Monthly Archives: સપ્ટેમ્બર 2010

શ્રાદ્ધ પક્ષે પૂર્વજોને… ગીત – કાવ્ય


શ્રાદ્ધ પક્ષે પૂર્વજોને ….( ગીત–કાવ્ય )
======================================================================
 
હે પૂર્વજો પ્રેમે તર્પણ કરી  પ્રેમથી  આશીર્વાદ માંગીએ,
 
આપના આશીર્વાદ થકી  જીવન  સાચું  અમે  જીવીએ.
 
આપના સંસ્કારને  આદર્શ થકી  માનવતા  ને ઉજાળીએ,
 
પરમાત્મા  આપે મોઘેરો  મોક્ષ એ ભાવના ઉચ્ચારીએ.
 
લખચોર્યાશી બંધનોથી મુક્તિને પ્રભુ શરણમાં બીરાજજો,
 
આપના  અમીમય આશીર્વાદ  સદા અમ પર   રાખજો.
 
શ્રાદ્ધ કેરું રૂડું પર્વ  આવ્યે  અમો સહુ આપને સમરીએ ,
 
કાગ વાસ નાખીને ભાવતાં ભોજન  આપને  ધરાવીએ.
 
જન્મો જન્મ મળે  મુજને  આપ સરીખા પ્રેમથી પૂર્વજો,
 
અરજી ધ્યાને  ધરીને આપ સહુ આશીર્વાદ વરસાવજો.
 
===========================================================================
 
સ્વપ્ન જેસરવાકર    (  ગોવિંદ પટેલ )

એમને હું આવું જ કહું… (કાવ્ય )


એમને હું આવું જ કહું…… ( કાવ્ય )
 
================================================================================================
 
સંતાનો જે માબાપ ને  રખડાવતા એ  રાવણ , દુર્યોધન કહેવાય  છે,
 
નાલાયક ને ક્પુતોની  દશા પણ,  એમના દીકરા થકી  એવી  થાય છે.
 
 
ચુટેલાઓ જે  દેશને લુંટી પોતાની  તિજોરીઓ  જેમ તેમ ભરતા જાય છે,
 
જુઓ  એમને  ડાયાબીટીશ,હદયરોગ, અને  બ્લડપ્રેશર જેવા રોગ થાય છે.
 
 
લશ્કરના  અધિકારીઓ  દેશને સુરક્ષિત રાખવાથી   બેખબર  થતા જાય છે,
 
દેશપ્રેમ ને બહાદુરીના ચન્દ્રકો ભલે મેળવે પણ આખરે દેશદ્રોહી થાય છે.
 
 
ભાઈચારો , સદાચારની વાતો કરનારા  થોડા સમય વાહ મેળવી જાય છે,
 
પણ  ચહેરો ખુલ્લો  પડી જતા  એ   બે મોઢાના   સાપોલિયાં બની જાય છે.
 
 
શિક્ષણ જગતનો ભાર  વેંઢારતા ને ટ્યુશનનો લ્હાવો લઈ તગડા  થાય છે,
 
પણ લંપટ  શિક્ષકો  હડધૂત  થઈને  જનતાનો   વિશ્વાસ  ગુમાવતા  જાય છે.
 
 
પિતા  તણી ફરજ  ભૂલી   મર્યાદા  ખંડિત કરી   જીવન વ્યતીત કરતો જાય છે,
 
એવો હેવાન ને નિર્લજ્જ  બાપ સમાજ અને કુટુંબ ઈજ્જત ગુમાવતો જાય છે.
 
 
લાંચ રુશ્વત ને અન્ડર  ટેબલની કમાણી   કરી મહેલ મિલકત  વસાવતા જાય છે,
 
 દિલ દુભવ્યું ને કમાણી  કરી એ જનતાની  નજરમાં  લાંચિયા  સાહેબ થાય છે.
 
 
બીજા માટે બાગીઓની  બુમો પાડતા એ  લોકો   પોતે જ   બાગી   હોય છે,
 
બાગી વિના પક્ષ, સરકાર ના  ચાલે એમ  જનતાને ઉલ્લુ બનાવતા હોય છે.
 
 
દેશ ભક્તિ ,રાષ્ટ્ર પ્રેમ જેના હૈયે ના હોય એવા   કાયમ  બુમો  પાડતા હોય છે,
 
રાષ્ટ્રગીતો  પણ  ગાતાં  ના આવડે  એવા બકરા પણ  પ્રધાન થઈ  જતા હોય છે.
 
