિગડતી હે મેરી બીવી
જબ  મે કેહતા હું દેખો ન્યુઝ તો કેહતી કહા હે  ફ્યુઝ
જબ  મે કેહતા હું  દેખો  બુશ ,તો કેહતી હે કહાં હે   રૂશ.
લો ભાઈ  ટીવી કી તો ગેરંટી હે કી ,
           ભાઈ પસંદ ના આયે તો દુસરા  લે  જાના .
 
ઇસ કી કોઈ ગેરંટી વાલા ફોર્મ્યુલા નહિ કી,
    ભાઈ પસંદ ના આયે તો  દુસરી લે  જાના.
 
=======================================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

રાધા કિશન મંદિર=( રાધા કૃષ્ણ )


રાધા કિશન  મંદિર ( રાધા  કૃષ્ણ )
 
=====================================================================================
 
રામ  નામની  જ  ધૂન  મચે ને ભક્તો ભેગા  થાય..
ધામ છે રાધાકૃષ્ણ તણું ઉત્સવો ત્યાં ઘણા ઉજવાય..
કિશનની કૃપા જુઓ ને  હેતે સૌના જ હૈયા  હરખાય..
ક્તિનાં અખંડ છે ધામ અને  ગરબા પણ ગવાય..
મન કરે સૌ  ભક્તિ ભાવથી આનંદ આનંદ  થાય..
મંદિરની પ્રવૃતિઓ આજે ચોદિશેચારેતરફ વખણાય..
દિન ઉગેને આથમે હંમેશ માનવ મહેરામણ ઉભરાય..
ટણ  કરો  ‘સ્વપ્ન’માં  સૌ  માનવ  મંદિર જગે થાય..
 
*********************************************************************************************************************************************=====
 
રાધા કૃષ્ણ મંદિર કેલીફોર્નીયામાં લોસ એન્જલસ ખાતે નોર્વોક શહેરમાં
આવેલું છે.  આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વેદાન્તાચાર્ય અને ભાગવત મર્મગન્ય
પ્રાતઃ સ્મરણીય શ્રી  કૃષ્ણશંકર શાસ્ત્રીજીના વરદ હસ્તે ૧૯૭૭-૭૮ માં થયેલી .
 
====================================================================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ)

કેટલીક કહેવતો અને ઉખાણાં


કેટલીક કહેવતો અને  ઉખાણાં….
88888888888888888888888888888888888888888888888888888888888888888888888888
 
હે.. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે  ભલો ગુજરાત.
ચોમાસે  વાગડ ભલો ને ઓલ્યો કચ્છડો બારે માસ .
 
=XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
 
હે શિયાળે  શીરો  ભલો ને,   ઉનાળે  ભલી  છાસ ,
ચોમાસે  ભજીયા ભલાં ,  ઓલી ખીચડી બારે માસ.
 
222222222222222222222222222222222222222222222222222222222222222222222222222
 
હે જમણો  સુએ  જોગી ,  અને  ઉન્ધો સુએ   ભોગી,
ચત્તો જ  સુએ   રોગી  , અને  ડાબો  સુએ   નીરોગી.
 
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
 
હે કલેકટર કકળાટ કરે ને , મામલતદાર  મુંઝાય,
સર્કલ બિચારા શું કરે, એતો તલાટી કરે એમ થાય.
 
888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888
 
હે પ્રજા પૂછે પ્રધાનજી ને , તમારો  વાસો કયાંય
 ભોળી પ્રજા ને ભ્રષ્ટાચાર સાથે  ખુરશી જ્યાં  હોય.
 
=================================================================================
 
હે પ્રધાન પૂછે પટાવાળાને , કેમનું  ચાલે છે જ  ભાય,
પટાવાળો કહે તમે જ લો પછી મારે હાથ ના  આવે કાંય
 
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
 
(બદલીની ધમકી આપતા પ્રધાન કે નેતાને ) નીચેનું મારી બદલીઓના
પ્રસંગે બનાવેલું છે. બદલપુર બોરસદ તાલુકામાં અને ગાડા પેટલાદ (સોજીત્રા)
તાલુકામાં આવેલું છે.બદલપુર ધુવારણ નજીક છે. મતલબ કે ગાડાથી બસમાં
નીકળું  ને  બદલપુર  પહોચું ત્યારે નોકરીનો સમય ( ૧૧ થી ૫ )પૂરો થી જાય.
ગાડાથી સોજીત્રા એક બસ  સોજીત્રા થી પેટલાદ બીજી બસ  , પેટલાદથી બોરસદ 
ત્રીજી બસ અને બોરસદથી  બદલપુર ચોથી બસ પકડવી પડે. 
 
