ડાકોરમાં જઈને જેણે હરિને …. (ભજન )


  ડાકોરમાં જઈને જેણે હરિને … ( ભજન )
=========================================================
 
ડાકોરમાં જઈને (૨)  જેણે હરિને જોયા રે,
જન્મો જન્મના  (૨) પાપો સઘળાં ધોયા રે….. ડાકોરમાં…
ગાડે ચઢીને (૨) ગોવિંદ ગુજરાત આયા રે,
ગોમતી તીરે   (૨)  સવા વાલે  તોલાયા રે…….ડાકોરમાં… 
ધન્ય બોડાણો  (૨)  ધન્ય ધન્ય ગંગાબાઈ રે,
પ્રેમે તે વશ થઈ(૨) હરિ આવ્યા છે ધાઈ રે…. ડાકોરમાં…
મરતાં પહેલાં  (૨)  એવા હરિને  જોવા રે,
નયને નીરખી (૨)  મનના મેલો ધોવા રે……  ડાકોરમાં…
ધન્ય દુવારકા (૨) ધન ધન ડાકોરવાળા રે
પ્રભુદાસ તારી (૨) જપી રહ્યો જપમાળા રે……. ડાકોરમાં..
 
==============================================================================
 
રચયિતા: પ્રભુદાસ .
સંકલન:  સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ

6 thoughts on “ડાકોરમાં જઈને જેણે હરિને …. (ભજન )

 1. ઇષ્વર ક્રુપાથી મેં પણ એક બોડાણા નું એક ભજન બનાવ્યું છે, જે અહિં ર્જુ કરૂંછું.
  ભક્ત બોડાણો
  ઢાળ:- કીડી બાઇ ની જાન જેવો

  ભક્ત ઉધારણ ભૂધરો રે, રાખે ભક્તો ની નેમ
  પણ બધએ એના પાળતો, રાખે બાળક ની જેમ
  ભોળા ભક્તો નો ભગવાના છે..

  ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક
  પૂનમે દ્વારીકા આવતો, નહિં કરતો મિનમેખ
  દર્શન કરવાની એને નેમ છે..

  ઘણા વખત ના વાણા વાયા, નહિં તોડેલી ટેક
  પણ-શરીર સૂકાણું સમય જતાં, ખૂટ્યાં મનના આવેગ
  પહોંચી જરાની હવે પિડ છે..

  આવતી પૂનમે કેમ પહોંચાસે, લાગે છેલ્લિ છે ખેપ
  સાંભળો અરજ મારી શામળા, કરૂં વિનંતી હરિ એક
  તારે ભરોંસે મારી નાવ છે…

  કાયા મારી શા કામની રે, જો ના પણ ને પળાય
  દેહ પડે જો તારે દેવળે, માન મારું રહી જાય
  દોરી તમારે હાથછે..

  દોડી દામોદર આવીયાં રે, જાલ્યો બોડાણા નો હાથ
  રહું સદા તારા સંગ માં, કદી છોડૂં નહિં સાથ
  ભક્ત થકી ભગવાન છે..

  ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણા ની સાથ
  ગુગળી ગામમાં ગોતતા, ક્યાંછે દ્વારીકા નો નાથ
  નક્કિ બોડાણાનો હાથ છે…

  વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કિધી બોડાણાને વાત
  મૂકિદે મુજને વાવમાં, પછી આવેછે રાત
  તારો ને મારો સંગ છે..

  ગોતિ ગોતિ ને ગયા ગુગળી રે, નહિં મળીયા મહારાજ
  ઠાકોર પહોંચ્યા ડાકોર માં, રહ્યાં બોડાણા ને કાજ
  છોડ્યા સૌ રાજ ને પાટ છે..

  જાણી સૌ ગુગળી આવીયાં રે, આવ્યાં ડાકોર મોજાર
  આપો અમારો ભૂધરો, કીધાં આવી પોકાર
  બોડાણો દ્વારીકા નો ચોર છે..

  નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ
  કહ્યું કાનુડાનું મેં કર્યું, ગુનો મારો નહિં લેશ
  ખોટું તમારૂં આળ છે..

  જાણી બોડાણાને દૂબળો રે, રાખે ગુગળી વિચાર
  હરિ બરાબર હેમ દ્યો, તોજ તારો કિરતાર
  પ્રભુ ભજવાની જો હામ છે..

  કહે કાનુડો કાનમાં રે, રાખ વાળી સંગાથ
  તુલસી નું પાન પધરાવજે, નહિં નમે તારો નાથ
  તારી તે લાજ મારે હાથ છે..

  તુલે તુલ્લાની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય
  ગુગળી પડ્યા હરિ પાય માં, પ્રભુ છોડું નહિં તોય
  એક તમારો આધાર છે..

  એક પુજામાં આવું દ્વારીકા, એક ડાકોર મોઝાર
  આપ્યું વચન વનમાળીએ, ગૂણ ગાતો “કેદાર”
  ધન્ય બોડાણા તારી ટેક છે..

  રચયિતા
  કેદારસિંહ્જી મે.જાડેજા
  ગાંધીધામ-ક્ચ્છ.
  ૯૪૨૬૧૪૦૩૬૦
  kedarsinhjim@gmail.com

  Like

  1. શ્રી કેદારસીહજી,

   ખુબ જ સુંદર ભાવ વ્યક્ત કરીને મઝાનું ભજન બનાવ્યું છે.

   આવી સુંદર કૃતિઓ રચતા રહો અને જન માનસને પીરસતા

   રહો. આપ પધાર્યા અમ આગણે અને તેપણ રાય રણછોડની

   સાથ અમો ધન્ય બની ગયા…….. આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s