ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર…કૃષ્ણ જન્મ… ( ભજન )


ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર..  ( ભજન )
 
=================================================================================
 
( જયારે શ્રી કૃષ્ણ જન્મ થાય અને લાલાને હિંડોળતી વખતેનું ભજન )
રાગ : સાવનકા મહિના પવન કરે શોર……  ( ફિલ્મ : મિલન )
===============================================================
 
હીરા જડ્યું પારણું ને મોતીડાની દોર ,
                                   ઝુલાવે જશોદા ઝૂલે નંદનો  કિશોર.
આઠમની રાતડી ને સાવનનો  મહિનો,
                                        ભાર  ઉતારવાને  ગોવાલણીનો,
જન્મ્યો છે ગોકુળમાં આજે મહી માખણનો ચોર,
                                  ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો  કિશોર.
ઉમટ્યું ગોકુળિયું નંદજીના દ્વારે,
                                          જશોદા કુંવરની નજરો ઉતારે,
શ્રાવણના આંગણામાં ફાગણનું જામ્યું  જોર,
                                  ઝુલાવે  જશોદા ઝૂલે નંદનો  કિશોર.
આવી રાધા રાણી માનીતા મોલમાં,
                          રાધાને જોઇને કુંવર આવી ગયો ગેલમાં.
સોળ કળાએ નાચી ઉઠ્યો રાધાનો મન મોર,
                                   ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો કિશોર.
ગોપીઓની વચમાં કાનુડો ઘેરાયો,
                                 ‘ રાહી ‘ ફૂલોમાં જાણે ભમરો છુપાયો,
મદમસ્ત માનુનીઓ  મલકે મસ્તીખોર,
                                       ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર .
 
===================================================================================
 
રચયિતા : શ્રી રાહી
સંકલન:  સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
 
Advertisements

4 thoughts on “ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર…કૃષ્ણ જન્મ… ( ભજન )

  1. શ્રી. ગોવિંદભાઈ

    ખુબજ સુંદર

    સોળ કળાએ નાચી ઉઠ્યો રાધાનો મન મોર,
    ઝુલાવે જશોદા ઝૂલે નંદનો કિશોર……!

    શોર મચાયા કિશોરને………….!

    ડૉ.કિશોર પટેલ

    Like

    1. ડોક્ટર શ્રી મેવાડા સાહેબ,
      આપના અનન્ય અને સુંદર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
      આપ સરીખાના પ્રતિભાવથી મન મારું મોહાય.
      આપ જેવા અનેકના આશીર્વાદ થકી જ લખાય.

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s