બદલી  કરજો  બદલપુર પણ  રહીશું  ગામ   ગાડા,
એવા ઠેકાણે મુકજો જ્યાં ભેંસો  જણ્યે નર્યા   પાડા.
 
============================================================================================
 
નથી  દીઠી જેણે ભૂખ જીવનમાં , અને  એ ભૂખ  પર બોલે,
આચરે  અનીતિ  ભર્યું  જીવન, ને સભામાં  નીતિ પર બોલે.
સત્તા લક્ષ્મી  કામિની  જોઈ જેના નયન ચકળ વકળ ડોલે,
અને  વ્યાસપીઠ પરથી એ પાછા  એ  ધર્મ  પર  બોલે.
 
777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777
 
હે પૂનમની રાત જેવી   બીજી કોઈ  રાત નથી,
ભજનની    વાત જેવી  બીજી કોઈ   વાત નથી.
ભક્તોની  ન્યાત  જેવી બીજી કોઈ  ન્યાત નથી,
માયાની  લાત   જેવી   બીજી કોઈ  લાત   નથી.
 
=========================================================================================
 
સંકલન: સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ  પટેલ )
 

જીવન જીવવું સહેલું નથી…. ( ભજન) ….


જીવન જીવવું  સહેલું નથી…..(ભજન)..
=================================================================================
હે.. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલાં મરવું નથી,
    મરતાં મરતાં જીવવું  પાડે, તેવું  જીવન મારે  જીવવું  નથી.
હે.. પ્રાણ રહે જ્યાં સુધી  શરીરમાં, કોઇથી  મારે  ડરવું   નથી,
     સારું  થાય તો  ઠીક છે , કોઈનું  ખોટું   મારે  કરવું નથી.
હે.. જીવન  બનું  હું કોકનું ,પણ  લુંટનારો  મારે  બનવું નથી. 
    માનવ  થઈ જન્મ્યો જગતમાં, દાનવ થઈને મરવું નથી.
હે.. પાપ કરીને પુણ્ય કરાવે , તેવા કરમ મારે  કરવા  નથી,
   મોક્ષ મળે ના ભલે આ જીવને, અવગતિએ મારે જાવું નથી.
હે.. ‘માનવ’ કહે છે આ દુનિયાને, વાત  મારી કોઈ ખોટી નથી,
  સત્કર્મ  ને હરિભજન વિના,  પ્રભુજી મળવા  સહેલા નથી.
================================================================================
રચયિતા : માનવ ..
સંકલન : સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ)

આજની મજાક……


      આજની મજાક.
==========================================================================================
એક ભાઈ લોસ એન્જલસમાં રહેતા હતા. સારી નોકરી હતી.
તેમના પિતાજીને અમેરિકા ફરવા બોલાવ્યા. લોસએન્જલસમાં
બધું જોઈ લીધા પછી સાનફ્રાન્સિસ્કો  ગોલ્ડન  ગેટ જોવા નીકળ્યા.
લોસ એન્જલસથી સાન ફ્રાન્સિસ્કો ફ્રીવે ( એક્સપ્રેસ વે ) પાંચ અને
૧૦૧ એમ બે રીતે જવાય. ૧૦૧ પર સાન્તા બાબરા અને સાન હોઝે
આવે.મેક્સિકન નામમાં સાન અને સાન્તા જરૂર આવે.
સાન હોઝે  આમ લખાય : ”  SAN JOSE
પુત્રે પિતાજીને કહ્યું બાપુજી જુઓ સાન હોઝે આવ્યું . પિતા થોડું અંગ્રેજી
ભણેલા. તે કહે અલ્યા આતો સાન જોશે છે. પુત્ર કહેના સાન હોઝે છે.
પિતા ના માન્ય એટલે તેમના પુત્રના મિત્રે  કહ્યું બાપુજી અહી ‘ઝ ‘ને
કહેવાય . બાપુજી કહે સારું ભાઈ.
થોડા સમય પછી બાપુજી ભારત પાછા જવા નીકળ્યા પુત્રના ઘણા મિત્રો
ભેગા થયા હતા. મિત્રોએ કહ્યું બાપુજી હવે ક્યારે મળીશું.
બાપુજી કહે ભાઈ હું – હુલાઈ માં મળીશું  મિત્રો ના સમજ્યા એટલે બાપુજી કહે
અલ્યા ‘ ‘ને ‘હ ‘કહેવાય એટલે  હુન ( જુન ) હુલાય ( જુલાઈ ) માં મળીશું.
 