 
 ઠીક ઠાક્ની  અલબેલ  પુકારતા અને કમાન્ડો  વચ્ચે ઘેરાતા  જાય   છે,
 
વાઘના  મોઢે   વાતો   કરતા  એ   ડફોળોને   કાળજું  બકરીનું   હોય   છે.
 
 
ગૌરવની વાતો કરવી ને  સમાજ  સંસ્કૃતિ ને  કાયમ  ભુલાવતા હોય છે,
 
વાયદા ,વચનો આપી,   ખાતમહુર્ત કરી ખોટા સ્વપ્ન સજાવતા હોય છે.
 
=======================================================================================================
 
સ્વપ્ન જેસરવાકર    (  ગોવિંદ  પટેલ )

હે પ્રભુ એને હું શું કહું ? ( કાવ્ય )


હે પ્રભુ  એને  હું  શું  કહું ?  ( કાવ્ય )
====================================================================
 
આપ્યો જન્મ જેણે જગતમાં , પાળી પોષી મોટો કર્યો,
 
એ જ સંતાનો માબાપને છેતરે તો, હે  પ્રભુ એને હું શું કહું ?
 
જેને ચુંટી મોકલ્યા પ્રજા  એ,  દેશની  સેવા  જ કરવા ,
 
એ  નેતાઓ જો દેશને લુંટે તો,   હે  પ્રભુ  એને  હું શું  કહું ?
 
જેને માથે  છે   જવાબદારી , દેશને  સુરક્ષિત  રાખવાની,
 
એ જ  લશ્કર વેચે દસ્તાવેજો તો, હે પ્રભુ   એને હું શું કહું ?
 
આજ   ચુંટણી ટાણે કરે છે,  વાતો ભાઈચારા ને  સદાચારની ,
 
એ  નેતાઓ ગાળાગાળી કરે તો,  હે પ્રભુ   એને  હું શું કહું ?
 
જેને  જગત ગણે  છે  માં પછી સંસ્કાર માટે  મહત્વના ,
 
શિક્ષક  લુટે આબરુ બાળાની તો , હે પ્રભુ એને હું શું કહું ?
 
સંસ્કારી  જીવન જીવે નહિ,  વાતો કરે  કાયમ  સંસ્કારની,
 
પિતા હેવાન બની ઈજ્જત લુટે તો, હે પ્રભુ એને  હું   શું કહું ?
 
કામકાજ  થશે અને સુખ  સગવડ મળશે,એવા  પરિપત્રો કરે,
 
ભ્રષ્ટાચારી  અધિકારીઓ  મળે તો,  હે પ્રભુ એને હું શું કહું ?
 
બાગી ના જોઈએ,આ બાગી,તે બાગી,એવા બુમ બરાડા કરે ,
 
પણ પોતે બાગીને ટીકીટ આપે તો, હે પ્રભુ એને હું શું   કહું ?
 
કાયમ દેશ ભક્તિના ભાષણો  અને  સુત્રો  એ  ઉચ્ચારતા,
 
‘વંદે માતરમ’ આવડે નહી એને  તો, હે પ્રભુ એને હું શું કહું ?
 
બધું  બરાબર છે ને થોડા દહાડે આગાહી આતંકવાદની ,
 
એ જ પોતે ક્માંન્ડોમાં ફરે  તો , હું  પ્રભુ  એને  હું શું કહું ?
 
વાતો કરે કાયમ ગૌરવ ને ભારતીય ભવ્ય  સંસ્કૃતિની ,
 
‘સ્વપ્ન’ પુરા ના કરે એ કોઈ દિ તો, હે પ્રભુ  એને હું શું  કહું  ? 
 
