સોરઠની સાખીઓ…..


        સોરઠની  સાખીઓ….
================================================================================
( વાંચક મિત્રો આ સાખીઓ સોરઠ રાગનું ભજન શરુ થાય તે પહેલા
કાંસી ભજન મંડળમાં ગવાતી. હું જયારે ડાકોર ભજન મંડળ સાથે જતો
ત્યારે સાંભળેલી અને ગાયેલી છે. ૧૯૭૫ માં એક ભજન નોટબુકમાં મેં
ઉતારી લીધી હતી. હવે પછી સોરઠ રાગનું ભજન રજુ કરીશ.)
(કોઈ મિત્ર સાખીઓમાં ભૂલ હોય તો સુધારી શકે છે.)
===================================================================================
 
હે સોરઠ સુરો  ના સરજીયો , ના ચઢ્યો  ગઢ ગીરનાર,
ના નાહ્યો ગંગા  ગોમતી,  એનો એળે ગયો  અવતાર જી રે….  (૧)
હે  સોરઠ  સિંગલ   દેશનો,  અને જાત તણી  પરમાર,
બેટી તો રાજા  ઉમની , એને  પરણ્યો રાય  ખેંગાર  જી રે ……..(૨)
હે સોરઠ સિંગલ  દ્વીપની , અને તપસી  ઉભો દ્વાર,
ભિક્ષા દિએ રાની  સોરઠી, મારો સંગ  ચાલ્યો  કેદાર જી રે………(૩)
હે સોરઠ  રાગ  સોહામણો ને,  મુખેથી  કહ્યો નવ જાય,
જેમ જેમ ભાંગે રાતડી,   તેમ તેમ મીઠો  થાય જી રે ……………(૪)
હે હંસ ગતિ મૃગ લોચની, ને  સજ્યા  સોળે  શણગાર,
રાધા  તારા દેશમાં , અને વશ  કર્યાં કિરતાર  જી રે ……………..(૫)
હે  સોરઠ વાસી  દ્વારિકા, દેખી  રે ઉકામ   દેશ ,
મથુરામાં હરિ જનમિયા રે,   વસ્યા સોરઠ દેશ જી રે ……………(૬)
હે સોરઠ  પાક્યો આભલે,  ને સુંડલો રહ્યો લોભાઈ,
ચાંચ તો પસારી પિયા કરે,રાજ રંગ ભિન કંઈ કંઈ જી રે………….(૭)
હે સોરઠ દેશ  સોહામણો રે, ને મુજને  જોયાના કોડ,
રત્નાકર સાગર  ઘૂઘવે , ને રાજ કરે   રણછોડ  જી રે……………….(૮)
 
==========================================================================================
 
રચયિતા: અજ્ઞાત …
સંકલન : સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

6 thoughts on “સોરઠની સાખીઓ…..

  1. આદરણીય શ્રી ચમનકુમારજી
   આપ તો લોક સાહિત્યકાર છો એટલે પ્રથમ તો વદન અને નમસ્કાર.
   આપ જેવા લોક સાહિત્યકારના પાવન પગલે “પરાર્થે સમર્પણ ” ધન્ય બની ગયું.
   આપના પ્રેમ સભર સંદેશ બદલ ખુબ જ આભાર.

   Like

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  આજે પ્રથમવાર સોરઠની સાખીઓ વાંચી,

  ખુબજ આનંદની અનુભુતિ થઈ.

  આ પંક્તિઓ ગમી ગઈ……….!

  હે હંસ ગતિ મૃગ લોચની, ને સજ્યા સોળે શણગાર,
  રાધા તારા દેશમાં , અને વશ કર્યાં કિરતાર જી રે …!

  અભિનંદન

  લિ.કિશોરભાઈ પટેલ

  Like

  1. શ્રી તરુણભાઈ,
   આપનો અભિગમ સાચો હશે અને હું તે સ્વીકારું છું. આતો વર્ષો પહેલા
   ગયેલું અને સાભળેલું કદાચ કસીના ઘોઘાટમાં મારી ભૂલ થી હોય
   એ શક્ય છે. તો માફ કરશો.
   આપના અમુલ્ય અભિપ્રાય બદલ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s