માં ગુર્જરી ની આરતી….


    માં ગુર્જરીની આરતી …..

==========================================================================
(રાગ==== જય આધ્યા શક્તિ માં…….)
==========================================================================
જય જય ગુર્જરી મૈયા , માડી જય જય ગુર્જરી મૈયા,
નમામિ દેવી નર્મદે (૨) ઓમ જય જય ગુર્જરી મૈયા.
એકમે અમદાવાદ મૈયા, દિને દિને વિસ્તરતું, (૨)
પહેલ કરી ને રહેતું (૨) પાછુ ન કદી પડતું … …. …. …. ઓમ જય ગુર્જરી
બીજે બહુચરાજી મૈયા, બાલારામ અતિ સુંદર, (૨)
રાધનપુર સાંતલપુર (૨) ખેડબ્રહ્મા , હિમતનગર ………..ઓમ જય ગુર્જરી…
ત્રીજે તીથલ ધામ મૈયા, સમુદ્ર શોભા સારી (૨)
તારાપુર ના ભૂલીએ (૨) છે એ ભાલની બારી …….. .    ઓમ જય ગુર્જરી…
ચોથે ચોટીલા મૈયા, માજી ચામુંડા સવારી, (૨)
ચરોતરની છે શોભા (૨) અમુલ બ્રાંડ ન્યારી ……… ….  ઓમ જય ગુર્જરી…
પાંચમે પોરબંદર , કીર્તિ મંદિરની બલિહારી (૨)
પાવાગઢ, પાલીતાણા(૨) પાટણ પ્રભુતા પ્યારી ………. ઓમ જય ગુર્જરી….
ષષ્ઠીએ શુકલતીર્થ , કબીરવડની કથા ન્યારી (૨)
શણગાર સજીને સોળે (૨) માં ખોડીયાર ખમકારી …….. . ઓમ જય ગુર્જરી….
સપ્તમીએ સારંગપુર , કષ્ટ ભંજન દાદા ભારી (૨)
સાસણ ના સાવજ તો (૨) ગીરનાર ગગન ધારી …….ઓમ જય ગુર્જરી….
અષ્ટમીએ અંબાજી મૈયા, અંકલેશ્વરે તેલ કુવા (૨)
જેસલ – તોરલ સમાધિ (૨) ભુજ અંજાર જોવા …….. … ઓમ જય ગુર્જરી….
નવમીએ નારાયણ સરોવર, ભાવનગર તો ભમ્યા (૨)
ગોંડલ રાજકોટ રહીને (૨) જામનગરે જ જમ્યા ………… ઓમ જય ગુર્જરી…..
દસમે દાંડી યાદ કરો , જાગી હતી જનતા સારી (૨)
સરદાર બન્યા બારડોલી (૨) પારસીનું નવસારી ………… ઓમ જય ગુર્જરી…..
એકાદશી અક્ષરધામ , ગાંધીનગર રાજધાની ધામ (૨)
મુખ્યમંત્રી જીવરાજને (૨) અમરેલી એમનું ગામ…………, ઓમ જય ગુર્જરી
દ્વાદશીએ દ્વારકા ડાકોર,બાવનગજ ધજા લહેરાય (૨)
સોમનાથ કેરા મંદિરે (૨) હર મહાદેવ સંભળાય ………. . ઓમ જય ગુર્જરી