===================================================================================
 
‘સ્વપ્ન’ જેસરવાકર   ( ગોવિંદ  પટેલ )

ગુજરાતી બ્લોગ વિશ્વની યશોગાથા..( કાવ્ય )


 ગુજરાતી બ્લોગ વિશ્વની યશોગાથા  ( કાવ્ય )

 
========================================================================================================
 
પ્રિય વાચક મિત્રો આજે અનંત ચતુર્દશી છે. આ મારી ૯૯ મી
પોસ્ટ છે. બ્લોગ જગતમાં ૨ માસ અને ૨૦ દિવસ થયા.  મેં
આ પોસ્ટ દ્વારા બ્લોગર મિત્રોને યાદ કરી ઋણ ચૂકવવાનો નમ્ર
પ્યાસ કર્યો છે. બાપા મોરિયા આપ સહુને યશ અને કીર્તિ દેશ
વેદેશે અપાવે એવી મંગલ મૂર્તિ ગજાનન ગણેશજીને  નમ્ર
પ્રાર્થના.  જો કો મિત્રનો બ્લોગ રહી ગયો હોય તો મારું ધ્યાન
દોરશો તો બીજા ભાગમાં સમાવિષ્ટ કરીશ એવી  ક્ષમા યાચના
સાથે સ્વપ્ન ના આપ સહુને  નમસ્કાર .
 
==========================================================================================================
 
હે   ભાત ભાતની  જાત જાતની  ગુજરાતી બ્લોગની  ભાંતિ,
 
કેવું અદકેરું લખતા ભાઈ  એતો  છે છેલ છબીલા  ગુજરાતી……….ભાઈ છેલ….
 
હે દેશ રહે   પરદેશ રહે ને જીન્સ પહેરે  ક્યારેક ઝભ્ભો  ધોતી,
 
ગુજરાતની  સંસ્કૃતિ  ના ભૂલે ભાઈ એ છેલ છબીલા  ગુજરાતી…..ભાઈ છેલ….
 
===========================================================================================================
 
હાલો હાલો ને  આપણા  મલકમાં ,   એ હાલો હાલોને આપણા મલકમાં ,
 
આપણા મલકમાં  ને ગરવા ગુજરાતમાં, હાલો હાલોને આપણા  મલકમાં .
 
ગુજરાતી ને ગુજરાતીઓ માં ભરત સૂચકને મળીએ,
 
જોઈએ ગુજરાતની માહિતીને , પરાર્થે સમર્પણ સ્પર્ધામાં  રે…… હાલો હાલોને….(૧)
 
લેસ્ટર ગુર્જરીથી ગઝલો આવે,  બાગે  વફા એને વધાવે,
 
સુરેશ શેઠના લેખો  સાથે,    સીમા દવેના કાવ્ય વધામણા  રે……હાલો  હાલોને …(૨)
 
સેતુ  બનાવીને સંચરીએ,   ગુજરાતી કાવ્ય ધારા  ગાઈએ
,
શિક્ષણ  સરોવરમાં  ડૂબકી દઈને કિશોર તો  ગાયે  ગાણા    રે…….હાલો હાલોને ….(૩)
 
હાસ્ય દરબાર  હસાવે,  પ્રહલાદ પ્રજાપતિનું ગીત ગમાવે,
 
રજનીની  વાઇલ્ડ  લાઈફ લઇ  જાયે ને ઘુમાવે  જંગલમાં    રે…… હાલો  હાલોને…..(૪)
 
અસર થી શબ્દસેતુ  રચાયે,  જ્ઞાન  ઝરણામાં ડૂબકી લગાવે,
 
પ્રત્યાનન થી પરમ સમીપે જઈ, રાચો  ને કાવ્ય કલાપમાં  રે……હાલો હાલોને…..(૫)
 
દાદાની દુંદુભિ વાગેને  લાગણી ના સુરે એ પ્રયાગ  ભાગે,
 
વેણુંનાદે વિચરતા મધુવનમાં,ઋષિ ચિંતનના  સાનિધ્યમાં  રે……હાલો હાલોને…..(૬)
 
ગદ્યસુર ના ઘોડે ચડીને મન માનસ ને  માનવી જ જાગે,
 
ભજ્નામૃતની વાણી સાંભળી,  અક્ષયપાત્ર  ઝાલે  હાથમાં    રે………હાલો હાલોને….(૭) 
 
આકાશદીપને  અજવાળે રમેશના  કાવ્યો  લખાય દિન રાતે,
 
જયકાંત  જાનીની કલમે અમેરિકન ગીત , ભજનો દિલમાં  રે…….હાલો   હાલોને….(૮)
 
ધૂમકેતુ માહિતી ભંડાર છે  ધવલ   હરેક  ગુજરાતીના માટે,
 
કવિલોક બનીને હદય ઉતારે કાગળ પર એ રહે મ્હેંકમાં   રે………હાલો હાલોને…..(૯)
 
દશાની દિશા નક્કી કરીને  રાજુલનું  મનો જગત   જાગે,
 
થોડું  અહીંથી થોડું તહીથી લઈ જાઓ આપણા ઉમરેઠમાં રે……… હાલો હાલોને…..(૧૦)
 
અભિવ્યક્તિ ને વ્યક્ત કરો ,  સાક્ષર બની સીંચો  ફૂલવાડી,
 
વીણેલાં  મોતી  પરોવી   પધરાવો માં  ગુર્જરીના  ચરણોમાં  રે……..હાલો હાલોને…….(૧૧)
 
ધર્મ ધ્યાન ધરી  જગને ઝરુખે બેસી કવિતા  વિશ્વ ને માણો,
 
પ્રદીપની  કલમ વસી ,  ઘૂમો રે યશની  ગુજ્જુ દુનિયામાં    રે……..હાલો હ્લોને….. …..(૧૨)
 
નેટ ગુર્જરીની વાતો નિરાળી, વિજયનું  ચિંતન જગત જાણો,
 
પરમ સમીપે  ને ચન્દ્રપુકારના નાદે પીયુની ના પમરાટમાં  રે …..હાલો હાલોને……(૧૩)
 
હિરેન બારભાયાની ડાયરી વાંચી ,શબ્દ  સરોવર તો ઉભરાય,
 
ફન એન ગ્યાન માં છે  જ્ઞાન ઘણું,એ પ્રેમપ્રિયા ની  પાંખમાં   રે…….હાલો હાલોને……(૧૪)
 
વાત મારી મરજી ની કરતો, ત્યાં સમી  સાંજનું  સમણું  દેખાય,
 
અલ્યા ભૈ આ ગુજરાત છે,  એ સજાય મેઘ ધનુષ્યના રંગમાં  રે……..હાલો હાલોને……(૧૫)
 
રમેશ ચૌહાણની અનુભૂતિ  હરહમેશ સમાજ  ઉપયોગી   થાય,
 
વાહ ગુજરાતનો રણકાર એવો  કે સંભળાય કુરુક્ષેત્રની કલમમાં  રે….હાલો હાલોને……(૧૬)
 
ગાંડા વલ્લભની કલમે  ભૈ બાળ તંદુરસ્તીના  લેખો   જ લખાય,
 
ગરવા ગુજરાતીઓના નેટ થકી  લેખ ,કાવ્ય  વંચાય ગુગલમાં  રે…..હાલો હાલોને…..(૧૭)
 
બંસીનાદ  થયો અમિ નઝર  મળી ને માતૃત્વ ની કેડીએ ચલાય,
 
સમન્વય સાથે  સબરસ ભળે પછી ખુલ્લી આંખના સપનામાં  રે…..હાલો  હાલોને……(૧૮)
 
શ્વાસ માં શબ્દનાદ  ગુંજ્યો , ને વાર્તાલાભ થયો  અક્ષીતારક,
 
દાદીમાની પોટલીમાં વાત્સલ્ય મળ્યું ઘંટારવ થયો શિવાલયમાં રે…હાલો હાલોને….(૧૯)
 
બાકી રહ્યું હોય  તો  પ્રેમથી કરજો  જાણ  પરાર્થે   સમર્પણને  સહુ,
 
આપની આશ  જરૂર  પૂર્ણ  કરીશું  પ્રેમથી    સ્વપ્ન  સમર્પણમાં   રે……. હાલો હાલોને…..(૨૦)
 
========================================================================================================================
 
સ્વપ્ન  જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

ઉમેદવારને મતદારનો જવાબ… (વ્યંગ કાવ્ય )


 

ઉમેદવારને મતદારનો જવાબ (વ્યંગ કાવ્ય ) 
===================================================================]]]]===============================
  
(  રાગ:   ક્યા  ખુબ  લગતી હો—- ફિલ્મ: ધર્માત્મા . ) 
====================================================================================================
 
કેવા નફફટ લાગો છો,? કેવા  ભોળા લાગો છો ?
  
ફરી કહું  કહેતો જ  રહું,  બહુ  વરવા લાગો છો ?
 
આવી છે ચુંટણી જયારે,   હો જયારે ,
  
દર્શન થયા  તમારાં  તો  ત્યારે ,
  
માફ કરજો, બાપલીયા ,કહેવા જેવું નથી રહ્યું……કેવા…
 
તમે કેવા કામો  કર્યા , હો  કર્યા,
 
કાયમ ખિસ્સા જ, તમે તો ભર્યા,
 
હાથ જોડો,પગે પડો, મારે  કંઈ  નથી    જોવું…..કેવા..
 
જરૂર પડી જયારે તમારી, હો  તમારી,
 
કાયમ  બંધ  જ ,રહી  છે  બારી,
 
સોગંધ આપો,પૈસા વહેચો,એ કામનું નથી મારું….કેવા..
 
કાયમ  કોન્ટ્રાકટમાં રહ્યા,  હો રહ્યા,
 
પ્રશ્નો   અમારા કાને નવ ધર્યા,
 
ટકાવારીમાં રહો, કામ ન કરો, રાખો ફરવાનું……કેવા..
 
હવે  આવ્યો  છે વારો અમારો, હો અમારો,
 
પૈસા,પ્લોટ, પાર્ટી,ને પ્રેયસીમાં રસ તમારો,
 
‘સ્વપ્ન’ સરી જશે, હાર મળશે,હવે  ઘેર જવાનું…..કેવા…
 
===============================================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ  પટેલ )

  

મદિરાની પ્યાલી…( શરાબ ) કવાલી… કાવ્ય..


 

 

મદિરાની  પ્યાલી… (  શરાબ )  કવાલી  કાવ્ય
=====================================================================================
  
મદિરાની  પ્યાલી   માંહી   પાયમાલી ,
કરેલી   કમાણી , તો  કલાલોમાં ચાલી………….મદિરાની…..
 
ન  જોડો , ના કપડાં , ના લોટો  કે થાળી ,
એના ઘરમાં  જુઓ તો ,   શીશો ને પ્યાલી …..મદિરાની…..
 
કહે  એતો ભાઈ-બહેનને  સાલો ને સાલી ,
દુનિયા  કહે છે ,  એને  તો હાલી મવાલી…………મદિરાની….
 
જે પીવાથી  માં – બહેનની  મર્યાદા  ચુકે,
જે પીવાથી  પત્ની ને  પરિવાર પણ મુકે,
 
જતે  દહાડે  એ  દીકરીની  ખાયે   દલાલી………..મદિરાની…..
 
જે  તક્ષશિલા  હતી  એ પણ  ઉડી  જ ગઈ,
મીથીલાપુરી પણ  એ પાર્ટીમાં ચાલી ગઈ, 
 
જતે દહાડે   દિલ્હીની દોલત  ગઈ વટાવી………મદિરાની…..
 
જો પીવો  તો   પ્યારા  બાપુના છે સોગન,
જો પીવો તો  માત- પિતાના   છે   સોગન
 
થઈ ગઈ છે  આજ હિંદમાં  કલાલે  કલાલી……….મદિરાની…..
 
======================================================================================
 
આ  ગીત  ગાંધી શતાબ્દી  ( ૧૯૬૯) માં નશાબંધી સપ્તાહની
ઉજવણીના સંદર્ભમાં લખવામાં  આવેલ. જુના સમયમાં ગામડાઓમાં
ભવૈયા આવતા તેમાં સ્વ. પુરશોતમદાસ આવતા તેમને મને   આ
કવાલી  લખાવવામાં દિલ પરોવીને મદદ કરેલી .લગભગ બે દિવસ
દિવસના સમયે મારે ત્યાં જમવા આવતા ત્યારે વિચારતા ને પછી
લખાવતા. ત્યાર બાદ સફાઈ શિબિરોમાં અને ઘણી જગ્યાએ આ કવાલી
ગાયું છે. આ  કવાલી દ્વારા મર્હુમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવાનો   મારો
એક નમ્ર પ્રયાસ  છે. પ્રભુ  તેમના આત્માને શાંતિ અર્પે.
===========================================================================================
 
રચયિતા:   સ્વ. મુરબ્બી પુરશોતમદાસ  નાયક  
સંકલન:     સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

ગીતા પ્રસાદી…. ( ગાગરમાં સાગર ) ( ભજન )


ગીતા  પ્રસાદી …. ( ગાગરમાં  સાગર )
=============================================================================================
 
રાગ :  જોજે  રે તારી  જીદગી  જવાની……
=============================================================================================
 
હો હો રે  મારી  ગીતા રે માતા ,
ગીતા  રે  માતા તમે  મુક્તિની    દાતા….. હો હો રે મારી ગીતા રે માતા.
 