=====================================================================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

સ્વમાન મોતે મરવું છે….


  સ્વમાન મોતે મરવું છે…..
=====================================================================
જન્મ્યો છું જગતમાં હું , મારે ગુજરાતી બની રહેવું   છે,
જગતના ઝંઝાવાતો સામે, હિન્દુસ્તાની  બની  લડવું  છે.
સ્વાર્થી જગતના પડકારો ને,  પાડી  પોકારને કહેવું છે,
માનવ થઈને જન્મ્યા  જગતે, માનવ  થઈને  મરવું  છે.
ભ્રષ્ટાચારના ભોરીંગને હવે,  કિશન બનીને નાથવું  છે,
ભારતના મહામાનવનું  સ્વપ્ન  અદકેરું સાચું કરવું છે.
બેફામ જીવ્યો  જગતમાં ને,  આઝાદ બની વિહરવું છે,
ખોટું કોઈનું કરવું  નહીંને , પ્રેમ બનીને  પરવરવું  છે.
નડવાનું નહિ કોઈને  ને ,સીધા રસ્તે  તો સંચરવું  છે,
પરમાર્થ  કેરો પત્થર બનીને, લોક કલ્યાણ  કરવું  છે.
‘સ્વપ્ન’ સજાવી અનમોલ, જગ આકાશે  વિસ્તરવું  છે,
ડોળ કરીને જીવવા કરતાં, સ્વમાન મોતે  મરવું   છે.
 
======================================================================
 
‘સ્વપ્ન’ જેસરવાકર  ( ગોવિંદ પટેલ)

હાંરે મને કૃષ્ણ જોયાના કોડ…(.ભજન)


    હાંરે મને કૃષ્ણ જોયાના કોડ….. ( ભજન..) 
                 ( રાગ: સોરઠ )
====================================================================================
 
મને કૃષ્ણ જોયાના કોડ, હાંરે મને વા’લો  જોયાના  કોડ.
હે સહિયર  ચાલો ને,   ચાલો ચાલો સહિયર  ચાલોને .
માતા ઉમીયાને લાગુ પાય (૨)  હરિ વર આલોને…………સહિયર…
હે દે’રે  દે’રે  દીવા  કરું ને,  પૂજું  હું  શંકર  દેવ,
શામળિયો વર પામવા રે  (૨) હું કરું રે શંભુ તારી સેવ…સહિયર…
હે કાલંગડીને  કાંઠડે  ને  નહાતા નિર્મળ  નીર,
વસ્ત્ર  જ વીઠલો હરિ ગયો  રે (૨) હું તો  શાણે ઢાકું શરીર…સહિયર… 
હે સાસુ  અમારાં  જશુમતી ને સસરો શ્રી નંદલાલ,
કંથ કોડીલો મારો  કાનજી રે(૨) મારું સાસરું  ગોકુળ ગામ…સહિયર…
હે ગોકુળની  ગોવાલણી ને , ચાલે  મલપતી ચાલ,
તે  પર  મોહન  મોહી ગયા રે(૨)એનું  મુખડું  છે લાલ ગુલાલ…સહિયર…
હે ચંદન ભરી તલાવડી ને, મોતીડે  બાંધેલી  પાળ,
કાનજી  ધુએ  રૂડાં  ધોતિયાં રે(૨) રાણી રાધા પાણીડાની હાર… સહિયર…
હે ડુંગર પર છે દેરડી  ને,  સોની ઘડે  સોનહાર,
કાનજી ઘડાવે રૂડાં વેળિયાં રે (૨) રાણી રાધા   ઘડાવે હાર… સહિયર…
હે  ગાય, શીખે નર સાંભળે, રાણી  રાધાજીનો રાસ,
તે નર વૈકુંઠ પામશે  રે (૨) હાંરે ગુણ ગાયે નરસૈંયો દાસ……. સહિયર…
 
=============================================================================================
 
રચયિતા: આદ્ય કવિ નરસિંહ મહેતા.
સંકલન:  સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ)