દુનિયાના દેશોનો સમન્વય…


દુનિયાના  દેશોનો સમન્વય….
=====================================================================
બ્રિટન….
જેનો સૂર્ય કદી આથમતો નથી  એ આજે  ક્યાં  છે,
બની  ગયા  બેહાલ પણ ,રાજાશાહી  હજુ  ત્યાં    છે.
બની ગયું  છે દેવાદાર,  બ્રિટન વિશ્વસત્તામાં  ક્યાં  છે,
છે  એકલું ને અટુલું,  યુરોપીયન યુનિયન   જયાં છે.
==========================================================================
અમેરિકા….
જગત  તાત બનવાની,ઘેલછા  થઈ  છે  ધૂળધાણી,
મોઘવારી  અને  બેકારી,  અર્થતન્ત્ર ભરાવે છે પાણી
અફગાન, ઈરાક ઈરાનમાંને બીજે  સેના ગઈ ઘેરાણી ,
નાના નાના  દેશો  હવે તો,  લાવી દે  છે  આંખમાં  પાણી.
===========================================================================
રશિયા….
હથોડી  ને દાતરડું  ગયું  છે  હવે  તો   ઘસાઇ,
સોવિયેત યુનિયન  બિરાદરી  પડી છે ભરાઈ.
રાજ્યોના  ટુકડા થયા ને  એકતા ગઈ વિસરાઈ,
સમેટાઈ  ગયું  સામ્રાજ્ય ને સીમટાઈ રહી મોટાઈ .
==========================================================================
પાકિસ્તાન…..
ઝીણાની જીદ બેકાર  બની, થઈ ગયું  છે  બેહાલ,
લોકશાહી  કદીના સ્થપાઈ ને  રહી  ગયું  કંકાલ .
લશ્કરે  કાયમ  રાજ કર્યું , પ્રજાએ ના કરી કમાલ,
ભય, ભૂખ, આતંકવાદ સાથે ,કાયમ   રહી  જંજાલ.
=========================================================================
ભારત…
અંગ્રજોએ બેહાલ કર્યા ને,  ઉપરથી   પાકિસ્તાન,
છતાંયે ઉઠીને ઉભો થયો  એતો   છે  હિન્દુસ્તાન.
વિકાસ કર્યો , વિશ્વાસ કર્યો , દિલ જીત્યાં જગજન ,
સર કર્યા  ઘણા   ક્ષેત્રો ,   અને  સર  કર્યું છે ગગન .
=======================================================================
 
“સ્વપ્ન” જેસરવાકર  (  ગોવિંદ પટેલ )

10 thoughts on “દુનિયાના દેશોનો સમન્વય…

    1. શ્રી પ્રમથ ,
      આપના અનમોલ અને સુંદર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
      આરીતે અવાર નવાર સંદેશ આપી આભારી કરશોજી.
      બીજું કે ભારત અંગે ઘણું બાકી છે આપનો પ્રશ્ન વ્યાજબી છે.
      જો પ્રજા સજાગ અને નિર્ભીક બની અવાજ ઉઠાવશે અને દરેક
      પોતાની ફરજ નિષ્ઠા બજાવશે તો જરૂર શક્ય બનશે.
      ધન્યવાદ.

      Like

    1. મુરબ્બી રમેશભાઈ પટેલ , (આકાશદીપ)
      આપના દુનિયાના દેશોના સમન્વય અંગેના પ્રેમ ભર્યા અનમોલ સંદેશ બદલ ખુબ આભાર.
      આપનો સંદેશ મને અથાગ પ્રેરણા આપે છે. આપનો આભાર માનું તેટલો ઓછો છે. કેમકે
      ઘણા સમયથી કોઈ સમાચાર પત્રમાં કે કોઈ બુકમાં એમ ઘણી વાર આપના કાવ્યો
      વાચ્યા હતા. એ સમયે કેલીફોર્નીયા લખેલ હોય મને એક ગુજરાતી તરીકે ખુબ અહોભાવ
      થતો હતો. કેમકે રજુકર્તા શ્રી રમેશભાઈ પટેલ હતા
      .

      Like

  1. વિકાસ કર્યો , વિશ્વાસ કર્યો , દિલ જીત્યાં જગજન ,
    સર કર્યા ઘણા ક્ષેત્રો , અને સર કર્યું છે ગગન …

    sundar…keep it up..
    Happy Independace day.

    Like

Leave a reply to પરાર્થે સમર્પણ જવાબ રદ કરો