રણ  રે  સંગ્રામમાં  શંખ   રે  ફુંકાતા ,         
ધમ  ધમા ધમ વાગતાં રે વાજાં ,
 
કૌરવોનાં રે  ત્યાં તો  હદય  ચીરાતાં…..  હો હો રે મારી  ગીતા રે માતા…(૧)
 
ગાંડીવ  ધનુષ્ય તારું કેમ રે ધ્રુજે છે ?     
બાણથી  ભરેલો ભાથો  કેમ રે છુટે  છે ?
 
અમંગળ ચિન્હ તને કેમ રે  દેખાતાં ?…. હો હો  રે મારી  ગીતા રે માતા….(૨)
 
યુધ્ધમાંથી અર્જુન  પાછા રે  જાતા ,
તેમને  મનાવવા ગીતા જ્ઞાન ગાતા,
 
ભાઈ  અરે આમ તમે બાયલા શું થાતા… હો હો રે મારી ગીતા રે માતા….(૩)
 
જેનો શોક નથી કરવાનો ,તેનો તો તું શોક કરે છે,
વાત કરે છે પંડિત જેવી , મૂરખા  જેવું કામ  કરે છે,
 
પંડિતો મુવા જીવતાનો શોક નથી માનતા..હો હો રે મારી ગીતા રે માતા…(૪)
 
જાણી લેને જીવ તારો  દેહથી  જુદો છે ,
કરી લે  વિચાર અલ્યા કેમ તું ભૂલ્યો છે,
 
આત્માના જ્ઞાન વિના મોક્ષ નથી પામતા….હો હો રે મારી ગીતા રે માતા….(૫)
 
આત્મા તો ચેતન  અવિનાશી  રૂપ છે,
દેહ તારો નાશવંત ને જડ  સ્વરૂપ છે,
 
એવું  રે ગીતાજીમાં  કૃષ્ણ પ્રભુ  ગાજતા….. હો હો રે મારી ગીતા રે માતા……..(૬)
 
કર્મમાં  અઘિકાર છે તારો, ફળમાં નહિ તારી સત્તા ,
ફળની   ઈચ્છા છોડી દઈને,  યુદ્ધ કરવાને જોડાઈ જા,
 
એવું  અર્જુનને   સમજાવ્યું  કૌરવને  સંહારવા.. હો હો રે મારી ગીતા રે માતા…..(૭)
 
તું  અલ્યા કોનો છે ને કોણ છે તારું ,
એકલા રે આવ્યા અને એકલા  જવાનું,
 
મનડું તારું મોહી રહ્યું માયાની એ  જાળમાં …. હો હો રે મારી ગીતા રે માતા…….(૮)
 
શા માટે તું શોક કરે છે, આજે આ સંગ્રામમાં?
મારવા જીવાડવાનું  નથી તારા  હાથમાં ,
 
વિશ્વની  દોરી તો છે  પ્રભુજીના   હાથમાં………હો હો રે મારી ગીતા રે માતા………(૯)
 
સઘળી વાતો છોડી દઈને મારે શરણે આવી જા,
હું તને  સઘળાં પાપોથી  છોડાવીશ  તું  જાણી જા,
 
કોઈ પ્રકારે શોક  કરીશ નહિ એવું બોલ્યા શામળા….હો હો રે મારી ગીતા રે માતા…(૧૦)
 
મોહ તણો તો નાશ થયો ને, શોક હતો તે જતો રહ્યો,
આત્મસ્વરૂપનું  ભાન થવાથી , સંદેહ  મારો  દુર  થયો,
 
પ્રભુ કૃપાથી અર્જુન  બોલ્યા, ” હવે લડીશ હું શામળા “.. હો હો રે મારી ગીતા રે માતા…(૧૧)
 
દાસ  રણછોડજી  તો ગુણ તમારા ગાય છે,
તમારી કૃપાથી  ભવસિંધુ  જ તરાય છે,
 
ગીતા   જેવા    ગ્રંથ    બીજા    નજરે   ના     આવતા………હો હો રે મારી  ગીતા રે માતા….(૧૨)
 