તેરસે તો તરણેતર નો , મેળો શામળાજી સાથ (૨)
મેઘાણીજી ને માણો (૨) સુરતના નર્મદનો નાદ ………… ઓમ જય ગુર્જરી….
ચૌદશે ચાણસ્મા ચુંવાળ, વડોદરા સંસ્કૃતિક નગરી (૨)
ભાગ્યું તોયે ભરૂચ (૨) નડિયાદ છે સાક્ષર નગરી …….. ..ઓમ જય ગુર્જરી…..
પૂનમે તો પાલનપુર, પેટલાદ સંસ્કૃત પાઠશાળા (૨)
જુનાગઢ ને સાપુતારા (૨) ગઢડા ઉઝા બરવાળા ……..ઓમ જય ગુર્જરી….
ખંભાત નવાબી શહેર , સંખેડા , ઇડર વખણાય (૨)
વીરપુર ને ગોધરા(૨) થર્મલ, ધુવારણ વીજળી થાય……… ઓમ જય ગુર્જરી…
વલ્લભ વડ રાસમાં, આઝાદી જંગે લડત લડાય (૨)
બોરસદમાં તો છાવણી (૨), સત્યાગ્રહમાં જ નખાય ………ઓમ જય ગુર્જરી…
શેઢી, ભોગાવો ને વાત્રક, મહી મચ્છુ સાબરમતી (૨)
રૂપેણ બનાસ ,વિશ્વામિત્રી (૨) તાપી ને સરસ્વતી …………..ઓમ જય ગુર્જરી…..
નીરમાં, કેડીલા, નેનો ; આબાદ, સુમુલ ,દૂધ સાગર (૨)
કૃભકો ને અંબુજા (૨) રીફાઇનરી ને ફર્ટીલાઈઝર ………… ..ઓમ જય ગુર્જરી….
જનતાપરિષદ, સ્વતંત્ર , શાસક, સંસ્થા ને રાજપ (૨)
કિમલોપ ને મજપા (૨) સામ્યવાદી ને ભાજપ …………….ઓમ જય ગુર્જરી..
બલવંત,ચીમન છબીલ; હિતન્દ્ર શંકરને કેશુભાઈ (૨)
ઘનશ્યામ,અમર,નરેન્દ્ર (૨)માધવ, દિલીપ બાબુભાઈ ……….ઓમ .જય ગુર્જરી…
આરતી ટાણે  ગુજરાતની ,ઇન્દુચાચા કેમ  ભૂલાય (૨)
શહીદોની સાથમાં (૨) રવિશંકર દાદા ના વિસરાય …………ઓમ જય ગુર્જરી….
ભાવ ભક્તિ ઉભરાયે, વેપાર ને વિકાસ સધાય (૨)
ગાંધી, સરદાર તો આજે (૨) દેશ વિદેશ પૂજાય……………….ઓમ જય ગુર્જરી,,,,,
માં ગુર્જરી ની આરતી , હર ગુજરાતી તો ગાય (૨)
“સ્વપ્ન” હૈયે આજે (૨) જય ગરવી ગુજરાત થાય ……………ઓમ જય ગુર્જરી…
================================================================================================
” સ્વપ્ન ” જેસરવાકર ( ગોવિંદ પટેલ )
(  નોધ;;;= કાવ્યના  પ્રાસ માટે મહાનુભાવો ને ટુકા નામથી સંબોધ્યા છે
                આ અંગે માફી બક્ષો એવી વિનંતી.)
“સ્વપ્ન “ના વંદન

 

Advertisements

12 thoughts on “માં ગુર્જરી ની આરતી….

 1. માં ગુર્જરી ની આરતી , હર ગુજરાતી તો ગાય (૨)

  “સ્વપ્ન” હૈયે આજે (૨) જય ગરવી ગુજરાત થાય ……………ઓમ જય ગુર્જરી…

  ઓમ જય ગુર્જરી, જય ગુર્જરી ઓ ! મહામાયા,

  જય ગોવિંદરાયા, જય ગોવિંદરાયા !

  જે કોઈ આરતી ગાશે, તે છે ગુજરાત મૈયાના પ્યારા!

  આજ છે ગુજરાતનો જન્મ દિવસ,

  માતાના આશીર્વાદો છે સૌને,

  કહે છે આજ ગોવિંદ રાયા,

  ઐસા જ્ઞાન ચંદ્રને યાયા !

  …ચંદ્રવદન
  Govindbhai,
  Avjo @
  http://www.chandrapukar.wordpress.com
  See you there, when possible !
  Chandravadan

  Like

 2. શ્રી ગોવિંદ કાકા,
  આ માં ગુર્જરી ની આરતી અમે પ્રિન્ટ કોપી કરી બાળકોને આપવાના છીએ.
  જેથી બાળકોને તમે ઈતિહાસ, ભૂગોળ ,જોવાલાયક સ્થળો,પર્વતો,
  નદીઓ, યાત્રા ધામો, નદીઓ, ગુજરાતના મુખ્ય મંત્રીઓ, ગુજરાતના પક્ષો,
  શહેરો ,કવિઓ,સમાજ સેવકો,તેમજ જાણવા જેવું એમ વિવિધ વિષયો kavyma
  જે વાણી લીધા છે તેનો ખ્યાલ આવે.અભ્યાસમાં ઉપયોગી એવું કાવ્ય. ખુબ જ સરસ.
  વાહ કાકા વાહ એક સાચા ગુજરાતીના તમારામાં દર્શન થાય છે. અભિનંદન.

  Like

  1. ભાઈ દિપેશભાઇ,

   આપને સૌ ગરવા ગુજરાતી છીએ છીએ અને તેનો ગૌરવ ભર્યો ઈતિહાસ છે

   અને તેની આરતી સહુએ સાથે મળીને ગાવી જોઈએ અને ગુજરાતના વિકાસમાં

   પ્રદાન કરવું આપણી ફરજ છે અને તેને દેશ વિદેશમાં ગજ્વવી જોઈએ.

   આપ બાળકોને કોપી કરી આપો મને આનંદ થશે. તેઓ ગાશે અને શીખશે.

   આપનો વિચાર સરસ છે .આભાર આપનો માનું છું

   Like

 3. શ્રી ગોવિંદમામા ,
  ગુજરાતની આરતીમાં દરેક પ્રદેશ, લોક, શહેરો,નદીઓ,પર્વતો,
  મુખ્ય મંત્રીઓ,પક્ષો,ઉદ્યોગો,યાત્રા ધામો સુંદર સમન્વયથી
  સમાવ્યા છે.વાહ સાચા ગુજરાતી પરદેશમાં પણ ઝળક્યા છે.

  Like

 4. શ્રી ગોવિંદભાઈ,
  વાહ રાજા વાહ….વાહ..રંગ રાખ્યો તમે તો.
  ખુબ સુદર રીતે યાત્રાધામો, નદીઓ, પર્વતો , શહેરો , ઉદ્યોગો,
  પક્ષો અને મુખ્ય મંત્રીઓ સર્વેને આવરી લઇ સુંદર આરતીનું
  નિર્માણ કર્યું છે. એક શિક્ષક જીવ ગુજરાતના ગૌરવને વધાવે
  ત્યારે સહ કાર્યકર શિક્ષક મિત્રો તરીકે અમને પણ ગર્વની લાગણી
  અનુભવાય છે. તમારી અમેરિકા ગયા પહેલાની સેવાકીય પ્રવૃતિઓના
  અમે સાક્ષી છીએ પણ ત્યાં જઈને પણ આપે પરાર્થે સમર્પણની સેવા
  અવિરત ચાલુ રાખી છે. આપને ખુબ ધન્યવાદ.ને અભિનંદન.

  Like

  1. શ્રી હસમુખભાઈ,
   આપના પ્રેમ અને હદય ના દિલને સ્પર્શી જાય તેવા સુંદર શબ્દો
   સજાવતો સંદેશો વાચી આનંદ થયો.આપની સરાહના અને પ્રોત્સાહક
   ભર્યા વાક્યો દિલને સ્પર્શી ગયા. હજુ પણ ખંભાત અને નોકરી તથા
   પ્રવૃતિઓ ખુબ યાદ આવે છે.મને યાદ કરવા બદલ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s