ચારણી છંદ
===============================================================================
(૧)
શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, બાદલ ભરશે, અંબર સે ,
તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયા પરસે, સાગર સે ;
દંપતી દુખ દરસે, રોજ સમરસે, લગત જહરસે, દુઃખકારી,
કહે રાધે પ્યારી, મેં બલિહારી, ગોકુલ આવો ગિરધારી.
=============================================================================
(૨)
વા’લા વનમાળી, મિત્ર મોરારી, ના તમે નટખટ ભરી,
રીત વાહ તમારી, પ્રીત રૂપાળી, વિસરી ગયા છો વનમાળી;
આ દુનિયાદારી, થાય અકારી, વીનવીએ છીએ વારીવારી,
કહે રાધે પ્યારી , મેં બલિહારી , ગોકુલ આવો ગિરધારી.
==============================================================================
(૩)
વ્રજકી બાલા, રૂપ રસાલા, બહુત બિહાલા બનબાલા ,
જાગી તન જ્વાલા, વિપત વિશાલા, દિન દયાલા નંદલાલા;
આયે નહિ આલા, કૃષ્ણ કૃપાલા, બંસીવાલા બનવારી,
કાન્હ્ડ સુખકારી, કૃષ્ણ મોરારી, ગયે બીસારી ગિરધારી.
===============================================================================
(૪)
ગોકુલ ગામમાં ,વૃંદાવન ધામમાં, યમુના ઘાટમાં ગિરધારી,
જશોદાનો જાયો, માખણ ખાયો , કંસને માર્યો મોરારી;
રાધા છે ભાર્યા , પાંડવોને તાર્યા, કૌરવોને માર્યા મોરારી,
કહે રાધાના પ્યારા, જશોદાના જાયા, ગોકુલ આવો ગિરધારી.
===============================================================================
(૫)
કાન કોડીલા, રંગરંગીલા, માધવ મોહન matvala
દિન દયાળા , કૃષ્ણ કૃપાળા, નટવર નાગર નંદલાલા ;
રાધા રમણા , રાય રૂપાળા, છેલ છબીલા છોગાળા,
શંકર દુર્લભ , દર્શ દીદારા , ભવજળભયને હરનારા.
============================================================================
રચયિતા : અજ્ઞાત
સંકલન: સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
તમારું ફેસબુક અથવા whatsapp number moklo,maro whatsapp no.9429261297
LikeLike
આવી કનૈયા ની તિભંગી છંદ બીજી હતું ય તો મોકલજો.
LikeLike
I am always enjoying your beautiful site and Gujarati literatures.
LikeLike
આદરણીય શ્રી વિશ્વદીપભાઈ,
આપના પાવન પગલાં અમ દ્વારે ટકોરા દઈને સુંદર સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર
LikeLike
આદરણીયશ્રી. ગોવિંદભાઈ
તમે તો રચનામાં ગોકુલ ધામમાં બધે જ ફરી આવ્યા,
મારે પણ ફરવા જવું છે,
લઈ જાવ ભાઈ
આપનો કિશોર
LikeLike
આદરણીય શ્રી કિશોરભાઈ,
ગોકુળમાં આવો કીશોર્કુમાંરમ … આપના પ્રતિભાવ બદલ આભાર.
LikeLike
ખૂબજ સુંદર ચારણીછંદ રજુ કર્યા છે, મજા આવી ગઈ.
“સાજ” મેવાડા
LikeLike
આદરણીય ડોક્ટર શ્રી મેવાડા સાહેબ,
આપના વેણુંનાદમાં ચારણી છંદ ભલે પછી મઝા કૈક ઓર હોય જ.
આપનો ખુબ ખુબ આભાર.
LikeLike
વ્રજકી બાલા, રૂપ રસાલા, બહુત બિહાલા બનબાલા ,
જાગી તન જ્વાલા, વિપત વિશાલા, દિન દયાલા નંદલાલા;
આયે નહિ આલા, કૃષ્ણ કૃપાલા, બંસીવાલા બનવારી,
કાન્હ્ડ સુખકારી, કૃષ્ણ મોરારી, ગયે બીસારી ગિરધારી.
Nice “Chhand” collection…
LikeLike
શ્રી પ્રેમપ્રિયા
આખરે પરાર્થે સમર્પણમાં આપનું આગમન થયું ને પાવન થયો.
સંદેશ રૂપી ગંગાજળ ના છટકાવ દ્વારા મન પ્રફુલિત થયું.
આપનો ખુબ ખુબ આભાર.
LikeLike
ગોવિંદભાઇ,
સરસ છંદ છે. મારા મત મુજબ આ છંદ ગુજરાતીના બારે મહિના કાર્તિકથી લઇને અશ્વીની સુધીની ગોપીઓના મનોભાવનું વર્ણન કરે છે. જો આખો છંદ મળે તો જરૂર મુકજો.
LikeLike
શ્રી અભિષેકભાઈ,
આખરે પરાર્થે સમર્પણમાં આપનો પાવન અભિષેક થયો.
સંદેશ રૂપી ગંગાજળ ના અભિષેકથી મન પ્રફુલિત થયું.
આપનો આદેશ શર આખો પર શ્રાવણ માસ અને કૃષ્ણ
જન્મ વધામણા એટલે આખો બાર માસનો છંદ નહોતો
મુક્યો . હવેથી મુકીશ મેં ગરવા ગુજરાતને ગજવો (ચોઘડિયા )
માં ગુર્જરી ની આરતી બનાવેલ છે. બ્લોગમાંથી મળી શકશે.
આપ લઇ શકો છો.
આપનો ખુબ ખુબ આભાર.
LikeLike