=============================================================================================================================
 
આ ગીતા ગામઠી ભાષામાં  અને લોક મુખે સહેલાઈથી ગાઈ શકાય તેવા  અનેરા અને ભક્તિભાવ હેતુથી
અમદાવાદના શ્રી  “રણછોડલાલ મગનલાલ ” ભક્તશ્રીએ લખેલી છે. આતો ફક્ત સાર છે. તેઓશ્રીએ ૧૮
અધ્યાય આ રીતે ગાઈ શકાય તેમ લખ્યા  છે.  તેમનો  ગીતા પ્રચાર  અને પ્રસાર પ્રેમ પણ અનોખો   હતો.
સન ૧૯૭૪-૭૫ માં જે   કોઈને  જોઈએ  તેમને સ્વ ખર્ચે એસ.ટી ની પાર્સલ સેવા દ્વારા વિના મુલ્યે મોકલી
આપતા હતા. મેં પોતે ખંભાત અને પેટલાદ વિસ્તારમાં  લગભગ ૩૦૦ પુસ્તિકાઓનું વિતરણ કરેલ છે.
તેમની એક જ શરત રહેતી કે હું આ  ગીતાનો રોજ પાઠ કરીશ અને બાળકોને કરવીશ. તેવું બાહેધરી પત્રક
માંગતા હતા.  આજે આ ” ગીતા પ્રસાદી ” મુકવાનો મારો આશય તેમની ગીતા ગ્રંથ પ્રત્યેની નિસ્વાર્થ સેવાને
બિરદાવવાનો નમ્ર અને ભક્તિ ભાવ પ્રસ્તુત કરી શત શત વંદન કરવાનો છે. જો હજુ પણ આ પુસ્તિકા
લભ્ય હોય તો મેળવી તેનું ગાન કરી તેમની સેવાને આપ પણ બિરદાવો એવી નમ્ર અપીલ છે.
 
================================================================================================================================================
 
રચયિતા:  મુરબ્બી ભક્ત શ્રી રણછોડલાલ મગનલાલ .
સંકલન : સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ)

 

 

જિંદગીના અનુભવને રમુજી રીતે કહી વ્યથા. અનુભવ વાણીનું સચોટ દર્પણ….(કાવ્ય)


જિંદગીના અનુભવને રમુજી રીતે કહી વ્યથા.અનુભવ  વાણીનું સચોટ  દર્પણ…

==============================================================================================================================

પરદેશમાં…..

ઠેક્યા દરિયા ને અમે પૂગ્યા પરદેશ
છોડ્યા વતનના રે વ્હાલ
દામદામ સાહેબીની વાતોમાં ડૂબી
સોન પીંજરે પૂરાયા રે લાલ
એની વેદનાના સાંભળજો હાલ

જમવાનાં નોંતરાં ના દેશો આ દેશ
મારા હૈયાને લાગશે રે ઢેસ
ભાણે બેસી ને જમવાની મજા
વ્હાલા! ખોઈ અમે આવી પરદેશ
વતનની વાત તમે ના છેડજો
પરદેશની આકરી લાગે આ વેઠજો

કેવી મળતી હૂંફ આંગણાંના તાપણાએ
ને વાતોના તડાકા વિસરાયા આ દેશ
વાતાનુકૂલિત ઓરડે થાતા મૂંઝારા
ઝૂરે મારું નાનું હૃદિયું આવી પરદેશ
મેળામાં મહાલવાની વાત ના છેડજો
પરદેશની આકરી લાગે આ વેઠજો

કોયલના ટહૂંકાએ ટહૂંકે મારો દેશડો
ને મેઘલો નચવે મોરલા ને તાનમાં
સંગેમરમરના પથ્થર સમ આજ હું
સંવેદનાના સૂરો ખોળું પરદેશમાં
પાદરની ભભૂતિ ની વાત ના છેડજો
પરદેશની આકરી લાગે આ વેઠજો

છે છે ઘણુંય આ મસ્તાના દેશમાં
નથી જડતા દાદા દાદી એના વેશમાં
બાપથી સવાયા એ ખોળાના હેતડાં
ખોયાં ને રોયા અમે આવી પરદેશમાં
હાય ! હેલોમાં ડૂબાડી અમે પ્રીતજો
વતનની મીઠી વાતો તમે ના છેડજો

==============================================================================================================

 શ્રી રમેશ પટેલ(આકાશદીપ)

મુરબ્બી શ્રી રમેશભાઈ ( આકાશદીપ)એ મારા પાતાળ પ્રવેશના કાવ્યના સંદર્ભમાં પ્રતિભાવ રૂપે

મોકલેલું તેને તેઓના નામ સહિત પ્રસિદ્ધ કરી રહ્યો છું. અને આ કાવ્યના પ્રસિદ્ધિ માટે  તેઓ શ્રીની

આ નોંધ દ્વારા શાબ્દિક  મંજુરી માગું છું.  આપની આજ્ઞા સહ  સ્વપ્ન ના નમસ્કાર.

==================================================================================================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

કોઈ ભૂખ્યાને રોટલો દીધો રે નથી… ( ભજન )


 

 

 

કોઈ ભૂખ્યાને રોટલો  દીધો રે નથી…. ( ભજન )
=================================================================================================
કોઈ ભૂખ્યાને રોટલો  દીધો રે નથી, પછી  અન્નદાન કરવાથી શો ફાયદો ?
દીન  દુઃખિયાના  આંસુને રોક્યાં નથી, પછી  સપનાં બતાવીને શો ફાયદો ?
હે…. માના  દુધના  કરજને તું  ભૂલી   ગયો,
       તેની  મોઘેરી મમતાને છેતરી  ગયો,
જેની  આશાઓ   નો  તું    સહારો હતો ,   તેને  બે ઘર કરવાથી  શો   ફાયદો ?
હે …. મોહ માયામાં માનવતા ભૂલી ગયો,
        લોભ લાલચમાં પુણ્યને  વિસરી ગયો,
આવ્યો અવસર માનવ કેરા રૂપનો, તેને જીવી ના  જાણ્યો તો  શો ફાયદો  ?
હે…. તારી  જિંદગીના દિવસો સુનહરા હતા,
       ત્યારે કોઈને તેં  યાદ કર્યાં રે  નહોતા,
જયારે જીવનના દિવસો ભૂંડા આવ્યા, ત્યારે  પછતાવો કરવાથી શો ફાયદો ?
હે…. હર  ઘડી  જે  પ્રભુ  ને રે  યાદ  કરે,
       તેની  જીવન  નૈયા પ્રભુ પાર કરે,
કહે “માનવ” આજે આ સંસાર  ને,  મળ્યો  મનખો   બગાડી   ને   શો ફાયદો ?
========================================================
રચયિતા :  ” માનવ “
સંકલન:    સ્વપ્ન   જેસરવાકર     ( ગોવિંદ  પટેલ )

 

 

 

ગોવિંદ તો ખેડાના ગામડાનો માણસ ( કાવ્ય )


ગોવિંદ તો  ખેડા ના ગામડા નો માણસ   (કાવ્ય )
============================================== //

ન કોફી ન ચા ન તો  કોકો ફાવે,

ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,

છાશ મળે જો તરત ગટગટાવે,

ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,

 
ન નેટ ના નખરા ન ચેટ નુ ચિટીગ ન તો  મૈલ કરતો,

એ અમેરીકન ઇગ્લીશ  થકી ખુબ ડરતો,

 મગન માધ્યમથી એ કામ ચલાવે,

ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,

 


ના બિયર ના બ્રાન્ડી ના  રમ નો રસીયો,

ના રેડ વાઈન ના રેડ બુલ, બુસ્ટર કે  ફુસ્ટર,

શેરડી નો રસ એને હજુ પણ લુભાવે,

ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,

 

 

 ન પરી ન અપ્સરા ન કાળી  ન ધોળી,

 ન સ્પેનીસ અમેરીકન નહીં ને ભણેલી કદિ નહીં,

 હજુ એને ગામડાની ગોરી સપનામાં આવે,

 ગોવિંદ તો ખેડા ના ગામડા નો માણસ,

===============================================

આ કાવ્ય મુરબ્બી શ્રી જયકાન્તભાઈ જાનીજી એ મોકલ્યું હતું

જેને હું   પ્રકાશિત કરું છું. પણ તેના ખરા હકદાર મુરબ્બી શ્રી

જયકાન્તભાઈ  છે.

================================================

સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )